You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંગાપોર સમિટ : કિમે સ્વીકાર્યું ટ્રમ્પનું અમેરિકા આવવાનું આમંત્રણ
સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન વચ્ચે થયેલી મુલાકાતની સફળતા હવે સામે આવી રહી છે.
ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ જણાવ્યું છે કે ટ્રમ્પ દ્વારા અમેરિકાની મુલાકાત લેવા માટે અપાયેલાં આમંત્રણને કિમે સ્વીકારી લીધું છે.
KCNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે કિમે પ્રમુખ ટ્રમ્પને 'અનુકૂળ સમયે' પ્યોંગયાંગની મુલાકાત લેવા આમંત્રિત કર્યા છે.
સાથે જ, ટ્રમ્પે પણ કિમને અમેરિકાની મુલાકાત માટેનું આમંત્રણ પાઠવ્યું છે. KCNAએ કહ્યું છે, 'બન્ને નેતાઓએ એકબીજાનું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું છે.'
આ મુલાકાત બાદ કિમે જે સૌ પ્રથમ પ્રતિક્રિયામાં આપી છે તેમા જણાવ્યું છે, ''બન્ને દેશો માટે એકબીજા વિરુદ્ધ ચીડવનારા અને શત્રુતાપૂર્ણ સૈન્ય કાર્યક્રમનો અંત આણવો સૌથી મહત્ત્વનું હતું.''
તેમણે એવું પણ ઉમેર્યું, ''બન્ને દેશોએ શત્રુતાથી દૂર રહેવાના નિર્ણયને વળગી રહેવું જોઈએ.''
મુલાકાત પર વૈશ્વિક પ્રતિક્રિયા
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી મુલાકાત પર વિશ્વના દેશો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઉત્તર કોરિયાના જ પાડોશી દેશ કે જેમના વર્ષોથી અમેરિકા સાથે સારા સંબંધ રહ્યા છે તે દક્ષિણ કોરિયાએ આ મુલાકાતનું સ્વાગત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ કોરિયાએ કહ્યું કે આ મુલાકાતથી શાંતિ અને પરસ્પર સહયોગનો એક નવો અધ્યાય શરૂ થયો છે.
પરંતુ તેને ટ્રમ્પની એ જાહેરાતથી હેરાનગતિ થઈ કે અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખતમ કરી દીધો છે.
આ ઉત્તર કોરિયાની મુખ્ય માગ હતી.
અમેરિકા પર ભરોસો ના કરે ઉત્તર કોરિયા: ઈરાન
ચીને કહ્યું છે કે બંને નેતાઓની મુલાકાતથી ઉત્તર કોરિયા વિરુદ્ધ લાગેલા પ્રતિબંધો હળવા કરવાનો રસ્તો સાફ થશે.
ઈરાને આ મુલાકાત પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ઉત્તર કોરિયાએ અમેરિકા પર ભરોસો ના કરવો જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સાથે કરવામાં આવેલી અણુસંધિ તોડી ચૂક્યા છે.
રશિયાએ પણ આવા જ પ્રકારની ચેતવણી આપી છે, જ્યારે જાપાને આ મુલાકાતને એક શરૂઆત ગણાવી છે.
દક્ષિણ કોરિયામાં બ્રિટનના રાજદૂત રહેલા વારવિક મોરિસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને જે દસ્તાવેજો પર સહી કરી છે તેમાં સ્પષ્ટતા ઓછી છે.
ઉપરાંત તેમણે કહ્યું કે બંને મળ્યા એ જ મોટી વાત છે.
અમેરિકાની સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શૂમરે કહ્યું છે કે કિમ જોંગ-ઉન સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત ત્યારે સફળ થશે જ્યારે કોઈ નક્કર પરિણામ જોવા મળશે.
બીજી તરફ એક વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમે કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા ચીન, અમેરિકા સાથે રમત રમવાની કોશિશ કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો