You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જય શાહની સંપત્તિમાં ઉછાળાના અહેવાલ બાદ સોશિઅલ મીડિયા પર ચર્ચા
ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં અમિત શાહ પક્ષપ્રમુખ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જોરદાર વધારો થયો છે. આવો દાવો ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર' પર પ્રકાશિત અહેવાલમાં કરવામાં આવ્યો છે.
એ સમાચાર સોશિઅલ મીડિયામાં ઝડપભેર ફેલાયા હતા અને ટ્વિટર તથા ફેસબુક પર ટોપ ટ્રેન્ડઝમાં સામેલ થયા હતા.
એ સમાચાર સંબંધે સોશિઅલ મીડિયામાં લોકો તમામ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા છે.
સીપીઆઇ(એમ)ના નેતા સિતારામ યેચુરીએ એક ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે વડાપ્રધાન ચૂપ કેમ છે?
તેમણે લખ્યું હતું કે ''આ ભ્રષ્ટાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત રડાર પર કેમ નથી.''
યેચુરીએ રોજગારીના મુદ્દે પણ બીજેપી સરકારની ટીકા કરી હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી અને કોંગ્રેસનાં નેતા શર્મિષ્ઠા મુખરજીએ લખ્યું હતું કે ''જયનો 'વિકાસ.' બીજેપી જેની લાંબા સમયથી વાત કરી રહી હતી કદાચ આ એ જ વિકાસ છે.''
મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ શહઝાદ પૂનાવાલાએ લખ્યું હતું કે ''અમિત શાહના પુત્રની કંપનીની કમાણી એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધીને 80 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશ્ચર્યની વાત નથી. મોદીજી માને છે કે અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું છે.''
ટ્વિટર હેન્ડલ @freespeechin દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે આખરે 16,000ના આંકડાનો આધાર શું છે? તમે લોન વિશે કંઇ જાણો છો?
અસિત આર. પાણીગ્રહીએ લખ્યું હતું કે તમે કાર્તિ ચિદમ્બરમ અને રોબર્ટ વાડ્રાના વખતે ક્યાં હતા?
@AiyoSaar નામના ટ્વિટર હેન્ડલે લખ્યું હતું કે ''સ્ટોરી એક્સેસ અવરોધીને ભક્તો અમિત શાહની લૂંટને છૂપાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ શું માને છે? આ ઇન્ટરનેટ છે.''
@ishar_adv નામના ટ્વિટર હેન્ડલે લખ્યું હતું કે ''બીજેપીએ તેનું સૂત્ર 'વિકાસકી જય'ને બદલીને 'જયકા વિકાસ' કરી નાખ્યું છે. હવે કોઇ ફરક નથી. વિકાસ ક્યાં છૂપાયો હતો એ હવે આપણને ખબર પડી.''
ફેસબૂક પર એક યુઝરે લખ્યું હતું કે મંદી હતી તો અમિત શાહના પુત્રની સંપત્તિમાં આટલો વધારો કઇ રીતે થયો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો