ઉદ્ધાબ ભરાલી : જેમણે અનોખાં ચપ્પલ, ચોખા અને ઈંટોનાં મશીનની શોધ કરી

- લેેખક, કેરોલીન રાઈસ
- પદ, ઇનોવેટર સીરિઝ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ઉદ્ધાબ ભરાલી કહે છે કે મને પ્રશ્નોના ઉકેલ લાવવા ગમે છે. લોકો આરામદાયક સ્થિતિમાં જીવે, સ્વાધીનતાથી જીવે તે મને ગમે છે.
આ વાત ભરાલીને સતત નવી વસ્તુઓ શોધવાની પ્રેરણા આપે છે.
લગભગ ત્રીસ વર્ષ પહેલાં તેમણે પોતાના પરિવારનું દેવું ચૂકવવા માટે વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. હવે આ કામ તેમનાં જીવનને ઉત્સાહ આપે છે.
તેમણે આશરે 140 જેટલી શોધ કરી છે. જેમાંથી કેટલીક વસ્તુઓ વ્યવસાયિક રીતે ખુલ્લાં બજારમાં વેચાય છે અને ઘણી શોધને આંતરરાષ્ટ્રીય અવોર્ડ પણ મળી ચૂક્યા છે.
ભારતમાં સરકાર તરફથી શારિરીક અપંગો માટે મર્યાદિત મદદ મળતી હોવાથી તેમના જેવા લોકો આગળ આવીને ઉકેલ શોધે છે.
તમને આ પણ વાંચવું ગમશે
રાજ રહેમાન 15 વર્ષનો છે. તે સેરિબ્રલ પાલ્સી સાથે જન્મ્યો છે.
ઉદ્ધાબે બનાવેલા આ ડિવાઇસને રાજના હાથ પર બાંધવામાં આવે છે. જે વેલક્રો અને ચમચી જેવી રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવાયું છે.
આ ડિવાઇસ રાજને જમવામાં અને લખવામાં મદદ કરે છે. તેમણે એવાં ચપ્પલ પણ બનાવ્યાં છે જેનાથી હવે રાજ વધુ સરળતાથી ચાલી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ કહે છે કે પહેલા હું મારી જાત માટે ચિંતિત રહેતો પણ હવે હું નિરાંત અનુભવું છું. સ્કૂલે જવા માટે હું રેલવે લાઈન કેવી રીતે પાર કરીશ તેની હવે મને ચિંતા નથી.
કેમ કે હું હવે કોઈ મુશ્કેલી વિના ચાલી શકું છું. મને આનંદ છે કે હું મારું ધ્યાન જાતે રાખી શકું છું.
ભરાલી યાદ કરતા કહે છે કે શરૂઆતના દિવસોમાં લોકોને લાગતું કે તે કોઈ કામના નથી.
પોતાને એક ઇનોવેટર તરીકેની ઓળખ આપતા ભરાલીને અઢાર વર્ષ લાગ્યાં.

તેમની મોટાભાગની શોધ ઓછા ખર્ચે તૈયાર થાય છે. બીજું કે સરળતાથી મળતા કાચામાલમાંથી બને છે. આવી શોધ હિંદીમાં 'જુગાડ' તરીકે પણ ઓળખાય છે.
જયદીપ પ્રભુ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જજ બિઝનેસ સ્કૂલમાં ભણ્યા છે. તેમણે જુગાડ અંગે એક પુસ્તક લખ્યું છે.
તેમનું માનવું છે કે આ વસ્તુથી લોકોને ઘણી પ્રેરણા મળે છે અને તેઓ નવી વસ્તુઓ શોધે છે.
તેનું એક કારણ છે કે તેમાં માનવ સહજ ચાતુર્ય સિવાય કશું જરૂરી નથી.
આ આખી કવાયતનો અર્થ એ છે કે તમારી આજુ-બાજુ ઊભી થતી મુશ્કેલીઓને જાણી.
તમારી પાસે હાજર કાચામાલ કે ચીજ-વસ્તુઓમાંથી એવું કંઈક બનાવવું કે જે-તે મુશ્કેલીનો ઉકેલ આવી શકે.
ઉદ્ધાબ ભરાલી આમાંથી આવક મેળવે છે. સાથે-સાથે બિઝનેસ કંપની અને સરકારને ટેક્નિકલ બાબતો માટે સોલ્યુશન આપે છે.
પણ તે બીજાને મદદ કરીને તેમના જીવનને સુધારવા માગે છે.
તેમને આર્થિક મદદ મળે તેવું તે ઇચ્છે છે. તેમણે કેટલાંક કેન્દ્રો શરૂ કર્યા છે. જ્યાં લોકો આવીને તેમનાં મશીનને વાપરી શકે છે.
આવાં જ એક કેન્દ્રમાં ગામડાંની મહિલાઓ આવીને ચોખા પીસવાનાં મશીનનો ઉપયોગ કરે છે.
આ ચોખાના લોટમાંથી વાનગીઓ બને છે અને તેને વેચવામાં આવે છે.

નો શોર્ટકટ

વિશ્વ બૅન્કના આંકડાઓ મુજબ ભારતમાં 15 વર્ષથી વધારે ઉંમરની 27 ટકા છોકરીઓ જ આર્થિક રીતે પગભર છે.
ભરાલીના કેન્દ્રમાં આવતી પોરબીત્તા ધુત્તા કહે છે, 'અમારી પાસે કોઈ એવી સુવિધા કે નોકરી નથી જેનાથી આ ગામમાં અમારું ગુજરાન ચાલી શકે.'
'અહીં આ મશીનોને કારણે અમારું જીવન બદલી શકીએ છીએ. પગભર બની શકીએ છીએ અને અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ છીએ.'
ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોને પણ આનાથી ફાયદો થયો છે. ભરાલીએ સિમેન્ટની ઇંટો બનાવતા 200 મશીનો વેચ્યા છે.
એક મશીનને ચલાવવા માટે પાંચ લોકોની જરૂર પડે છે.
જેનાથી લગભગ એક હજાર જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. જો કે ભરાલી કહે છે કે સફળતાના શોર્ટકટ હોતા નથી.
તેમના કઠોર પરિશ્રમથી તેનું જીવન તો સરળ બન્યું જ પણ સાથે-સાથે તેઓ બીજા પચીસ પરિવારોને પણ આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
તેમના એન્જિનિયરીંગના ભણતરે ભરાલીને ઘણી મદદ કરી. પણ તે માને છે કે આ શોધના પાયા સમજવા શિક્ષણ મહત્વનું નથી.
કોઈ પણ વ્યક્તિ જે સતત કંઈક નવું કરતા રહેવા માગે છે, દુનિયામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેનાથી અસ્વસ્થ રહે છે, તે ઇનોવેટર છે.
આ શોધ કરવાની ઝંખના અંદરથી આવતી હોય છે. કોઈ તમને ઇનોવેટર ન બનાવી શકે. તમારે એ અનુભવ કરવો પડે.
પહેલા ઉદ્ધાબ તેનાં મશીન બનાવે છે અને પછી તેને બજારમાં પ્રતિસાદ મળે તેની આશા રાખે છે.
પણ હવે તેમની પ્રતિષ્ઠા એટલી છે કે લોકો તેમની પાસે આવા ઉકેલ માગે છે અને તે હવે પાછું વળીને જોવા માગતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















