સિડની નજીક સી-પ્લેન ક્રેશ થતા છ લોકોનાં મૃત્યુ

ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઉત્તરમાં આશરે 50 કિલોમીટર દૂર નદીમાં સી-પ્લેન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયા છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર હૉક્સબરી નદીમાં આ ક્રેશની ઘટના બની હતી.

પોલીસના મરજીવાઓએ 43 ફૂટ ઊંડેથી છ લાશોને બહાર કાઢી હતી.

લોકલ મીડિયા મુજબ આ એરક્રાફ્ટ સિડની સી-પ્લેન કંપનીનું હોવાનું બહાર આવ્યું છે.

તમને આ વાંચવું પણ ગમશે

આ પ્લેન ક્રેશ શા માટે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.

બિનસત્તાવાર રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 11 વર્ષનું બાળક, પાઇલટ અને ચાર બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા છે.

બ્રિટિશ ફોરેન ઑફિસે જણાવ્યું હતું કે તેઓ કૉન્સુલર મદદમાં લાગી ગયા છે.

ઘટનાસ્થળે ઉપસ્થિત મહિલા અનુસાર હવામાન એટલું ચિંતાજનક નહોતું.

ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ 9ન્યૂઝને જણાવ્યા અનુસાર પ્લેન જ્યારે પાણીમાં ધસી રહ્યું હતું ત્યારે તેમનાં માથાથી આશરે 500 મીટર ઊંચેથી પસાર થયું હતું.

તેમના જણાવ્યા અનુસાર જમણી તરફ વળીને આખું સી-પ્લેન પલટી મારી ગયું હતું. પાંખો પહેલા પાણીમાં ગઈ અને પછી આખું પ્લેન સીધું પાણીમાં ઊતરી ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો