તપતી ધરતી વગાડી રહી છે ખતરાની ઘંટી!

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ALAMY STOCK PHOTO

ઇમેજ કૅપ્શન, ધરતીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે

માનવીય પ્રવૃત્તિઓ હવે તમારી આસપાસ જ નહીં, પણ ધરતીના જળવાયુનો સ્વભાવ પણ નક્કી કરે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પ્રકૃતિની સાથે મનુષ્યોની છેડતી કારણે ધરતીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી 'નાસા' અને બ્રિટનના હવામાન વિભાગે પુષ્ટી કરી છે કે ગત વર્ષ, એટલે કે વર્ષ 2017 અલ નીનો વગર સૌથી ગરમ વર્ષ રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ બન્ને સંગઠનોએ આંકડા જાહેર કર્યા છે. તેના આધારે 2017 અત્યાર સુધીનું બીજું અથવા તો ત્રીજું ગરમ વર્ષ હતું.

લગભગ 167 વર્ષના આંકડાની મદદથી તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ખરેખર ચિંતાનો વિષય છે.

line

કુદરત પર ભારે પડી રહ્યો છે મનુષ્ય

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, 2017 અત્યાર સુધીનું બીજું અથવા તો ત્રીજું ગરમ વર્ષ હતું

બ્રિટનના હવામાન વિભાગના કાર્યકારી ડાયરેક્ટર પ્રોફેસર પીટર સ્ટૉટ જણાવે છે, "આ આંકડામાં ખાસ વાત એ છે કે વર્ષ 2017માં અલ નીનોની અસર ન હતી. તેમ છતાં 2017 સૌથી ગરમ વર્ષોમાંથી એક સાબિત થયું છે."

"તેનો મતલબ સ્પષ્ટ છે કે પ્રાકૃતિક જળવાયુ પ્રક્રિયાઓ પર હવે માનવીય પ્રવૃત્તિઓ ભારે પડી રહી છે."

ચોંકાવનારી વાત તો એ છે કે 2017, વર્ષ 1998 કરતા પણ વધારે ગરમ હતું.

1998માં ધરતીની ગરમી માટે અલ નીનોને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.

હાલ જ નાસાએ પોતાના એક અધ્યયનમાં દાવો કર્યો હતો કે અલ નીનોના કારણે એન્ટાર્કટિકામાં વાર્ષિક દસ ઇંચ બરફ પીગળે છે.

line

હવામાન ચક્રમાં ફેરફાર

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, ERIC GUTH

ઇમેજ કૅપ્શન, અલ નીનોના કારણે એન્ટાર્કટિકામાં વાર્ષિક દસ ઇંચ બરફ પીગળે છે

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અલ નીનો સમુદ્રના ગરમ પાણીનો પ્રવાહ એન્ટાર્કટિકા તરફ વહેતો કરે છે જેના કારણે બરફ પીગળી રહ્યો છે.

અલ નીનો એક મોસમી પરિસ્થિતિ છે કે જે પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગ એટલે કે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં મહાસાગરની સપાટીએ પાણીનું તાપમાન વધવાને કારણે ઉત્પન્ન થાય છે.

તેના કારણે હવામાનનું સામાન્ય ચક્ર બગડી જાય છે અને દુષ્કાળ તેમજ પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓ આવે છે.

ચિંતા એ માટે વધી જાય છે કે વર્ષ 1850 બાદ સૌથી ગરમ 18 વર્ષોમાંથી 17 વર્ષ આ જ સદીના છે.

વિશ્વ હવામાન સંગઠનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમર બદૌર જણાવે છે, "સૌથી ગરમ વર્ષોનું રેંકિંગ કોઈ મોટા સમાચાર નથી. મોટા સમાચાર અને મોટો સવાલ છે તેનો ટ્રેન્ડ."

"એટલે કે તમારે તેનું વલણ જોવું પડશે અને જોવું પડશે કે સમુદ્રના બરફ જેવા અન્ય જળવાયુ પર શું અસર પડી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો