You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનનું એક એવું ભૂતિયું ગામ જેનાં ઘરો પર ઊગી રહી છે વનસ્પતિ
ચીનના પૂર્વ ઝેજીઆંગ પ્રાંતનો શેંગશન ટાપુનું આ હાઉતુઉઆન ગામ છે, આ આખા ગામમાં ઠેર-ઠેર વનસ્પતિ ઊગી નીકળી છે.
એક સમયે આ સ્થળ માછીમારોનું ગામ હતું, અહીં 2,000થી વધારે માછીમારો અને તેમના પરિવારજનો આશરે 500 જેટલા મકાનોમાં અહીં વસતાં હતાં.
ગામના ઘરો અને ઘરોની દિવાલો પર પણ છવાઈ ગયેલાં ઘાસ અને વનસ્પતિના કારણે આ ગામનો નજારો રમણીય લાગે છે.
ફ્રાંસ-પ્રેસ એજન્સીના ફોટોજર્નલિસ્ટ જોહન્નાસ ઇસેલ રમણીય તસવીરો માટે હાઉતુઉઆન ગયા હતા.
આ ટાપુ મૂળ વસાહત ધરાવતા પ્રદેશોથી દૂર હોવાથી અહીંના લોકોને શિક્ષણના નીચા સ્તર અને ખોરાકની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો.
પણ હવે આ ગામની ઇમારતોની દિવાલો પણ લીલોતરીની દિવાલોમાં જાણે કે ફેરવાઈ ગઈ છે, પણ આ રમણીય દ્રષ્યના કારણે આ ટાપુ જાણીતું પ્રવાસ સ્થળ બની રહ્યું છે.
અહીંથી માનવ વસાહત ઘટી ગઈ, ત્યારબાદ પ્રકૃતિએ અહીં પોતાનું સૌંદર્ય વિસ્તાર્યું છે...
ગામમાં હજી પણ ગણ્યાંગાંઠ્યા લોકો રહે છે, પરંતુ દશકો પહેલાં જેમ આ ટાપુ પર માત્ર વનસ્પતિઓ અને જંગલ હતું તેમ હવે ફરીથી એવી સ્થિતિ જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો