સાઉદી અરબ: પ્રદર્શન કરનારા 11 રાજકુમારની ધરપકડ

સાઉદી અરબના શહેરની એરિયલ તસવીર

ઇમેજ સ્રોત, AFP

સાઉદી અરબના એ 11 રાજકુમારની ધરપકડ કરવામાં આવી છે જેમણા રાજમહેલની બહાર પ્રદર્શન કર્યું હતું.

રાજવી પરિવારોના વીજળી અને પાણીના બિલ સરકારી તિજોરીમાંથી ન ભરવાના નિર્ણયનો આ રાજકુમારો વિરોધ કરી રહ્યા હતા.

આ રાજકુમારોના નામ હજુ જાહેર નથી કરાયા.

સાઉદી અરબ સરકારે નિર્ણય કર્યો છે કે રાજવી પરિવાર સાથે જોડાયેલા લોકો પોતાના બિલની ચૂકવણી જાતે જ કરશે.

તમને આ પણ વાંચવું ગમશે

સરકારે જાહેર ખર્ચોમાં કાપ મૂક્યો છે. સરકારે કેટલાય પ્રકારની સબસિડી પણ બંધ કરી છે.

સાઉદી અરબે નવા વર્ષથી સ્થાનિક બજારમાં પેટ્રોલ ઉત્પાદનોના ભાવ ડબલ કરી દીધા હતા.

line

ગયા વર્ષથી થઈ રહ્યો છે બદલાવ

રાજકુમારોના પ્રદર્શનની ખબર સૌપ્રથમ એક સાઉદી વેબસાઇટે પ્રકાશિત કરી હતી.

સમાચાર એજન્સી રોઇટર્સ પ્રમાણે સાઉદી અરબના સરકારી વકીલે નિવેદન જાહેર કરી રાજકુમારોની ધરપકડની પુષ્ટિ કરી છે.

આ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી. આ રાજકુમારોને એક અતિ સુરક્ષિત જેલમાં રાખવામાં આવ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેવાયેલા પગલાંને લઈ કેટલાય રાજકુમારો અને મંત્રીઓની ધરપકડ કરાઈ હતી.

સાઉદી અરબના રાજવી પરિવારમાં હજારો લોકો છે. પરંતુ ધન અને સામાજિક આબરૂની દૃષ્ટિએ બધા અલગઅલગ સ્થાને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો