ઈરાન : એક શહેરમાંથી શરૂ થયેલાં વિરોધપ્રદર્શનો અન્ય શહેરો સુધી ફેલાયાં

સરકારી વિરોધી પ્રદર્શનોની તસવીર

ઇમેજ સ્રોત, UGC

ગુરુવારે ઈરાનના મશહદ શહેરમાં સરકાર વિરોધીપ્રદર્શન થયાં હતાં, જે શુક્રવારે દેશનાં અનેક શહેરોમાં ફેલાઈ ગયાં હતાં.

મોંઘવારીનાં મુદ્દે પ્રદર્શનની શરૂઆત થઈ હતી, પરંતુ તેમાં મૌલવીઓનાં શાસન સામે વિરોધના સૂર પણ ભળ્યા હતા.

રાજધાની તહેરાનમાં વિરોધપ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

વિરોધ પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, UGC

સંવાદદાતાઓનું કહેવું છે કે, 2009ની વિવાદાસ્પદ ચૂંટણીઓ પછી શરૂ થયેલા વિરોધપ્રદર્શનો બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે.

લોકો રસ્તાઓ ઉપર ઉતરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. સરકારે આ પ્રકારના પ્રદર્શનો સામે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી છે.

અમુક શહેરોમાં પોલીસ કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

ઇમેજ સ્રોત, UGC

સરકારે ગેરકાયદેસર રીતે એકઠા થવા સામે ચેતવણી આપી છે. આમ છતાંય વિરોધપ્રદર્શનો માટે એકઠાં થવા માટે સોશિયલ મીડિયા પર અપીલો કરવામાં આવી રહી છે.

જેમાં સરકારને કહેવામાં આવી રહ્યું છે કે, 'સીરિયાને પડતું મૂકો, અમારું વિચારો'. ઉલ્લેખનીય છે કે, સીરિયામાં બશર-અલ-અશદના શાસનને ઈરાન ટેકો આપી રહ્યું છે.

ગુરુવારનાં પ્રદર્શનો બાદ મશહદમાં 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે કરમનશાહ શહેરમાં શુક્રવારે પ્રદર્શનકારીઓ તથા સુરક્ષા બળો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

line

અધિકારીઓ હતપ્રભ

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની તસવીર

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સામે અનેક આર્થિક સમસ્યાઓ

બીબીસી ફારસી સેવાના કસરા નાજીના કહેવા પ્રમાણે, આ વિરોધપ્રદર્શનોથી સરકારી અધિકારીઓ હતપ્રભ છે. સામાન્ય જનતા પર રેવોલ્યુશનરી ગાર્ડ તથા અન્ય ગુપ્તચર એજન્સીનું સામાન્ય જનતા પર ભારે પ્રભુત્વ છે.

અમુક શહેરોમાં સો જેટલા તો અમુક શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી ફારસીની એક તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં ઈરાનના લોકો 15 ટકા ગરીબ બન્યાં છે.

લોકોનાં કલ્યાણ માટે નાણાં ખર્ચવાના બદલે સરકાર શિયા ઇસ્લામના પ્રચાર માટે ખર્ચી રહી છે. જેનાં કારણે કેટલાક લોકો નારાજ છે.

ઈરાનની સરકારનું કહેવું છે કે વિદેશી ગુપ્તચર એજન્સીઓ દેશની સરકારને અસ્થિર કરવા માટે પ્રયાસરત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો