You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
USમાં ફાયરિંગ, પાંચના મોત: હું ડેસ્ક નીચે છૂપાયો હતો અને હુમલાખોરે ગન રિલોડ કરી
અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે મેરીલૅન્ડ પ્રાંતમાં એક સ્થાનિક અખબારના કાર્યાલય પર હુમલો કરાયો છે.
ઘટનામાં ગોળી વાગવાના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પોલીસનું કહેવું છે કે ગોળીઓ ચલાવનાર એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ છે અને પૂછતાછ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની બૅગમાંથી સ્મોક બૉમ્બ મળી આવ્યા હતા.
આ ઘટના જે સ્થળે ઘટી એ ઇમારતમાંથી 170થી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.
'કૅપિટલ ગેઝેટ' નામના આ આખબારના કાર્યાલયમાં જ્યારે ગોળીબાર થયો, ત્યારે અનેક લોકો ત્યાં હાજર હતાં.
ઘટનાને નજરે જોનારા કેટલાંક લોકોએ ટ્વીટ કરીને પોતાના ભયાનક અનુભવ વિશે લખ્યું હતું.
ફિલ ડેવિસે ટ્વીટ કર્યું હતું, "તમે સાંભળતા હોવ કે અનેક લોકો ગોળીથી વીંધાઈ રહ્યા છે. તમે તમારા ડેસ્ક નીચે છુપાયેલા હો અને તમને ગન રિલોડ થવાનો અવાજ આવે છે. આનાથી ભયાનક અનુભવ કંઈ હોઈ જ ન શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, બંદૂકધારી વ્યક્તિ કાચના દરવાજા બહારથી ગોળીબાર કરતો હતો.
આ ઘટના બાદ એફબીઆઈ, બ્યૂરો ઑફ આલ્કોહોલ, ફાયરઆર્મ્સ સહિતની ફેડરલ એજન્સીઓની ટુકડી ઘટનાસ્થળે ખડકી દેવાઈ હતી.
ધ ન્યૂ યૉર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, કાઉન્ટર-ટૅરેરિઝમ ટીમ પણ ન્યૂ યૉર્ક સિટી ફરતે તકેદારીના ભાગરૂપે તહેનાત કરાઈ હતી.
કૅપિટલ ગેઝેટ દૈનિક અખબાર છે, જેની ડિજિટલ વેબસાઇટ પણ છે. આ અખબાર બાલ્ટીમોર સન મીડિયા ગ્રૂપ સાથે સંકળાયેલું છે.
ઘટના બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડેમૉક્રેટિક સેનેટર ક્રિસ વાન હૉલન તથા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારા સૅંડર્સે પણ ઘટનાને વખોડતાં ટ્વીટ કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો