શું હતો કલ્પના ચાવલાનો છેલ્લો સંદેશો?

વર્ષ 2003માં અમેરિકાના કેનેડી અંતરીક્ષ કેન્દ્ર પર ઉતરતા પહેલાં દુર્ઘટનાગ્રસ્ત અમેરિકન અવકાશયાન કોલમ્બિયામાં ભારતીય મૂળનાં કલ્પના ચાવલા સહિત સાત અંતરીક્ષ યાત્રીઓનું મૃત્યુ થયું હતું.

આ અવકાશયાન 16 જાન્યુઆરીનાં રોજ કલ્પના ચાવલા સહિત સાત અંતરીક્ષ યાત્રીઓને લઈને અંતરીક્ષમાં રવાના થયું હતું.

ભારતના હરિયાણા રાજ્યમાં જન્મેલાં કલ્પના ચાવલા એક હોશિયાર એન્જિનિયર હતાં અને તેઓને સ્પેસ એન્જિનિયરિંગમાં ખાસ મહારત હાંસલ હતી.

પત્રકાર અસિત જૌલીના અનુસાર કલ્પનાની એક વધુ ઉપલબ્ધિનું જશ્ન મનાવવા માટે અવકાશયાનની પૃથ્વી પર પાછા ફરતવાના સમયે તેમનાં શહેર કરનાલની એક શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ જેવી જ કોલમ્બિયાના તૂટવાની ખબર પહોંચી ત્યારે જશ્નનો માહોલ શોકમાં બદલી ગયો.

કલ્પના ચાવલાએ અવકાશયાન કોલમ્બિયાથી ચંદીગઢના વિદ્યાર્થીઓને એક સંદેશો આપ્યો હતો.

તેમાં તેમણે કહ્યું હતું કે, ''સપનાઓને સફળતામાં બદલી શકાય છે. તેના માટે દૂરદ્રષ્ટી, સાહસ અને સતત પ્રયાસ કરવાની લગન હોવી જોઈએ. તમને સૌને ઊંચી ઉડાન માટે શુભકામનાઓ.''

અંતરીક્ષની ઉડાન પહેલાં કલ્પના ચાવલાએ પત્રકારોને પણ કહ્યું હતું કે તેમને જેઆરડી ટાટા પાસેથી પ્રેરણા મળી હતી.

કલ્પનાના પરિવારના લોકો હરિયાણાના કરનાલ શહેરમાં રહે છે જેમને મળવા માટે કલ્પના ઘણી વખત ભારત આવતાં હતાં.

આ દુર્ઘટના પહેલાં 1997માં કલ્પના અન્ય છ અંતરીક્ષ યાત્રીઓ સાથે અંતરીક્ષમાં ગયાં હતાં.

અમેરિકા સુધીની યાત્રા

અંતરીક્ષમાં જનારાં પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા હરિયાણાના કરનાલ ગામમાં ભણ્યાં હતાં.

તેમણે કરનાલની જ ટાગોર સ્કૂલથી 1976માં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી, ત્યારબાદ 1982માં તેમણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

પછી તેઓ ભણવા માટે અમેરિકા ગયાં હતાં, જ્યાં 1984માં ટેક્સસ યુનિવર્સિટીમાં તેઓએ એરોનોટિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.

આ જ વિષયમાં તેઓએ અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીથી 1998માં ડૉક્ટરેટ કર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો