રાહુલ ગાંધીએ પોતાના લગ્ન વિષે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના લગ્નનો પ્રશ્ન વારંવાર સોશિઅલ મીડિયા પર ચર્ચાનો વિષય હોય છે. કેટલીક વાર આ પ્રશ્ન તેમને જાહેર તેમજ સામાજિક પ્રસંગોએ પણ પૂછવામાં આવે છે.
એક કાર્યક્રમના દરમિયાન, અંતરરાષ્ટ્રીય બૉક્સર વિજેન્દર સિંહે તેમણે આવો જ એક પ્રશ્ન પૂછ્યો.
26 ઑક્ટોબરના રોજ, રાહુલ ગાંધી 'પીએચડી ઍન્યુઅલ અવૉર્ડ ફોર એક્સલન્સ' કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
મંચ પર લોકોને સંબોધિત કરતી વખતે વિજેન્દર સિંહે તેમને બે પ્રશ્નો પૂછ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ વિજેન્દરના બીજા પ્રશ્નનો જવાબ પહેલા આપ્યો જે તેમના લગ્ન વિશે હતો.
વિજેન્દરે પૂછ્યું હતું, "હું અને મારી પત્ની હંમેશાં વાત કરીએ છીએ કે રાહુલ ગાંધી ક્યારે લગ્ન કરશે?"
જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, "હું ડેસ્ટિની (ભાગ્ય) પર વિશ્વાસ કરું છું. જ્યારે થવાના હશે ત્યારે થઈ જશે."
બૉક્સર તરીકે જાણીતા વિજેન્દર સિંહે રાહુલ ગાંધીને રમતગમતના વિકાસ અંગે, તેમના મંતવ્યો જાણવા પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે પૂછ્યું હતું, "મેં કોઇ સંસદ-સભ્ય કે ધારાસભ્યને રમતના મેદાન પર નથી જોયા પણ ઘણા લોકોને ઉદ્ઘાટનોમાં રિબન કાપતા જોયા છે. જો તમે વડાપ્રધાન બન્યા તો રમતગમતના વિકાસ વિશે તમારી યોજનાઓ શું હશે?"

ઇમેજ સ્રોત, Getty Images
જવાબમાં રાહુલ ગાંધીએ પોતાના વિષે આ વિગતો આપી જેની જાણકારી બહુ ઓછા લોકો પાસે છે.
તેમણે જણાવ્યું, "સ્પૉર્ટ્સ વિશે હું કહી શકું છું કે તેમાં હું સામેલ નથી. મારો રસનો વિષય નથી. હું આઇકિડો માર્શલ આર્ટ્સમાં બ્લેકબેલ્ટ છું અને સામાન્ય રીતે ઓછામાં ઓછા રોજ એક કલાક કોઈ ગેમ રમું છું."
પરંતુ રાહુલે સ્વીકાર્યું કે તેઓ થોડા સમયથી આમ કરવામાં અસફળ રહ્યા છે. તેમણે જણાવ્યું, "એ વાત ખરી છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું કાંઈ રમ્યો નથી."
વિજેન્દર સિંહે સોશિઅલ મીડિયા પર રાહુલની રમતગમત સંબંધિત વીડિયો અપલોડ કરવા માટે તેમને વિનંતી કરી હતી.
રાહુલે જવાબમાં કહ્યું કે તેઓ જરૂર આમ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












