You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાઈનીઝ મીડિયામાં મોદીના આગમનને લઈને કેવી કેવી વાતો થઈ રહી છે?
- લેેખક, બીબીસી મોનિટરિંગ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે કેટલાય દિવસો સુધી ખેંચતાણ ચાલું રહી. જોકે, ચીનમાં યોજાનારા બ્રિક્સ સંમેલન પહેલા જ બન્ને દેશોનાં વલણમાં અચાનક જ નરમાશ વર્તાઈ અને આ અવઢવનો અંત આવી ગયો.
જાણકારોનું માનવું છે કે ડોકલામ મુદ્દાનો આ પ્રકારે અને આટલી જલદી ઉકેલ આવ્યો એનું સૌથી મોટું કારણ મોદીનું ચીન જવાનું છે. ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત રીતે સ્વાગત કરવામાં આવ્યું અને અત્યાર સુધી તેઓ ત્યાં કેટલાક ભાષણ પણ આપી ચૂક્યાં છે. પણ શું ચીનના લોકો તેમના સ્વાગતને લઈને ઉત્સુક છે?
ચાઈનીઝ મીડિયાએ પણ શિયામેન ખાતે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા મોદી પર વધારે લેખો પ્રકાશિત નથી કર્યા.
વીબો પર મોદીનું પોતાનું એકાઉન્ટ છે. જોકે, હાલ તો એ પણ શાંત જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે ચાઈનીઝ સોશિયલ મીડિયામાં આ અંગેની કેટલીક તસવીરો અને કમેન્ટ્સ ચોક્કસથી જોવા મળી છે.
ચીનની સોશિયલ મીડિયા સાઈટ વીબો પર એક પોસ્ટ લખાઈ છે, જેનું મથાળું છે 'ન્યૂ થિંગ્સ ફ્રોમ શિયામેન સિટી.' આ પોસ્ટમાં 3 સપ્ટેમ્બરે ચીન પહોંચેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક તસવીરો પણ ઉમેરવામાં આવી છે.
આમ તો આ પોસ્ટ પોતાની રીતે તટસ્થ લાગી રહી છે. પણ તેના પર કરાયેલી કેટલીક કમેન્ટ્સમાં મોદીની ટીકા કરવામાં આવી છે.
મેની ટોંગ નામના યુઝરે લખ્યું, '' અહીં મોદીનું સ્વાગત નથી. ચીનને લઈને તેમનું વલણ યોગ્ય નથી રહ્યું.''
અન્ય એક યુઝરે લખ્યુ છે, ''ભારતે મહિનાઓથી ચીનના વિસ્તાર પર કબજો જમાવી રાખ્યો છે અને ચીને આવું થવા પણ દીધું.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાકે એવું લખ્યું કે મોદીએ ચીનમાંથી રવાના થઈ જવું જોઈએ તો કેટલાક કહી રહ્યાં છે કે તેઓ શા માટે આવ્યા છે.
જોકે, ચાઈનીઝ ટીવી ચેનલ સીસીટીવ 13એ પોતાના રિપોર્ટમાં તટસ્થ વલણ દર્શાવ્યું છે.
એક બાજુ ચાઈનીઝ મીડિયા માપી-તોળીને વર્તી રહ્યું છે તો સોશિયલ મીડિયા મોદીની ટીકા કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યું.
આ તરફ ભારતીય સોશિયલ મીડિયામાં મોદીના વખાણ કરાઈ રહ્યાં છે અને શી જિનપિંગ સાથે તેમની સ્પર્ધાને પણ રજુ કરવામાં આવી રહી છે.
અહીં કોઈ બન્ને નેતાઓની તસવીર પર 'શેર, સવા શેર' લખી રહ્યું છે તો કોઈ 'હમ દોનો હૈં અલગ-અલગ.'