હિંદુ અબજપતિએ બનાવી મુસ્લિમો માટે મસ્જિદ!

"હું જનસંઘી છું. તમે મારા જનસંઘ બૅકગ્રાઉન્ડ વિશે કંઈ પૂછ્યું જ નથી." આ શબ્દો હતા અબૂધાબીમાં પ્રવાસી ભારતીય ડૉક્ટર બી. આર. શેટ્ટીના.
હું જનસંઘ સાથેના તેમના સંબંધો અંગે કંઈ પૂછું એ પહેલાં તેઓ જાતે જ બોલી પડ્યા.
અબજો ડોલરના માલિક ડૉક્ટર શેટ્ટી એક જનસંઘી તો છે પરંતુ તેઓ ખુલ્લું મન પણ ધરાવે છે.
તેઓ કદાચ પહેલા એવા જનસંઘી છે જેમણે મુસ્લિમો માટે મસ્જિદ બનાવી છે.
અબૂ ધાબીમાં તેમની હૉસ્પિટલમાં બનેલી મસ્જિદ નાની છે પણ સુંદર છે.
તમને આ પણ વાંચવું ગમશે

દુબઈમાં પહેલેથી જ બે મંદિર છે

અબુધાબીમાં મંદિરનું નિર્માણ કરાવનાર એક સમિતિના તેઓ અધ્યક્ષ પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં અમીરાતના પ્રવાસે ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમયે મંદિર માટે અબૂ ધાબી સરકારે જમીન આપવાનું એલાન કર્યું હતું.
મંદિર નિર્માણનું કાર્ય આગામી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. જેની જવાબદારી શેટ્ટીના ખભા પર છે.
આમ તો દુબઈમાં પહેલેથી બે મંદિર અને એક ગુરુદ્વારા છે.
હજારો પ્રવાસી ભારતીયોએ અમીરાતમાં મોદીનું સ્વાગત કર્યું હતું.
સ્વાગતના આ કાર્યક્રમને સફળ બનાવનારા બીજા કોઈ નહીં પણ ડૉક્ટર શેટ્ટી જ હતા.
શેટ્ટી અમીરાતમાં પાંચ સૌથી ધનવાન ભારતીયોમાંથી એક છે.
તેઓ અમીરાતમાં સ્વાસ્થ્ય સેવાઓની સૌથી મોટી કંપની ન્યૂ મેડિકલ સેન્ટરના માલિક છે. જે સંખ્યાબંધ હૉસ્પિટલ અને ક્લિનિક ધરાવે છે.
યુએઈ એક્સચેન્જ નામની મની ટ્રાન્સફર કંપનીના પણ તેઓ માલિક છે.
આ સિવાય તેમણે વર્ષ 2014માં વિદેશી મુદ્રા કંપની "ટ્રેવેક્સ"ને ખરીદી હતી જેની 27 દેશોમાં શાખાઓ છે.

ડૉક્ટર શેટ્ટીનું જીવન રંકથી રાજા બનવાની એક કહાણી છે.
તેમનો જન્મ કર્ણાટકના ઉડુપીમાં 1942માં થયો હતો અને તેમણે શિક્ષણ પણ ત્યાંથી જ મેળવ્યું હતું.
પોતાના નસીબ ચમકાવવા ખીસ્સામાં થોડા પૈસા લઇને તેઓ વર્ષ 1973માં દુબઈ પહોંચ્યા હતા. ત્યારે તેમની પાસે નોકરી ન હતી.
જૂના દિવસોને યાદ કરતા તેઓ કહે છે, "હું ઉધારીના થોડા ડોલર ખીસ્સામાં લઈને ઓપન વિઝા સાથે અહીં આવ્યો હતો. મારી પાસે કોઈ નોકરી ન હતી."
"તે સમયે મને કોઈ નોકરી મળી ન હતી. ગમે તે પરિસ્થિતિમાં મારે કામ કરવું હતું. ઘરની જવાબદારી હતી. જેના કારણે હું પરત ન ફર્યો."

ઘરે ઘરે જઈ દવા વેંચવાથી કરી શરૂઆત

નોકરી ન મળી છતાં તેઓ હિંમત ન હાર્યા. તેઓ ભારતથી ફાર્માસિસ્ટની ડિગ્રી લઇને દુબઈ પહોંચ્યા હતા. આ શિક્ષણ તેમને કામ લાગ્યું.
તેઓ કહે છે, "મેં સેલ્સમેનની નોકરી કરી. ઘરે ઘરે જઈ દવાઓ વેંચી."
ડૉક્ટરો પાસે સેમ્પલ લઈને ગયો અને આ રીતે સંયુક્ત અરબ અમીરાતનો હું પહેલો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ બની ગયો."
ધીરે ધીરે અમીરાતમાં તેમના માટે દરવાજા ખુલવા લાગ્યા અને તેઓ સફળતાની સીડીઓ ચઢતા ગયા.
ભારતીયોને પોતાના પરિવારોને પૈસા મોકલવામાં તકલીફ પડે છે.
તો તેમણે વર્ષ 1980માં યુએઈ ચેક્સચેન્જની સ્થાપના કરી જે હવે એક મોટી કંપની છે.
તેઓ કહે છે, "સમગ્ર ભારતમાં અને તેના સિવાય ફિલીપાઇન્સ અને શ્રીલંકા સહિત 24 દેશોમાં અમે પૈસા મોકલી રહ્યા છીએ જેની રકમ વાર્ષિક 8 અબજ ડોલર જેટલી છે."

એપીજે અબ્દુલ કલામે કર્યું હતું શેટ્ટીની કંપનીનું ઉદ્ઘાટન

પરંતુ શું ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના જમાનામાં કોઈને અહીંથી ઘરે પૈસા મોકલવા માટે તેમની કંપનીની જરૂર પડશે?
શેટ્ટીના જણાવ્યા અનુસાર તેનાંથી તેમની કંપનીને ફાયદો પહોંચ્યો છે, નુકસાન નહીં.
તેઓ કહે છે, "મોબાઇલ એપ્લીકેશનના કારણે મારે નવી શાખા ખોલવામાં પૈસા નથી ખર્ચવા પડતા. કર્મચારીઓના પગારના પૈસા બચી જાય છે."
તેઓ ઉમેરે છે, "હવે તમે તમારા ફોનની એપ્લીકેશનની મદદથી ઘરે પૈસા મોકલી શકો છો અને તમારા દેશમાં આ પૈસા સીધા તમારા ખાતામાં પહોંચી જશે. તેનાંથી અમારા વેપારને ફાયદો થયો છે."
શેટ્ટીએ વર્ષ 2003માં ફાર્માસ્યુટિકલ નિર્માતા એનએમસી ન્યૂફોર્માની સ્થાપના કરી હતી જેનું ઉદ્ઘાટન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એપીજે અબ્દુલ કલામે કર્યું હતું.
તેમણે વર્ષ 2014માં વિદેશી મુદ્રા કંપની "ટ્રેવેક્સ"ને પણ ખરીદી લીધી હતી. આજે તેઓ એક અનુમાનના આધારે લગભગ 4 અબજ ડોલરના માલિક છે.
એક બેરોજગાર યુવાનથી એક અબજપતિ કઈ રીતે બન્યા?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "મારી સફળતા પાછળ સૌથી મોટું કારણ છે શેખ ઝાયેદ (ઝાયેદ બિન સુલ્તાન અલ નાહયાન અમીરાતના સંસ્થાપક અને અહીંના મોટા માણસ છે)ની સલાહ, ગુણવત્તા અને સામર્થ્ય. હું તેમાં નૈતિકતા પણ જોડું છું."

રહેવા માટે આ સૌથી સારો દેશ

કદાચ એ જ કારણ છે કે તેમને શેખ ઝાયેદના અમીરાત સાથે ખૂબ લગાવ છે. આ દેશના વખાણ કરતા તેઓ થાકતા નથી.
તેઓ કહે છે, "હું તમને ખૂબ જ ખુશી સાથે કહું છું કે આ રહેવા માટે ખૂબ જ સારો દેશ છે."
"હું અહીં યોગ્ય સમયે આવ્યો હતો. અલ્લાહ મને અહીં લઇને આવ્યા હતા."
સ્પષ્ટ છે કે અમીરાત સાથે ખૂબ જ પ્રેમભાવ જ એ કારણ છે કે આ દેશે શેટ્ટીને બધું જ આપ્યું.
તેઓ કહે છે કે જો તેઓ ભારતમાં રહી ગયા હોત તો તેમને એટલી સફળતા ન મળતી.

મારી બે માતાઓ છે

તો શું તેમના મનમાં પોતાના દેશ માટે કોઈ ભાવના નથી? આ સવાલ પર તુરંત તેમણે પોતાનો રાજકીય જવાબ કંઈક આ રીતે આપ્યો.
"હું હંમેશા કહું છું કે મારી બે માતાઓ છે- એક મારી માતૃભૂમિ (ભારત) અને એક આ માતા (અમીરાત) જેણે મારી દેખરેખ કરી."
"હું સંપૂર્ણપણે આ દેશ માટે પ્રતિબદ્ધ છું. સાથે જ મારા દેશ માટે પણ પ્રતિબદ્ધ છું."
શેટ્ટીને ત્રણ સંતાનો છે પરંતુ તેમના કહેવા પ્રમાણે સંતાનોએ જાતે જ પોતાનું ભવિષ્ય બનાવ્યું છે અને પોતાના પગ પર ઊભા થયાં છે.
તો શું આટલો મોટો વેપાર અને સામ્રાજ્ય તેમનાં સંતાનોને વિરાસતમાં નહીં મળે?
તો જવાબ આવ્યો, ના. શેટ્ટી એક ટ્રસ્ટ બનાવવા માગે છે કે જે તેમના બાદ તેમનો વેપાર ચલાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












