You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્જેન્ટીનામાં માતાપિતા સાથે પુત્રીનું 40 વર્ષે મિલન
આર્જેન્ટિનામાં કોઈ ફિલ્મની કથા જેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક ખોવાયેલી દીકરીનું 40 વર્ષ બાદ તેમના માતા-પિતા સાથે મિલન થયું છે.
પરંતુ સવાલ એ છે કે 40 વર્ષ બાદ તે કઈ રીતે મળી આવી અને કઈ રીતે ખોવાઈ હતી?
ગ્રાન્ડ મધર્સ નામની એક સ્વયંસેવી સંસ્થાએ માતા-પિતા અને પુત્રીનું મિલન કરાવ્યું.
આ પળ બધા માટે ખાસ હતી કારણ કે એડ્રીયાના નામની આ મહિલા અત્યારે 40 વર્ષની થઈ ગઈ છે.
એડ્રીયાને તેના માતા પિતા સાથે ડીએનએ પરીક્ષણ કરાવ્યા પછી ઓળખવામાં આવી હતી.
કઈ રીતે ખોવાઈ હતી એડ્રીયાના?
આજથી 40 વર્ષ પહેલાં આર્જેન્ટીમાં લશ્કરી શાસન હતું.
ત્યારે એડ્રીયાના માતા વાયોલેટો ઓર્ટોલાની અને પિતા એડગાર્ડો લા પ્લાટા શહેરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વિદ્યાર્થી ડાબેરી-વિંગ જૂથમાં સક્રિય સભ્યો હતા. ડિસેમ્બર 1976માં જ્યારે વાયોલેટા આઠ મહિનાની ગર્ભવતી હતી ત્યારે લશ્કરે તેમની અટકાયત કરી જેલમાં પૂરી દીધાં હતાં.
એડ્રીયાનાનો જન્મ જાન્યુઆરી 1977માં જેલમાં થયો હતો. આ સમયમાં તે તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હતી.
ગ્રાન્ડ મધર્સ સંસ્થા આવાં વિખૂટાં પડેલાં બાળકો અને માતા-પિતા માટે કામ કરે છે. આ સંસ્થા "ડર્ટી વોર" ના પીડિતો માટે ઝુંબેશ ચલાવે છે.
એડ્રીયાના આ સંસ્થા દ્વારા મળેલી 126મી વ્યક્તિ છે.
એડ્રીયાના આ પહેલાં એક દંપતિ સાથે રહેતી હતી. તેઓ એમના પાલક માતાપિતા હતા.
તેમનું મૃત્યું થયું ત્યારે કોઈએ તેમને કહ્યું હતું કે તેઓ તેમનું જૈવિક બાળક નહોતા.
એડ્રીયાનાએ કહ્યું, "મારી જન્મ તારીખના કારણે મને એક દિવસ વિચાર આવ્યો અને હું ગ્રાન્ડ મધર્સ સંસ્થામાં તપાસ કરવા ગઈ. "
સંસ્થાએ તેમને જણાવ્યું કે 1976 થી 1983ની વચ્ચે ડાબેરી કાર્યકરોનાં સેંકડો બાળકો લશ્કરી શાસન હેઠળ વિખૂટાં પડી ગયાં હતાં.
કેવી રીતે માતાપિતાને મળી?
ત્યાર બાદ એડ્રીયાનાએ ડીએનએ પરિક્ષણ માટે નમૂનો આપ્યો હતો. પરંતુ ચાર મહિના સુધી કોઈ ખબર ના મળ્યા.
જોકે, ગ્રાન્ડ મધર્સ છૂટા પડી ગયેલા અને ખોવાઈ ગયેલા લોકોનો ડેટાબેઝ સાચવી રાખે છે.
પોતાના જૈવિક માતાપિતાના કોઈ ખબર ના મળતા એડ્રીયાનાને વિચાર આવતા હતા, "મને લાગતું કે મને છોડી દેવામાં આવી હશે, મને વેંચી દેવામાં આવી હશે, એ લોકો મને ઇચ્છતા નહી હોય એટલે મને ત્યજી દીધી હશે."
પરંતુ સોમવારે તેમને રાષ્ટ્રીય કમિશન તરફથી રાઈટ ટુ આઈડેન્ટિટી તરફથી ફોન આવ્યો કે તેમની પાસે માહિતી છે જે તેમને વ્યક્તિગત રીતે આપવા માંગે છે.
એડ્રિયાના તરત જ ત્યાં ગયા અને તેમને કહેવામાં આવ્યું કે તેઓ વાયોલેટો ઓર્ટોલાની અને એડગાર્ડો ગાર્નિયરની દીકરી છે.
નફરત કરતાં પ્રેમ મજબૂત
લશ્કરી શાસન દરમિયાન આ દંપતિ જેવાં બીજા 30,000 લોકો ગાયબ થઈ ગયા હતા.
ગાર્નિયરની માતાએ પોતાની પૌત્રીને શોધવાનું ચાલુ રાખ્યું હતું.
ગ્રાન્ડ મધર્સ સંસ્થામાં કામ કરનાર તે પણ એક મુખ્ય વ્યક્તિ છે. પોતાની પૌત્રીને મળીને તેઓ ખૂબ ખુશ છે.
એડ્રીયાના કહે છે "મારી દાદીનું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર છે."
એડ્રીયાનાએ આગળ ઉમેર્યું, "પ્રેમ હંમેશા નફરત કરતાં વધારે મજબૂત હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો