You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ હતાં ગોરીલા સૈનિકો સામે લડનારાં કિમ જોંગ ઉનનાં 'લડાકુ' દાદી?
ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલના દિવસોમાં ત્યાં એક મહિલાનાં 100મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
આ મહિલા છે કિમ જોંગ સુક, જેમને ઉત્તર કોરિયામાં 'યુદ્ધ નાયિકા' તરીકે યાદ કરવમાં આવે છે.
આ કોઈ સાધારણ મહિલા નથી. તેઓ ઉત્તર કોરિયાના સંસ્થાપક નેતા કિમ દ્વિતીય સુંગના પહેલા પત્ની અને વર્તમાન નેતા કિમ જોંગ ઉનનાં દાદી છે.
જણાવવામાં આવે છે કે તેમનો જન્મ 1917માં ક્રિસમસના અવસર પર એક ગરીબ પરિવારના ઘરમાં થયો હતો.
એ પણ કહેવામાં આવે છે કે તેઓ વર્ષ 1930માં જાપાન વિરૂદ્ધ ગોરીલા સૈનિકો વિરૂદ્ધ લડ્યાં હતાં.
તેમનું મૃત્યુ માત્ર 31 વર્ષની ઉંમરે વર્ષ 1949માં થયું હતું. ઔપચારિક દસ્તાવેજોને માનવામાં આવે તો ગોરીલા સૈનિકો સામે લડતા લડતા જ તેમનું મૃત્યુ થયું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
તેમના 100મા જન્મદિવસ પર ઉત્તર કોરિયાનું મીડિયા તેમના યુદ્ધના સમયને રજૂ કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી KCNAના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમ ન માત્ર એક ઉત્કૃષ્ટ મહિલા ક્રાંતિકારી હતાં પણ તેઓ ક્રાંતિના પવિત્ર જનક પણ હતાં.
ઉત્તર કોરિયાએ કિમ જોંગ સુકના સન્માનમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સોના તેમજ ચાંદીના સિક્કા જાહેર કર્યા છે.
કેટલાંક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર કોરિયાનો સમાજ પિતૃસત્તાકછે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા ત્રણ લાખ કર્મચારીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ, બીજા દેશોમાં વસતા કોરિયન નાગરિકો અને વિદેશીઓ આ વર્ષે તેમનાં જન્મસ્થળે પહોંચ્યાં હતાં."
જોકે, કિમ જોંગ સુકના રાજકીય સન્માન ઉત્તર કોરિયાની સામાન્ય મહિલાઓની પરિસ્થિતિ કરતા એકદમ વિરોધાભાસી છે.
અહીંનો સમાજ પિતૃસત્તાક છે અને મહિલાઓને પુરુષ વારિસને જન્મ આપવાથી વધારે મહત્ત્વ નથી આપવામાં આવતું.
સ્થાનિક મીડિયાના આધારે, "કિમ જોંગ સુકનું સૌથી પરાક્રમી કાર્ય એ છે કે તેમણે કિમ જોંગ ઇલનું પાલન પોષણ કર્યું હતું."
"તેમણે દેશની નવી પેઢીને કિમ જોંગ ઇલના રૂપમાં ચમકતો તારો અને એક શાનદાર નેતા આપ્યા જેમને અનેક પેઢીઓ યાદ કરશે."
મહિલાઓની પરિસ્થિતિ સારી નથી
આ સામ્યવાદી દેશમાં વરિષ્ઠ પદો પર મહિલાઓની સંખ્યા નહીવત પ્રમાણમાં છે.
વર્તમાન નેતા કિમ જોંગ ઉનના બહેન કિમ યો જોંગ એકમાત્ર સભ્ય છે કે જેઓ સત્તારૂઢ પાર્ટીમાં સામેલ છે.
2015માં સરકારે મહિલાઓ માટે 23 વર્ષની ઉંમર સુધી સૈન્ય સેવાને અનિવાર્ય કરી નાખી હતી.
એક પૂર્વ સૈનિકે પણ મહિલા સૈનિકોની સ્થિતિ સંબંધે ભયાનક દાવા કર્યા હતા.
ઉત્તર કોરિયાએ પોતાના નાગરિકોને ભલે બહારની દુનિયાથી અલગ કરવા ખૂબ પ્રયાસ કર્યા છે પણ તે છતાં દર વર્ષે લગભગ 1000 લોકો આ દેશમાંથી ભાગવામાં સફળ થઈ જાય છે. તેમાંથી 70% મહિલાઓ હોય છે.
મોટાભાગના લોકો પહાડ અથવા તો નદીના રસ્તે ચીન પહોંચી જાય છે.
ઉત્તર કોરિયાના એક પૂર્વ મહિલા સૈનિકે કહ્યું હતું કે દુનિયાની ચોથી સૌથી મોટી સેનામાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મોટા ભાગે મહિલાઓના માસિકચક્ર સમય પહેલા જ બંધ થઈ જાય છે.
લી સો યેઆને દાવો કર્યો હતો કે અહીં બળાત્કાર, મહિલા સૈનિકોના જીવનનો એક ભાગ બની ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો