ફૂટબૉલ વર્લ્ડ કપ: ફ્રાંસ સામેની એ ચાર મિનિટ જેમાં મેસીનું સપનું થયું ચકનાચૂર

ઇમેજ સ્રોત, REUTERS
રશિયામાં રમાઈ રહેલા ફૂટબૉલ વર્લ્ડ કપના એક રોમાંચક મુકાબલમાં ફ્રાંસે આર્જેન્ટિનાને 4-3થી હરાવ્યું છે.
રસાકસી ભર્યા આ મેચમાં કુલ સાત ગોલ થયા હતા. હાફ ટાઇમ સુધી બંને ટીમો વચ્ચે 1-1થી મુકાબલો બરાબરી પર હતો.
જોકે, બીજા હાફમાં એક સમયે પાછળ રહી ગયેલા ફ્રાંસે આક્રમકતા દેખાડતા ત્રણ ગોલ કર્યા હતા. જેમાં બે ગોલ કેલિએન બેપ્પેએ કર્યા હતા.
ઇન્જરી ટાઇમમાં આર્જેન્ટીના તરફથી એગ્યૂરોએ જરૂર ગોલ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો બાજી હાથમાંથી નીકળી ગઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?

પેનલ્ટી દ્વારા પ્રથમ ગોલ

ઇમેજ સ્રોત, Reuters
મેચની શરૂઆતમાં જ ફ્રાંસ આર્જેન્ટીના પર હાવી થઈ ગયું હતું. રમતની નવમી મિનિટમાં જ તેના ફૉરવર્ડ ખેલાડી એન્ટોની ગ્રીજમેનો શૉટ ગોલપોસ્ટને ટકરાઈને પરત આવી ગયો હતો.
11મી મિનિટમાં માર્કો રોજોએ આર્જેન્ટીના બૉક્સમાં ફ્રાન્સના મિડફિલ્ડર કેલિઅન બેપ્પેને ફાઉલ કરી દીધો. જેના પરિણામે ફ્રાંસને પેનલ્ટી મળી હતી.
રમતની 13મી મિનિટે એન્ટોની ગ્રીજમેને પેનલ્ટીને ગોલમાં પરિવર્તિત કરતા પોતાની ટીમને બઢત અપાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બરાબરી પર લાવ્યો મારિયા

ઇમેજ સ્રોત, Getty Images
જે બાદ મેચ પર આર્જેન્ટિનાએ પોતાની પકડ બનાવવી શરૂ કરી હતી. રમતની 41મી મિનિટે આર્જેન્ટીનાના એન્જલ ડિ મારિયાએ એક સુંદર ગોલ કરીને પોતાની ટીમને બરાબરી પર લાવી દીધી હતી.
બીજા હાફની 48મી મિનીટમાં મેસી દ્વારા અપાયેલા પાસ પર મકાર્ડોએ ગોલ કરીને આર્જેન્ટીનાને 2-1થી બઢત અપાવી હતી.
જોકે, માત્ર 8 મિનિટ બાદ જ ફ્રાંસે બીજો ગોલ કરી દીધો હતો અને પોતાની ટીમને બરાબરી પર લાવી દીધી.
રમતની 57મી મિનિટ પર ફ્રાંસ તરફથી ડિફેન્ડર બેન્જામિન પાવર્ડે વધુ એક ગોલ કર્યો. વર્લ્ડ કપમાં પાવર્ડનો આ પહેલો ગોલ હતો.

ચાર મિનિટ અને મેસીનું સપનું ચકાનાચૂર

ઇમેજ સ્રોત, Getty Images
આ સાથે જ ફ્રાંસ મેચમાં હાવી થઈ ગયું અને 64 મિનિટમાં મિડફિલ્ડર બેપ્પેએ સુંદર ગોલ કરતાં પોતાની ટીમને 3-2થી બઢત અપાવી હતી.
ચાર મિનિટ બાદ બેપ્પેએ ફરી એકવાર શાનદાર રમતનું પ્રદર્શન કરતાં વધુ એક ગોલ કર્યો આ સાથે જ ફ્રાંસ 4-2થી આગળ થઈ ગયું.
રમતની 84મી મિનિટમાં લિયોનલ મેસીએ શાનદાર તક ઝડપી પરંતુ કે ગોલમાં પરિવર્તિત ના થઈ શકી.
બીજા હાફમાં અંતિમ 15 મિનિટ સુધી આર્જેન્ટિએ લગાતાર પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું.
તેને બે કોર્નર પણ મળ્યા પરંતુ બંને વખતે મોકા ગુમાવતા ટીમ એકપણ ગોલ કરી ના શકી.
90 મિનિટનો સમય પૂર્ણ થતાં 4 મિનિટનો ઇન્જરી ટાઇમ મળ્યો હતો. જેમાં આર્જેન્ટીનાના સર્ગિયો એગ્યૂરોએ ત્રીજો ગોલ કર્યો હતો.
જોકે, તે બાદ આર્જેન્ટીનાની ટીમ ગોલ ના કરી શકી અને એ સાથે જ 2018ના વર્લ્ડ કપમાં મેસીની ટીમની સફર પૂર્ણ થઈ ગઈ.
આ હાર સાથે જે વર્તમાન વર્લ્ડ કપમાંથી આર્જેન્ટીના બહાર થઈ ગયું છે, જ્યારે ફ્રાંસની ટીમ ક્વાટર ફાઇનલમાં પહોંચી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















