આરબીઆઈએ વ્યાજદરોમાં ફેરફાર ન કરતાં મોંઘવારી વધવાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
ફુગાવો ઘટવાની હાલમાં કોઈ આશા દેખાઈ નથી રહી, પરંતુ આગામી છ મહિનામાં ફુગાવાનો દર વધી શકે છે એવી સંભાવનાઓ ચોક્કસ સેવાઈ રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ વ્યાજદરોમાં કોઈ બહુ મોટો ફેરફાર ન કરી મોંઘવારી વધવાના સંકેત આપ્યા છે.
રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરો ન ઘટાડી શકવાનું જે કારણ રજૂ કરવામાં આવ્યું છે તે સામાન્ય માણસની ચિંતામાં વધારો કરનારું છે.
રિઝર્વ બેંકે એક અંદાજો આપ્યો છે કે આગામી મહિનાઓમાં ફુગાવો વધી શકે છે. જો કે તેના આ અંદાજમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો.
તમને આ પણ વાંચવું ગમશે
તહેવારોની મોસમમાં રેપો રેટ ૬ ટકાએ જાળવી રાખવામાં આવ્યો છે.
જેને કારણે તહેવારોની મોસમ પહેલાં નીચા વ્યાજ દરોની લોન મેળવવાની વેપારીઓ અને સામાન્ય નાગરિકોની અપેક્ષાને મોટો આંચકો લાગ્યો છે.

આર્થિક વૃદ્ધિ દર ઓછો થયો
રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને નાણાં આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝર્વ બેંકના અંદાજ મુજબ ફુગાવાનો દર હાલના સ્તરથી વધશે અને આગામી છ મહિના દરમિયાન ફુગાવાનો દર ૪.૨ થી ૪.૬ ટકા હશે.

ઇમેજ સ્રોત, EPA
આરબીઆઇએ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ માટે અગાઉ 7.3 ટકા વૃદ્ધિનો અંદાજ હતો, હવે તે ઘટીને 6.7 ટકા થયો છે.
ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથનો અર્થ એ છે કે ઉત્પાદનમાંથી વપરાશના ખર્ચને બાદબાકી કર્યા બાદ માપવામાં આવેલો વૃદ્ધિ દર.
બુધવારે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે મોનિટરી પોલિસી સંબંધિત પ્રેસ કોન્ફરન્સમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી મળી રહેલા નબળા સંકેતો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
જૂનથી ઓગસ્ટ સુધીમાં, ફુગાવાના દરમાં બમણો વધારો થયો છે.
જૂનમાં તે 1.5 ટકા, જુલાઈમાં 2.36 ટકા અને ઓગસ્ટમાં 3.4 ટકા હતો.
ગત વર્ષે ઓક્ટોબરમાં અને આ વર્ષે ઓગસ્ટમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘટયા પેટ્રોલ-ડીઝલના ભાવ

ઇમેજ સ્રોત, AFP
આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં છ સભ્યોની નાણાકીય નીતિ સંચાલિત સમિતિ ભાવ વધારા પર બાજનજર રાખીને બેઠી છે.
આરબીઆઇએ સાથે સાથે એ બાબતે પણ ભારપૂર્વક કહ્યું છે કે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના અમલીકરણને કારણે ઉત્પાદન ક્ષેત્રે ટૂંકાગાળા માટે અસ્થિરતા આવી છે.
બીજી બાજુ, ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારાને કારણે કેન્દ્ર સરકાર અગાઉથી જ એક પ્રકારે સામાજિક દબાણની પરિસ્થિતિ પેદા થઈ છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને કારણે વિપક્ષ પણ સરકાર પર રાજકીય અને સામાજિક દબાણ પેદા કરી રહ્યું હતું.
જેના પગલે સરકારે મંગળવારે પેટ્રોલ અને ડીઝલ પરના મૂળભૂત એક્સાઇઝ ડયુટી ઘટાડવા નિર્ણય લીધો હતો.
સરકારના આ પગલાંને કારણે પેટ્રોલ-ડીઝલ બંન્ને બુધવારથી બે રૂપિયા સસ્તાં થઈ ગયાં હતાં.
૨૦૧૪ની સાલમાં પહેલીવાર મોદી સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે.
જ્યારે એનડીએ સરકારે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારનો હવાલો સંભાળ્યો ત્યારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ૯.૪૮ રૂપિયા હતી.
તા ૨ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ વધીને રૂ. ૨૧.૪૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. બુધવારે બે રૂપિયાના ઘટાડા પછી તે એક્સાઇઝ ડ્યુટી ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લિટર થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












