આ ગ્રાફિક્સ નથી, રિયલ લાઇફ તસવીરો છે!

બ્રાઝીલની તસવીર

ઇમેજ સ્રોત, MARCIO CABRAL

ઇમેજ કૅપ્શન, આ તસવીર માર્કિઓ ક્રેબેલની છે કે જેમણે પ્રતિયોગિતા જીતી છે

ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર માટે જજોને દુનિયાભરના ફોટોગ્રાફરની હજારો તસવીરો મળી.

પરંતુ તેમાં બાજી મારી બ્રાઝીલ સ્થિત બ્રાસીલીયાના માર્કિઓ કેબ્રેલની તસવીરે. આ તસવીરને તેમણે શીર્ષક આપ્યું હતું 'સેર્રાડો સનરાઇઝ'.

'ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર'ના મેનેજીંગ ડાયરેક્ટર ટાયરૉન મૅકગ્લિન્ચીએ કહ્યું, "માર્સિઓએ વનસ્પતિ જગતની અદભૂત તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી છે.

"તેમાં તેમણે પેપલન્થસ ચિકિટન્સિસ નામના ફૂલોને દર્શાવ્યા છે. તસવીરમાં એવું દેખાઈ રહ્યું છે જાણે ફૂલના અસંખ્ય રેશા સૂર્યની પહેલી કિરણને પોતાની તરફ ખેંચી રહ્યા છે."

આ પ્રતિયોગિતામાં એકએકથી ચડિયાતી સુંદર કુદરતી તસવીરો જોવા મળી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

તસવીરોના માધ્યમથી દરેક પ્રકારની ઋતુને કૅમેરામાં કેદ કરવામાં આવી છે.

ચીનમાં ચોખાના ખેતરોથી માંડીને ફૂલોથી સજ્જ ઑસ્ટ્રિયાના બગીચાઓની તસવીરોનો સમાવેશ થાય છે.

line

ડોરસેટ

જાંબલી રંગના હીધરના છોડ

ઇમેજ સ્રોત, MARK BAUER

આ તસવીર ડૉરસેટની છે. ફોટોગ્રાફર માર્ક બ્યુઅરે 'સ્ટેબોરો હીધ નેશનલ નેચુરલ રિઝર્વ'માં હીથર એટલે કે જાંબુડિયા ફૂલવાળા છોડની ફેલાયેલી ચાદરની તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી હતી.

line

મૂન ગેટ

મૂન ગેટ

ઇમેજ સ્રોત, ANNIE GREEN-ARMYTAGE

એની ગ્રીનના કૅમેરામાંથી કેદ થયેલી આ તસવીર જર્મનીના બવેરિયાની છે. તેમની આ તસવીરમાં 'મૂન ગેટ' દર્શાવવામાં આવ્યો છે.

line

ગોલ્ડન રાઇસ

ચીનમાં ગોલ્ડન રાઇસની ખેતી

ઇમેજ સ્રોત, SHAOFENG ZHANG

ઊંચી નીચી જમીન પર 'ગોલ્ડન રાઇસ'ની ખેતીની આ તસવીર ચીનમાં લેવામાં આવી છે. આ તસવીરને શેઓફેંગ ઝેંગે પોતાના કૅમેરામાં કેદ કરી છે.

line

ચીનનો મેડિકલ પ્લાન્ટ

મેડિકલ પ્લાન્ટની તસવીર

ઇમેજ સ્રોત, YI FAN

ચીનના યી ફેન નામના ફોટોગ્રાફરે પહાડી વિસ્તાર યુનાનમાં ઉગેલા ખતરનાક મેડિકલ પ્લાન્ટની તસવીર લીધી હતી.

line

ઇયળ છે કે હેરસ્ટાઇલ!

ઇયળની તસવીર

ઇમેજ સ્રોત, MINGHUI YUAN

આ તસવીર ચીનના વુહાન સિટીની છે. તસવીરમાં ઇયળ જેવું એક જીવ જોવા મળી રહ્યું છે અને તેનો આકાર જણાય છે કે જાણે કોઈ હેરસ્ટાઇલ હોય.

line

પૉલરાઇઝ્ડ લાઇટ

વુડેન સ્ટ્રક્ચર

ઇમેજ સ્રોત, STEVE LOWRY

ઉત્તર આયર્લૅન્ડના સ્ટિવ લાઉરી નામના ફોટોગ્રાફરે પૉલરાઇઝ્ડ લાઇટની મદદથી લાકડાનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું.

line

વૅલ બસસ્કગ્ના

ઇટલી

ઇમેજ સ્રોત, MAURO TRONTO

ઇટલીના પિડમોન્ટ સ્થિત 'વૅલ બસસ્કગ્ના'ની તસવીર મૌરો ટ્રાન્ટો નામના ફોટોગ્રાફર દ્વારા રજૂ કરાઈ હતી.

line

વાહ...શું સુગંધ છે!

ઑસ્ટ્રિયાની તસવીર

ઇમેજ સ્રોત, HENRIK SPRANZ

આ તસવીર ઑસ્ટ્રિયાના વિયેનાની છે કે જેમાં ઉંદર જેવું એક નાનું પ્રાણી ફૂલની સુગંધ લઈ રહ્યું છે. આ તસવીરને હેનરિક સ્પ્રેન્ઝે રજૂ કરી હતી.

line

લક્ઝમબર્ગ

લક્ઝમબર્ગમાં ફેલાયેલો બરફ

ઇમેજ સ્રોત, MARIANNE MAJERUS

લક્ઝમબર્ગ સ્થિત એન્સમબર્ગના ન્યૂ કાસલની આ તસવીર મારિયાના મજેરસે લીધી હતી. તેમાં તેમણે બરફથી જામેલો વિસ્તાર દર્શાવ્યો છે.

લિલિપેડ

ઇમેજ સ્રોત, CATHRYN BALDOCK

કેથરીન બેલડોકને અમૂર્ત ચિત્રકળાની કેટેગરીમાં વિજેતા ઘોષિત કરાયા હતા. તેમણે મલ્ટીપલ લીલીપેડની એક સુંદર તસવીર રજૂ કરી હતી.

line

ઇસ્ટ સસેક્સ

ઇસ્ટ સસેક્સની તસવીર

ઇમેજ સ્રોત, JOHN GLOVER

જોન ગ્લોવરે ઇસ્ટ સસેક્સમાં સૂર્યોદયની આ સુંદર તસવીર પ્રતિયોગિતામાં રજૂ કરી હતી.

line

વેલ્સ

બ્લેકબર્ડ

ઇમેજ સ્રોત, ALAN PRICE

વેલ્સના ગ્વિનેડમાં આ ફિમેલ બ્લેકબર્ડ વૃક્ષો તરફ જોઈ રહ્યું છે અને માળો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ તસવીર એલન પ્રાઇસ દ્વારા લેવામાં આવી હતી.

વેલ્સના ગાર્ડન

ઇમેજ સ્રોત, NIGEL MCCALL

વેલ્સના કાર્માથેન્શાયર સ્થિત એબરગ્લેસની ગાર્ડનની આ તસવીરમાં ઓગસ્ટ મહિનાનું દૃશ્ય રજૂ કરાયું છે. તેમાં ફળ અને ફૂલની સુંદર તસવીર જોવા મળી રહી છે.

line

સ્લોવેનિયા

સ્લોવેનિયાની તસવીર જેમાં કાંદા જેવા મૂળવાળા ફૂલછોડ જોવા મળી રહ્યા છે

ઇમેજ સ્રોત, ANNE MAENURM

આ તસવીર સ્લોવેનિયાની છે કે જેને મે મહિનામાં લેવામાં આવી હતી. તસવીરમાં જમીનનો ભાગ કાંદા જેવા મૂળવાળા ફૂલછોડથી ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

line

નેધરલેન્ડ

નેધરલેન્ડમાં કરોળિયાની કરામત

ઇમેજ સ્રોત, HANS VAN HORSSEN

આ તસવીર નેધરલેન્ડની છે. તેમાં જોવા મળી રહ્યું છે એક કરોળિયું હેલેનિયમ નામના ફૂલનો ઉપયોગ કરી એક જાળ બનાવી રહ્યું છે.

line

કૅનેડા

કૅનેડાના એક પાર્કની તસવીર

ઇમેજ સ્રોત, ANDREA POZZ

આ તસવીર કૅનેડાના યુકોન વિસ્તારની છે. તેમાં ટોમ્બસ્ટોન ટેરિટોરિયલ પાર્ક દર્શાવવામાં આવ્યો છે. તેને જોતા જ એક ક્ષણ માટે ઉંડો શ્વાસ લેવાની ઇચ્છા થઈ જાય તેવો આ પાર્ક છે.

line

લંડન

લંડનમાં પુલ્સેટીલા ફુલ

ઇમેજ સ્રોત, ALISON STAITE

એલીસન સ્ટેઇટ નામનાં ફોટોગ્રાફરે પુલ્સેટીલ્લા નામના ફુલની તસવીર રોયલ બોટાનિક ગાર્ડનમાં લીધી હતી. આ ગાર્ડ લંડનના ક્યૂમાં સ્થિત છે.

line

જર્મની

જર્મનીમાં જાંબુડિયા રંગના લટકતાં ફૂલવાળા વેલા

ઇમેજ સ્રોત, VOLKER MICHAEL

જાંબુડિયા રંગના ફૂલવાળા આ વેલાની તસવીર જર્મનીમાં લેવાઈ હતી.

સુકાં ફૂલ

ઇમેજ સ્રોત, FRANTISEK RERUCHA

આ તસવીર, કે જેમાં સૂકાં ફૂલ જોવા મળી રહ્યાં છે, માટે ફોટોગ્રાફર ફ્રાન્ટીસ્ક રેરુચાની ખૂબ પ્રશંસા થઈ હતી.

line

સ્કૉટલૅન્ડ

સ્કોટલેન્ડના પાઇન વૃક્ષોની તસવીર

ઇમેજ સ્રોત, WILLIAM DORE

સ્કૉટલૅન્ડમાં લેવાયેલી આ તસવીરમાં દૂર દૂર સુધી પાઇનના વૃક્ષો ફેલાયેલા જોવા મળી રહ્યા છે.

કાળી સુક્કી દ્વાક્ષ

ઇમેજ સ્રોત, MASUMI SHIOHARA

સુકી દ્રાક્ષના આ નાના વેલાની તસવીરને પણ પ્રતિયોગિતામાં ખૂબ પ્રશંસા મળી હતી.

line

ઉત્તરી અમેરિકા

સૂર્યમુખીના ફૂલ પર બેઠેલી માખીઓ

ઇમેજ સ્રોત, CLAY BOLT

આ તસવીરમાં ફોટોગ્રાફર ક્લે બોલ્ટે ઉત્તરી અમેરિકાની મધમાખીઓને રજૂ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો