You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ભારત 55થી 40મા ક્રમે પહોંચ્યું
ભારતની અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓની ખૂબ જ આલોચના કરવામાં આવી. આ ટીકા વિપક્ષ જ નહીં, ભાજપની અંદરથી પણ થઈ.
પરંતુ વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના તાજેતરના રિપોર્ટે મોદી સરકારને રાહત આપી છે.
આ રિપોર્ટમાં વૈશ્વિક સ્પર્ધાત્મક્તાની 137 દેશોની યાદીમાં ભારતને 40મા ક્રમાંકે પહોંચ્યુ છે.
ભારતે આ રેંકિંગમાં મોટી છલાંગ લગાવી છે. વર્ષ 2016માં પહેલા ભારત 55માં ક્રમે હતો.
તમને આ પણ વાંચવું ગમશે
જૂન મહિનામાં પૂરા થયેલ પ્રથમ ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ દર 5.7 ટકાએ પહોંચ્યો, જેણે મોદી સરકારને નિશાને લીધો.
કેટલાય અર્થશાસ્ત્રીઓએ આ માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ગણાવ્યા.
વર્લ્ડ ઇકોનૉમિક ફોરમનો રિપૉર્ટ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમનો રિપૉર્ટ વડાપ્રધાન મોદીના ટીકાકારોના વિચારોથી વિપરીત છે.
આ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સરકારે કેટલાંક સારા પગલાં લીધા છે, જેને લીધે ભારતને રેંકિંગ સુધારવામાં મદદ મળી.
આ રિપૉર્ટમાં દર્શાવ્યું છે કે દેશના આધારભૂત માળખામાં સુધાર, શિક્ષા અને પ્રશિક્ષણમાં ઉત્કૃષ્ટતા, ટૅકનિકલ સુધાર, શાળાઓમાં ઇંટરનેટનો પ્રસાર અને સાર્વજનિક ખર્ચામાં નિપુણતા જેવા કારણો આ માટે જવાબદાર છે.
વર્લ્ડ બેંકના હાલની આવૃત્તિ વૈશ્વિક આર્થિક પ્રોસ્પૅક્ટસ અનુસાર સ્પર્ધાત્મક્તામાં સુધારે ભારતને દુનિયાને ચોથી સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનાવી છે.
જો કે આ રિપોર્ટમાં એ આશંકા પણ દર્શાવવામાં આવી છે કે કેટલાંક એવા મુદ્દા પણ છે જેને કારણે રોકાણકારોનો રસ ઓછો થઈ શકે.
જેમાં ભ્રષ્ટાચારના મજબૂત મૂળિયાં, નાણાકીય વિકલ્પોની ઉણપ અને અસ્થિર ટૅક્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ભારત ચીનથી ઝડપી
વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના રિપૉર્ટમાં કહેવાયું છે કે ભારત ચીનના મુકાબલે ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતે 20 અંક મેળવ્યા છે.
ચીનની વાત કરીએ તો ચીન ત્યાંનું ત્યાં જ છે. આ યાદીમાં ચીન ભારતથી આગળ 27મા નંબરે છે. પરંતુ ચીનની રેંકિંગ સ્થિર છે.
2017માં અપેક્ષા રખાઈ રહી છે કે ભારતની અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે આગળ વધશે. જ્યારે ચીનની અર્થવ્યવસ્થા 6.9 ટકાના દરના આર્થિક વૃદ્ધિને પાછળ છોડી દેશે.
રિપૉર્ટ મુજબ ભારતે સંસાધનોના ઉપયોગની શરુઆત નીચેના સ્તરથી કરી હતી. એ સંજોગોમાં ભારત સંસાધનોના યોગ્ય ઉપયોગ અને ટેકનોલોજિના માધ્યમથી સુધારો લાવી શકે છે.
બીજી તરફ ચીને સંસાધનોના ઉપયોગની શરૂઆત ઉચ્ચ સ્તરથી કરી હતી.
આ રેંકિંગમાં સ્વિટ્ઝર્લેન્ડ પહેલા અને અમેરિકા બીજા ક્રમે છે. જ્યારે કે સિંગાપોર ત્રીજા ક્રમાંકે અને પાકિસ્તાન 115માં ક્રમે છે.
યૂરોપીય કમિશનના અધ્યક્ષ જ્યાં ઉંકરે કહ્યું, “ભારત સિવાય કોઈ 5.7 ટકાના વૃદ્ધિ દરને આર્થિક મંદી ન કહી શકે.” તેમણે જણાવ્યું કે, યૂરોપની અર્થવ્યવસ્થામાં જે વૃદ્ધિ દર છે તેના મુકાબલે ભારતનો વૃદ્ધિ દર બહુ સારો છે.
તેમણે દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા યૂરોપિયન યૂનિયન બિઝનેસ ફૉરમમાં કહ્યું કે યૂરોપના બે ટકા આર્થિક વૃદ્ધિ દરના મુકાબલે ભારતનો 5.7 ટકાનો વૃદ્ધિ દર ઘણો સારો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો