કાળો જાદૂ કરી ભારતે 99-0થી નાઇજીરિયાને હરાવ્યું હતું?

ઇમેજ સ્રોત, VINCENT AMALVY
એવું કહેવાય છે કે 'ભારત અને નાઇજીરિયા વચ્ચે રમાયેલા ફૂટબૉલ મેચમાં નાઇજીરિયાને ખૂબ જ શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કોર હતો ભારત 99, નાઇજીરિયા 1.'
હાલમાં ફૂટબૉલની મોસમ ચાલી રહી છે. રશિયા ખાતે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની સિઝન પૂરબહાર ખીલી છે, પણ તેમાં ભારત ક્યાંય નથી.
પરંતુ સવાલે એ છે શું ભારત ક્યારેય એવી ફૂટબૉલ મેચ રમ્યું હતું ખરું?
એવી લોકવાયકાઓ ફરે છે કે 19મી સદીમાં ભારત અને નાઇજીરિયા વચ્ચે ફૂટબૉલ મેચનું આયોજન થયું હતું જેમાં ભારતે 99-0ના તફાવતથી નાઇજીરિયાને હરાવ્યું હતું.

'ભારતે કાળો જાદૂ કરી કર્યા 99 ગોલ?'

ઇમેજ સ્રોત, Getty Images
એવું કહેવાય છે કે એ મેચ દરમિયાન નાઇજીરિયાના પ્લેયર્સ બૉલને કીક મારવા જતા તો બૉલ પથ્થરનો બની જતો હતો.
ભારત અને નાઇજીરિયા વચ્ચે આવો કોઈ મેચ રમાયો હતો કે નહીં એ મામલે ઘણી જ માન્યતાઓ પ્રવર્તે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસીએ આ અંગે નાઇજીરિયાના લોકો સાથે વાત કરી અને આ મેચ અંગે ચાલી રહેલી લોકવાયકાઓ અંગે તેઓ શું માની રહ્યાં છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે સાંભળેલી વાત મુજબ નાઇજીરિયાના એક યુવાન ઓલુ ઓકુન્નુ કહે છે, "જ્યારે મેચ ચાલી રહી હતી, ત્યારે ભારતીય ફૂટબૉલર દ્વારા બૉલને કીક મારવામાં આવતી તો બૉલ સિંહ અથવા ડ્રેગન બની જતો."
બીજી એક વ્યક્તિ કહે છે, "મેં એ મેચ વિશે એવું સાંભળ્યું છે કે ભારતે કાળા જાદૂની મદદથી 99 ગોલ કરી નાઇજીરિયાને હરાવ્યું હતું."

શું છે વાસ્તવિકતા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને નાઇજીરિયા વચ્ચે રમાયેલા આ મેચ અંગે ભારતમાં શું લોકવાયકાઓ પ્રચલિત છે?
ભારતીય લોકોને આ મેચ અંગે પૂછવામાં આવ્યું તો એક યુવતીએ કહ્યું, "મને નથી લાગતું કે આવી કોઈ મેચ રમાઈ હશે, કારણ કે એક મેચમાં 99 ગોલ કરવા અશક્ય છે."
'અલગ-અલગ મોઢે અલગ-અલગ વાત' મતેલબ કે જેમજેમ સમય ગયો તેમતેમ આ વાત અલગ પ્રકારે રજૂ થતી ગઈ.
નાઇજીરિયાના એક યુવાને કહ્યું હતું કે 'એવી કોઈ મેચ રમાઈ જ નથી. જો આવો કોઈ મેચ રમાઈ હોય તો હું એ મેચની હાઇલાઇટ જોવા માગું છું.'
25 વર્ષના એક યુવાન કહે છે કે 'આ તદ્દન ખોટી વાત છે. ઑલિમ્પિકમાં કોઈ ફૂટબૉલ ટીમ જ ન હતી.'

ઑલિમ્પિકમાં ઊઘાડા પગે ફૂટબૉલ રમ્યું ભારત
વર્ષ 1947માં ભારતને આઝાદી મળી અને વર્ષ 1948માં લંડન ખાતે સમર ઑલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે પણ આ મેચમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
ભારતીય ફૂટબૉલ ટીમની મેચ ફ્રાન્સ વિરુદ્ધ હતો જેમાં ખૂબ જ અસાધારણ ચીજ જોવા મળી. ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન અમુક ભારતીય ખેલાડીઓએ માત્ર મોજાં પહેર્યા હતા તો અમૂક સંપૂર્ણ ઊઘાડા પગે મેચ રમ્યા હતા.
ફ્રાન્સ આ મેચ 2-1થી જીતી ગયું હતું, પરંતુ દુનિયાની નજરમાં આવવા માટે ભારતના ખેલાડીઓનું ઊઘાડા પગે રમવું અને ઉમદા પર્ફૉર્મન્સ પૂરતું હતું.
વર્ષ 1950માં બ્રાઝિલમાં ફિફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ભારતે ક્વોલિફાય પણ કરી લીધું હતું, પરંતુ અણિના સમયે ભારતે પોતાને ફિફાથી અલગ કરી લીધું.
ભારત વર્લ્ડ કપમાં ઊઘાડા પગે નહીં રમી શકે એવી દલીલ કરી ફિફાએ ભારત માટેના દરવાજા બંધ કરી દીધા હતા એવી પણ ચર્ચાઓ સામે આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













