કેમિસ્ટ, સંશોધક, એન્જિનિયર, લેખક, શાંતિવાદી અને ડાઇનમાઇટના શોધકર્તા

વીડિયો કૅપ્શન, કેમિસ્ટ, સંશોધક, એન્જિનિયર, લેખક, શાંતિવાદી અને ડાઇનમાઇટના શોધકર્તા

આ આલ્ફ્રેડ નોબેલ છે. તેઓ કેમિસ્ટ, સંશોધક, એન્જિનિયર, લેખક અને શાંતિવાદી હતા. તેમના ચરિત્રલેખકના કહેવા પ્રમાણે 1888માં એક ફ્રેન્ચ ન્યૂઝ પેપરમાં તેમણે તેમની મૃત્યુનોંધ વાંચી હતી.

અખબારમાં મુદ્રણની ભૂલના કારણે તેમના ભાઈના બદલે તેમની મૃત્યુનોંધ છપાઈ હતી. અખબારે ડાઇનમાઇટની શોધ બદલ તેમની ટીકા કરી હતી અને 'મર્ચન્ટ ઑફ ડેથ' કહ્યા હતા.

તેઓ પોતાને શાંતિવાદી ગણતા હતા અને એક સારો વારસો છોડી જવા માગતા હતા. તેથી તેમણે પોતાની 265 મિલિયન ડોલરની સંપતિ નોબેલ પ્રાઇઝ માટે દાનમાં આપી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો