You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓ કેમ કહી રહી છે કે 'તમે મને ન જણાવો કે મારે શું પહેરવું જોઈએ'
થાઇલેન્ડમાં એક જૂની પરંપરા અનુસાર નવા વર્ષના અવસર પર સોંગક્રાન મનાવવામાં આવે છે. આ અવસર પર લોકો એકબીજા પર પાણી અને રંગ ફેકીને ઉજવણી કરે છે.
આ તહેવારની ઉજવણી દરમિયાન થાઈ સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવેલી સલાહ વિવાદનું કારણ બની છે અને તેનાથી એક નવી ચર્ચાએ જન્મ લીધો છે.
સરકારનું કહેવું છે કે તેમણે આ તહેવારમાં મહિલાઓની છેડતી ન થાય તે માટે આવાં કપડાં પહેરવાની સલાહ આપી છે.
સરકાર તરફથી મળેલી આ સલાહે 17 વર્ષીય બિશપની જૂની કડવી યાદોને તાજી કરવાનું કામ કર્યું.
નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. તેમણે કાળા રંગની ઢીલી ટી-શર્ટ પહેરી હતી. અને ઘૂંટણથી નીચે સુધીના શોર્ટ્સ પહેર્યાં હતાં.
થોડા સમય બાદ તેમને એહસાસ થયો કે તેઓ પોતાના ગ્રુપથી અલગ પડી ગયાં છે. અને પાંચ અજાણ્યા લોકોથી ઘેરાઈ ગયાં છે.
બિશપે બીબીસીને જણાવ્યું, "તેમણે મને ઘેરી લીધી હતી અને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું ગમે તેમ ત્યાંથી ભાગી નીકળી. તે દિવસ બાદ મેં ક્યારેય નવા વર્ષની ઉજવણીમાં ભાગ લીધો નથી."
સોંગક્રાનના અવસર પર લોકો એકબીજા પર પાણી ફેંકે છે. આ એક પ્રતીકાત્મક ક્રિયા છે. અહીં લોકોનું માનવું છે કે આમ કરવાથી ગત વર્ષના દુર્ભાગ્યોથી છૂટકારો મળી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
ગત મહિને થાઈલેન્ડના સ્થાનિક પ્રશાસન વિભાગના ડાયરેક્ટર જનરલ સુથીપોંગ ચુલચેરોંએ મહિલાઓને અપીલ કરી હતી કે તેઓ વોટર ફેસ્ટિવલ દરમિયાન યોગ્ય પોશાક પહેરે જેથી તેમની સાથે શારીરિક હિંસા જેવી ઘટનાઓ ન ઘટે.
તેના જવાબમાં બિશપે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર #DontTellMeHowToDress અને #TellMenToRespect ટેગ્સ સાથે કેટલીક ક્લિપ પોસ્ટ કરી છે. ઘણા લોકોએ આ પોસ્ટને શૅર કરી છે.
39 વર્ષીય બિશપનું કહેવું છે કે આ હેશટેગ મહિલાઓને જ શારીરિક શોષણ મામલે દોષિત સાબિત કરવાનો વિરોધ કરે છે.
#DontTellMeHowToDress
બિશપની આ પોસ્ટ બાદ ઘણી મહિલાઓએ પોતાના અનુભવ શૅર કર્યા છે.
એક ટ્વિટર યૂઝર લખે છે, "હું મારા મિત્ર અને પિતરાઈ બહેન સાથે હતી. મેં સ્વેટ પેન્ટ અને સ્વેટર પહેર્યું હતું કેમ કે મને શરદી જલદી થઈ જાય છે."
"થોડા સમય બાદ હું મારા મિત્ર અને બહેનથી અલગ થઈ ગઈ હતી અને યુવાનોના એક જૂથે મને ઘેરી લીધી હતી."
"એક યુવક આગળ વધ્યો અને તેણે મારો હાથ પકડીને મને એક કિનારા પર લઈ જવા પ્રયાસ કર્યો. હું રડવા લાગી. ભગવાનની કૃપા હતી કે તે જ સમયે મારો મિત્ર અને બહેન ત્યાં આવી ગયાં. ત્યારથી માંડીને અત્યાર સુધી હું સોંગક્રાનના સમયે બહાર નીકળી નથી."
અન્ય એક થાઈ મહિલાએ રોજબરોજ થતી છેડતીના અનુભવને શૅર કર્યો છે.
એક થાઈ ટ્વિટર યૂઝર લખે છે, "મેં શોર્ટ્સ પહેર્યાં હતાં. એક સિક્યોરિટી ગાર્ડ મારા પગને એકનજરે જોવા લાગ્યો. તેણે પોતાના મિત્રને કહ્યું કે તેનું મન મારા પગને સ્પર્શ કરવાનું થઈ રહ્યું છે."
"તેઓ મારાથી ખૂબ મોટા હતા. ત્યારબાદથી મેં ઘરની બહાર ક્યારેય શોર્ટ્સ પહેર્યાં નથી. પરંતુ માત્ર મહિલાઓએ જ કેમ પોતાની સુરક્ષા કરવી જોઈએ? હું આ સાંભળી સાંભળીને થાકી ગઈ છું."
તમારે શું પહેરવું જોઈએ?
બિશપ કહે છે, "સોંગક્રાન પારંપરિક રૂપે ખૂબ જ સુંદર તહેવાર છે."
"પરંતુ ઘણી થાઈ મહિલાઓ માટે આ તહેવાર ભયાનક બની ગયો છે. કેમ કે તેઓ જાણે છે કે બહાર નીકળવા પર તેમની છેડતી થઈ શકે છે."
2016માં થાઇલેન્ડ્સ વુમન એન્ડ મેન પ્રોગ્રેસિવ મૂવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 1650 મહિલાઓમાંથી અડધા કરતા વધારે મહિલાઓને તહેવાર સમયે કોઈ ને કોઈ રીતે શારીરિક શોષણના ખરાબ અનુભવ થયા છે.
બિશપ કહે છે કે તેમને તો અંદાજ પણ ન હતો કે તેમની પોસ્ટ આટલા લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. તેઓ આશા વ્યક્ત કરે છે કે આ વાતચીત સોંગક્રાનથી આગળ પણ વધે.
બિશપ કહે છે, "દુનિયાભરમાં નારીવાદી આંદોલન થાય છે. #MeToo જેવા આંદોલન બાદ હવે આ પ્રકારના મુદ્દાઓ પર વાતચીત થઈ રહી છે પરંતુ હું આશા રાખું છું કે અહીં આ વાત સોંગક્રાનથી આગળ પણ વધે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો