You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેક્સિકો: એક દુકાનદારના પુત્ર બન્યા મેક્સિકોના રાષ્ટ્રપતિ
મેક્સિકોની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડાબેરી નેતા એન્ડ્રેસ મેન્યુએલ લેપોઝ ઓબ્રાડોરનો વિજય થયો છે.
તેમણે વિજય સાથે કહ્યું, "પરિવર્તન" આવી રહ્યું છે. 53% ટકા મતોથી તેમનો વિજય થયો હોવાનું કહેવાય છે.
તેમને 'એમલો' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની મુખ્ય પ્રતિજ્ઞા દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવાની છે.
તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પની નીતિના ટીકાકાર રહ્યા છે. આથી ટ્રમ્પ અને તેમના ભાવિ સંબંધો પર સૌની નજર રહેશે.
ટ્રમ્પ મેક્સિકોની વેપાર અને પ્રવાસી નીતિની સખત ટીકા કરતા આવ્યા છે. આથી બન્ને દેશો વચ્ચે તણાવપૂર્વ સંબંધો રહ્યા છે.
જોકે, બીજી તરફ ટ્રમ્પે એન્ડ્રેસ મેન્યુએલ લેપોઝ ઓબ્રાડોરને વિજય માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
ટ્વીટમાં તેમણે લખ્યું,"મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરવાની દિશામાં આગળ જોઈ રહ્યો છું. બન્ને દેશનાં હિત માટે ઘણું કામ કરવાનું છે."
કોણ છે નવા રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુએલ લેપોઝ
ડાબેરી નેતા 64 વર્ષીય એન્ડ્રેસ મેન્યુએલ લોપેઝ ઓબ્રાડોરનો જન્મ મેક્સિકોના દક્ષિણપૂર્વિય રાજ્ય ટેબેસ્કોમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો પરિવાર શિક્ષિત અને મધ્યમ વર્ગીય હતો. તેમના પિતા એક દુકાદાર હતા.
આમ તેમનો જન્મ કોઈ પારંપરિક રાજકીય પરિવારમાં નહોતો થયો.
આપને આ પણ વાંચવું ગમશે
લોપેઝ જેઓ 'એમલો' તરીકે પણ ઓળખાય છે. તેઓ સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલેથી આવ્યા બાદ તેમના પિતાને કામકાજમાં મદદ કરતા હતા.
તેમણે અગાઉ બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી પરંતુ જીત્યા નહોતા. આ વખતે ત્રીજી વખત ચૂંટણી લડ્યા અને વિજયી થયા.
1990ના દાયકામાં તેમણે એક એક્ટિવિસ્ટ તરીકે પણ કામ કર્યું અને રેલીઓ કરી હતી. જેમાં તેમને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.
તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ એનરીકે પીના નીએતોની પાર્ટી 'પીઆરઆઈ'ના ભૂતપૂર્વ સભ્ય હતા. પરંતુ તેમણે 1980માં પાર્ટી છોડી દીધી હતી.
વર્ષ 2006માં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. પણ હારી ગયા હતા.
વિરોધીએ તેમને વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેજ સાથે સરખાવ્યા હતા. અને તેમને મેક્સિકો માટે જોખમ ગણાવી વિરોધ કર્યો હતો.
વર્શ 2012માં ફરીથી ચૂંટણી લડી પણ હારી ગયા. તેમણે 'નૅશનલ રિજનરેશન મુવમેન્ટ' નામનો નવો રાજકીય પક્ષ રચ્યો.
2006માં તેઓ ખૂબ જ નજીવા અંતરથી હારી જતાં તેમણે ચૂંટણીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા અને પોતાને જ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો વિરોધ
વળી 2017 મેક્સિમોનું સૌથી લોહિયાળ વર્ષ રહ્યું જેમાં ડ્રગના દૂષણને પગલે 13 હજારથી વધુનાં મૃત્યુ થયાં.
તત્કાલીન સરકારે પગલા લીધા હતા છતાં તેમાં કોઈ મોટો સુધારો જોવા નહીં મળ્યો હતો.
આથી એમલોએ સરકાર પર પ્રહાર કરીને આંતરરાષ્ટ્રીય સંસ્થા (એમનેસ્ટી)ના હસ્તક્ષેપની વાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા-કેનેડા-મેક્સિકોના ફ્રી ટ્રેડની પ્રસ્તાવિત નીતિનો તેઓ વિરોધ કરતા આવ્યા છે.
તેમનું કહેવું છે કે આનાથી મેક્સિકોના ખેડૂતોને નુકસાન જશે. તેમની સામે ઇમિગ્રન્ટ્સ, ડ્રગ્ઝ. સરહદી તણાવ સહિતના મુદ્દે સ્થિતિ સુધારવાના પડકાર છે.
કઈ રીતે ટ્રમ્પ સાથે ડીલ કરી શકે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમલોના સંબંધો મામલે મેક્સિકોના લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
જેમાં તેમણે ટ્રમ્પ સાથે કઈ રીતે ડીલ કરવી તે વિશે અભિપ્રાયો આપ્યા.
કેટલાકે કહ્યું કે એમલોએ ટ્રમ્પ સામે કડકાઈથી વર્તવું જોઈએ. જ્યારે કેટલાકનું કહેવું છે કે બન્ને દેશોના પરસ્પર સન્માન જળવાઈ રહે તે માટે સંબંધો મૈત્રીપૂર્ણ હોવા જોઈએ.
ઉપરાંત કેટલાકનું કહેવું છે કે ટ્રમ્પ મેક્સિકોના લોકોને પસંદ નથી કરતા અને આ લોકો ટ્રમ્પને પસંદ નથી કરતા.
વળી ટ્રમ્પ મેક્સિકોના લોકોનું અપમાન કરતા હોવાથી તેમની સાથે એમલોએ કડકાઈથી જ રહેવું જોઈએ.
પરંતુ લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો ટ્રમ્પ સામે એમલો વધુ કડક વલણ અપનાવશે તો ટ્રમ્પ અમેરિકામાં રહેતા લોકો સામે કડક વલણ અપનાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો