#ByeBye2017 : વાઇલ્ડ લાઇફની રમૂજી તસવીરો

માથાભારે વાંદરાઓની ધૂમ સ્ટાઇલ મસ્તી અને 'ગીત ગાતી' માછલીઓ ઉપરાંત બીજી કેટલીક તસવીરો.

માથાભારે વાંદરાઓ

ઇમેજ સ્રોત, KATY LAVECK-FOSTER

ઇમેજ કૅપ્શન, બે માથાભારે વાંદરાઓ બાઇક ચલાવવાની કોશિશ કરી રહ્યા છે જેને કૅટી લાવેક-ફોસ્ટરે કૅમરામાં કેદ કર્યા છે
ગોલ્ફ કોર્સ

ઇમેજ સ્રોત, DOUGLAS CROFT

ઇમેજ કૅપ્શન, ગોલ્ફ કોર્સના હોલ (છિદ્ર)નો જે પ્રકારે શિયાળ ઉપયોગ કરી રહ્યું છે, કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ડગ્લાસ ક્રોફ્ટની આ રમૂજી તસવીરમાં ટાઇમિંગનું ખૂબ મહત્વ છે
મડસ્કિપર્સ (કાદવમાં ઉછરતી માછલી)

ઇમેજ સ્રોત, DANIEL TRIM

ઇમેજ કૅપ્શન, ડેનિયલ ટ્રીમે બે મડસ્કિપર્સ (કાદવમાં ઉછરતી માછલી)ને ગીત ગાતા મૂડમાં કૅમરામાં ઝડપી લીધી.
જળબિલાડી.

ઇમેજ સ્રોત, Penny Palmer/Barcroft Images

ઇમેજ કૅપ્શન, એક ખૂબ જ ખુશ જળબિલાડીની આ તસ્વીર કૅલિફોર્નિયામાં પેની પામરે લીધી હતી.
ઘુવડો.

ઇમેજ સ્રોત, Tibor Kercz/Barcroft Images

ઇમેજ કૅપ્શન, 3500 અરજીઓથી ટિબોર કરકઝને આ તસવીર માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને અપાયેલી ટ્રૉફી ટાન્ઝાનિયાના દિવ્યાંગ સ્ત્રી-પુરુષો એ બનાવી હતી.
ઉંદર.

ઇમેજ સ્રોત, Andrea Zampatti/Barcroft Images

ઇમેજ કૅપ્શન, 'ડૉર્માઉસ' નામની ઉંદરની પ્રજાતિ શિયાળામાં ઉંઘરી રહે છે. 'ડૉર્માઉસ'ની આ તસ્વીર ઍન્ડ્રિયા ઝંપાટ્ટીએ લીધી હતી. જેને 'ઑન ધ લૅન્ડ' શ્રેણી હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કાચબો અને એક માછલીની પ્રજાતિ.

ઇમેજ સ્રોત, Troy Mayne/Barcroft Images

ઇમેજ કૅપ્શન, સમુદ્ર એક વિશાળ વિસ્તાર હોવા છતાં પણ, સમુદ્રતળ શ્રેણી હેઠળ વિજેતા ટ્રૉય મેનની આ તસવીર બતાવે છે કે આ જીવો પણ ક્યારેક ગરબડ કરી નાખે છે.
આકાશમાં ઊડતાં પક્ષીઓ.

ઇમેજ સ્રોત, John Threlfal/Barcroft Media

ઇમેજ કૅપ્શન, પ્રેસ્ટન, લેન્કેશરના આકાશમાં ઊડતાં બતકોના સમુદાયની આ તસવીર માટે ફોટોગ્રાફર જ્હોન થ્રેલફાલને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પૅન્ગ્વિનસ ચર્ચની સામે.

ઇમેજ સ્રોત, Carl Hnery/Barcroft Images

ઇમેજ કૅપ્શન, 'ટેક મી ટૂ ધ ચર્ચ' નામની આ તસવીર માટે કાર્લ હેનરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ઘાસ ખાતું સસલું.

ઇમેજ સ્રોત, Olivier Colle/Barcroft Images

ઇમેજ કૅપ્શન, 'વૉટ્સ અપ ડૉક?' નામની આ તસવીર ઓલિવીએ કોલે લીધી હતી.
ધ્રુવીય રીંછ.

ઇમેજ સ્રોત, Daisy Gillardini/Barcroft Media

ઇમેજ કૅપ્શન, કૅનેડાના માનિટોબા વિસ્તારમાં ફોટોગ્રાફર ડેઝી ગિલાર્ડીની દ્વારા લેવાયેલી ધ્રુવીય રીંછોની આ તસવીર અંતિમ અરજીઓમાંથી એક હતી.
હરણની એક પ્રજાતિ.

ઇમેજ સ્રોત, Jean-Jacques Alcalay/Barcroft Images

ઇમેજ કૅપ્શન, આફ્રિકાની હરણની એક પ્રજાતિ 'વિલ્ડિબીસ્ટ'નાં જૂથનો આ ફોટો જ્હોન-ઝાક એલકલે દ્વારા લેવામાં આવ્યો હતો.
રીંછ.

ઇમેજ સ્રોત, Bence Mate/Barcroft Images

ઇમેજ કૅપ્શન, લવેર્સ અંડર ધ સ્ટાર્સ' નામની ધ્રુવીય રીંછોની આ તસવીર બેન્સ મેટે લીધી હતી.
સીલ.

ઇમેજ સ્રોત, George Cathcart/Barcroft Images

ઇમેજ કૅપ્શન, કૅલિફોર્નિયા સ્થિત સેન સિમિઓન વિસ્તારમાં દરિયાઈ પ્રાણીઓ, સીલ્સની આ તસવીર જૉર્જ કૅથકાર્ટે લીધો હતો.