You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇટલીનું ગામ જ્યાં વિરાટ-અનુષ્કાનાં લગ્ન થયાં
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતથી હજારો કિલોમીટર દૂર લગ્ન કરી લીધાં છે.
બન્નેએ સોમવારના રોજ પોતાનાં લગ્નની તસવીર ટ્વિટર પર શેર કરી હતી અને એ સાથે જ અફવાઓનો અંત આવ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નના રિસેપ્શનનું આયોજન દિલ્હી તેમજ મુંબઈમાં કરાશે.
પ્રથમ વેડિંગ રિસેપ્શનનું આયોજન 21 ડિસેમ્બરે દિલ્હીમાં થશે. તો બીજા રિસેપ્શનનું આયોજન 26 ડિસેમ્બરે મુંબઈમાં થશે.
આ બન્ને રિસેપ્શનમાં ક્રિકેટ, બૉલિવુડ સહિત વિભિન્ન ક્ષેત્રના લોકોને આમંત્રણ આપવામાં આવશે.
તમને આ પણ વાંચવું ગમશે
વિરાટ અને અનુષ્કાએ અંતિમ સમય સુધી લગ્નની જગ્યાને લઈને ગુપ્તતા જાળવી હતી.
જોકે, ત્યારબાદ તેમના લગ્ન સ્થળ અંગેની માહિતી સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જગ્યા ઇટલીનાં મોટાં શહેર રોમ કે મિલાન નહીં, પણ ફિનોશિટો રિસોર્ટ છે.
તો આખરે આ રિસોર્ટમાં શું વિશેષતા છે જેના કારણે વિરાટ અને અનુષ્કાએ આ જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કર્યું?
આ લગ્ન એ જ જગ્યાએ થયાં છે જ્યાં મે 2017માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો પરિવાર રજા માણવા ગયો હતો.
આ છે મધ્ય ઇટલીના ટસ્કની વિસ્તારમાં આવેલું બોર્ગો ફિનોશિટો રિસોર્ટ.
બોર્ગો ફિનોશિટો લગ્ન માટે દુનિયાની સૌથી મોંઘી હોટેલની યાદીમાં સામેલ છે.
800 વર્ષ જૂનું ગામ
આ રિસોર્ટ મિલાન શહેરથી લગભગ 4-5 કલાકના અંતરે છે. આ જગ્યા 800 વર્ષ જૂના ગામનું સમારકામ કરીને બનાવવામાં આવી છે.
હવે આ ગામને નવા રંગરૂપ આપી દેવાયાં છે.
બોર્ગો ફિનોશિટો ડૉટકોમના આધારે હજુ પણ એક ગામડાં જેવા દેખાતા આ રિસોર્ટનું નામ બોર્ગો ફિનોશિટો છે જેનો મતલબ છે 'ઉપવન અથવા તો બગીચાવાળું ગામ'.
વાઇન માટે પ્રખ્યાત મોન્ટાલકિનોની નજીકમાં સ્થિત હોવાને કારણે આ રિસોર્ટની નજીક દ્રાક્ષના બગીચા પણ છે.
ઇટલીમાં અમેરિકાના એક પૂર્વ રાજદૂત જૉન ફિલિપ્સે વર્ષ 2001માં આ સંપત્તિને ખરીદી લીધી હતી.
આગામી આઠ વર્ષમાં આ જગ્યાને સુંદર રિસોર્ટમાં રૂપાંતરિત કરી દેવાશે.
આ રિસોર્ટમાં પાંચ વિલાની સાથે માત્ર 22 રૂમ છે.
કદાચ એ જ કારણ છે કે વિરાટ અને અનુષ્કાનાં લગ્નમાં પહોંચનારા સંબંધીઓની સંખ્યા પણ ઓછી હતી.
ખાન-પાન સાથે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી વાઇન માટે પ્રખ્યાત આ રિસોર્ટ તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
વેબસાઇટનો દાવો છે કે અત્યાર સુધી આ રિસોર્ટની દુનિયાના અનેક મહાન લોકોએ મુલાકાત લીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો