'બ્લેક પેન્થર'માં એવું શું છે કે અબજોમાં કરી કમાણી!

ઇમેજ સ્રોત, MARVEL/DISNEY
હોલીવૂડની 'બ્લેક પેન્થર' ફિલ્મે દુનિયાભરમાં અબજો ડોલર કરતા વધારે કમાણી કરી છે.
ડિઝનીના માર્વેલ યૂનિવર્સની આ પાંચમી ફિલ્મ છે જેને ગેમ ચેન્જર ફિલ્મ ગણવામાં આવી રહી છે.
આ ફિલ્મમાં વકાંડા નામનો એક કાલ્પનિક આફ્રિકી દેશ છે જેમાં અભિનેતા ચેડવિક બૉઝમેન આ દેશના અપરાધ સામે લડનારા શાસક બને છે.
તમને આ પણ વાંચવું ગમશે
તેને ધરતીનો સૌથી આધુનિક ટેકનિકલ દેશ બતાવવામાં આવ્યો છે.
આ ફિલ્મમાં ઑસ્કર વિજેતા લૂપીતા ન્યોંગો, માઇકલ બી જોર્ડન અને ડેનિયલ કલૂયાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
સાથે જ 'ધ હૉબિટ'ના સ્ટાર માર્ટિન ફ્રિમેને CIA એજન્ટ એવરેટ રૉસની ભૂમિકા ભજવી છે.

ફિલ્મને ગણાવવામાં આવી રહી છે ગેમ-ચેન્જર

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મના ગેમ ચેન્જર તરીકે વખાણ કરવામાં આવ્યા છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ ફિલ્મમાં મોટા ભાગના કલાકાર અશ્વેત હોવાના કારણે પણ વખાણ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મના નિર્દેશક રેયાન કૂગલર પણ અશ્વેત છે.
બૉક્સ ઑફિસના વિશ્લેષક જેફ બૉકે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું, "મને લાગે છે કે આ એક દિવાલ તોડવા જેવું છે. 'બ્લેક પેન્થર'ને લઇને હવે કોઈ સ્ટૂડિયો એવું કહી શકે તેમ નથી કે 'ઓહ, અશ્વેત કલાકારોની ફિલ્મો ચાલતી નથી. તેમની કમાણી ખૂબ ઓછી હોય છે."
ડિઝનીના જણાવ્યા અનુસાર ફિલ્મે રિલીઝના 26મા દિવસે એક અબજ ડોલરની કમાણીનો આંકડો મેળવી લીધો છે.
ફિલ્મો અંગે જાણકારી આપતી વેબસાઇટ IMDBનું કહેવું છે કે એક અબજ ડોલરનો આંકડો 32 ફિલ્મોએ મેળવ્યો છે. તેમાં 2012માં જેમ્સ બોન્ડ સીરિઝની 'સ્કાયફૉલ', 2017ની 'બ્યૂટી એન્ડ ધ બીસ્ટ' અને 'ફ્રોઝન' ફિલ્મનો સમાવેશ થાય છે.

ઘણાં સુપરહીરો રહી ગયા પાછળ

ઇમેજ સ્રોત, MARVEL/DISNEY
ગત અઠવાડિયાના બ્રિટનના આંકડાથી જાણવા મળ્યું છે કે 'બ્લેક પેન્થર'એ 'આયર્ન મેન', 'થોર' અને 'કેપ્ટન અમેરિકા' જેવી સુપરહીરો વાળી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને ત્રણ અઠવાડિયામાં આશરે 3.5 કરોડ પાઉન્ડની કમાણી કરી છે.
બ્રિટનમાં અત્યાર સુધી રિલીઝ થયેલા માર્વેલ સ્ટૂડિયોની 18 ફિલ્મોમાં આ ફિલ્મ કરતા વધારે માત્ર બે ફિલ્મોએ કમાણી કરી છે.
2015માં આવેલી 'એવેંજર્સઃ એજ ઑફ એલ્ટ્રોન' ફિલ્મે ચાર કરોડ પાઉન્ડની કમાણી કરી હતી તો 2012માં રિલીઝ થયેલી 'એવેંજર્સ'એ પણ ચાર કરોડ પાઉન્ડની કમાણી કરી હતી.
ફિલ્મને સફળતા મળશે તેવી આશા શરૂઆતથી કરવામાં આવી હતી. અમેરિકા અને કૅનેડામાં અઠવાડિયાની શરૂઆતમાં જેટલી કમાણીની આશા કરવામાં આવી રહી હતી, તેના કરતા તેણે બે ગણી વધારે કમાણી કરી છે.
ગત મહિને ફિલ્મના નિર્દેશક કૂગલરે ભાવૂક પત્ર લખીને સમર્થકોનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું હતું, "હું આ ક્ષણનો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું, એ મને સમજાતું નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












