દ્રવીડ લાઇનમાં ઊભા રહેતા ટ્વિટર યૂઝર્સ ઓળઘોળ

વિજ્ઞાન પ્રદર્શનમાં શાંતિથી ઊભા રહેલા ભારતના 'ધ ગ્રેટ વૉલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડની તસવીર સોશિઅલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

માત્ર 24 કલાક પહેલાં શૅઅર થવાથી, આ ફોટોને 12 હજારથી વધુ 'લાઇકસ' મળી છે. વાઇરલ થયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

વિજેતા પેંઢારકર અને રાહુલ દ્રવિડ બે પુત્રો, સમિત અને અન્વયનાં માતા-પિતા છે.

ફોટો ક્યારે લેવામાં આવ્યો હતો એ વિશે કોઈ માહિતી ન હોવા છતાં, ઘણાં બધાં લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

તેમના સ્વભાવ વિશે કેટલાક લોકોને વ્યક્તિગત પ્રસંગો પણ જણાવ્યા છે.

એક ટ્વિટર યુઝરે તેમને "અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહર" તરીકે જણાવ્યા - ગણાવ્યા છે.

અનિસ નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, 'દેશના એકમાત્ર વીઆઈપી જે કોમન મેનની જેમ વર્તે છે.'

ઉલ્લેખનીય છે કે પૂર્વ સંરક્ષણપ્રધાન મનોહર પરિકર, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પણ આ પ્રકારની તસવીરો સોશિઅલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

થોડા દિવસો પહેલાં જ ભારત સામે નેપાળની અન્ડર -19 એશિયા કપમાં જીત અંગે નેપાળના કોચને તેમણે અભિનંદન આપ્યા બાદ દ્રવિડની વિનમ્રતાના કારણે તેમને પ્રશંસા મળી હતી.

નેપાળના કોચ વિનોદ કુમાર દાસે ઇએસપીએન ક્રિકઇન્ફો દ્વારા જણાવ્યું હતું, "દ્રવિડ ખૂબ જ વિનમ્ર હતા. તેમને વ્યક્તિગત રીતે મને - ટીમને શાબાશી આપી હતી."

ઈએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે, ભારતના આ અડીખમ ખેલાડીએ રાષ્ટ્રીય ટીમ માટે 164 ટેસ્ટ મૅચ અને 344 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.

ટેસ્ટ ક્રિકેટમાં તેમને 52.31ની સરેરાશથી 13,288 રન કર્યા છે. વધુમાં વન-ડે ક્રિકેટમાં તેમણે 39.16ની સરેરાશથી 10,889 રન બનાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો