You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝ રાઉન્ડ-અપઃ જિગ્નેશ મેવાણીનો દલિત ધારાસભ્યો સામે મોરચો
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ગુજરાતના દલિત ધારાસભ્યો સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવી છે.
જિગ્નેશ મેવાણીએ આજે ગાંધીનગર ખાતે એક સભા યોજી જિગ્નેશે કહ્યું હતું કે ભાજપના દલિત ધારાસભ્યો અનામત બેઠક માટે પોતાના સ્વમાન સાથે સમાધાન કરે છે.
જિગ્નેશ મેવાણીએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ 25મી નવેમ્બરે પત્રકાર પરિષદ યોજશે. ભાજપના છ મંત્રીઓનો ઘેરાવ અને વિરોધ કરવાનું તેમનું આયોજન છે તેવું પણ તેમણે કહ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
હિતુ કનોડિયા અને રમણલાલ વોરાની ઉમેદવારી સંદર્ભે મેવાણીએ કહ્યું હતું કે બેઠકો બદલવાથી વિજય મળે તે નિશ્ચિત નથી કરી શકાતું.
સરદારના અપમાનનો રાહુલ પર આક્ષેપ
રાહુલ ગાંધીએ ગુજરાતમાં આજે કેટલાંક સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધી હતી. જેમાં માછીમારો, દલિતો અને અધ્યાપકોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ આજે સવારે પોરબંદરમાં ચૂંટણીસભા સંબોધી હતી. સભામાં અભિવાદન દરમિયાન તેમને સરદાર પટેલની નામી પ્રતિમા આપવામાં આવી હતી.
આ પ્રતિમા તેમના હાથમાંથી થોડી સરકી હતી, જો કે બાદમાં તેમણે આ પ્રતિમા સંભાળી લીધી હતી.
ગુજરાત ભાજપે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધીએ સરદારનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ બાબતે માફી માગવી જોઈએ તેવી માગણી પણ ભાજપે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિતુ કનોડિયાનો વિરોધ
ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડિયા ઇડર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત આ યાદીમાં કરવામાં આવી છે.
ગુજરાતના વર્તમાન શિક્ષણમંત્રી અને જૂના નેતા રમણલાલ વોરા આ બેઠક પરથી લડતા આવ્યા છે, પરંતુ આ વર્ષે રમણલાલ વોરાને સુરેન્દ્રનગરની દસાડા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
સ્થાનિક ઉમેદવારની ટિકિટ અપાતા ઇડરના કેટલાંક ભાજપ કાર્યકરોએ આ વાતનો વિરોધ કર્યો હતો.
આ મુદ્દે હિતુ કનોડિયાએ નિવેદન આપ્યું હતું કે કલાકારો ગુજરાતના દરેક વિસ્તાર માટે સ્થાનિક કહેવાય છે અને ઇડરના લોકો પણ મને સારો પ્રતિભાવ આપતા રહ્યા છે.
હિતુ કનોડિયાને ગત વિધાનસભા ચૂંટણીમાં કડી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્યાં તેમનો પરાજય થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો