ટી20 મહિલા વર્લ્ડ કપ: છેલ્લી ત્રણ ઓવરમાં એવું તો શું થયું કે ભારત હારતાં-હારતાં જીતી ગયું

ભારત પાકિસ્તાન ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી20 વીમેન્સ વર્લ્ડ કપમાં રમાયેલી મૅચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને આ ટુર્નામેન્ટમાં પોતાની વિજયી શરૂઆત કરી છે.

પાકિસ્તાને આપેલું 150 રનનું લક્ષ્ય ભારતીય ખેલાડીઓએ 19મી ઓવરમાં જ મેળવી લીધું હતું.

ભારત તરફથી ઋચા ઘોષે 20 બૉલમાં પાંચ ચોક્કાની મદદથી નોટઆઉટ રહીને 31 રન બનાવ્યા, જ્યારે જેમિમા રોડ્રિગ્સે 38 બૉલમાં 53 રન બનાવ્યા. જેમિમાને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો.

બન્ને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે અણનમ 58 રનની ભાગીદારી નોંધાવી અને ભારતને વિજય અપાવ્યો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

ભારતની સંગીન શરૂઆત

ભારત પાકિસ્તાન ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને આપેલા વિજય માટેના 150 રનનું લક્ષ્ય મેળવવામાં ભારતે એક મજબૂત શરૂઆત કરી હતી.

150 રનોનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત થોડી ધીમી રહી હતી. જોકે, અંતિમ ત્રણ ઓવરમાં બાજી સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી. ભારત તરફથી તમામ બૅટર્સ ડબલ ડીજિટમાં સ્કોર કરવામાં સફળ રહ્યા હતા. સૌથી વધુ 53 રન (38 બૉલ) જેમિમા રૉડ્રિગ્સે ફટકાર્યા હતા. જ્યારે ભારતને જીતાડવામાં છેલ્લે સુધી તેમનો સાથ રિચા ઘોષે (20 બૉલમાં 31 રન) આપ્યો હતો. બંને વચ્ચે 33 બૉલમાં 58 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. 15 ઓવર સુધી પાકિસ્તાની બૉલર્સ ભારતીય બૅટર્સને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા હતા. જોકે, 16થી લઈને 19મી ઓવર સુધીમાં જેમિમા અને રિચાએ જોરદાર ચોગ્ગા વરસાવીને મૅચની દિશા પલટી નાખી હતી. 16મી ઓવરના અંતે ભારતનો સ્કોર 109 પર ત્રણ વિકેટ હતો. જોકે, છેલ્લી ત્રણ ઓવરમાં કુલ 42 રન ફટકાર્યા હતા. જે પૈકી આઠ તો ચોગ્ગા હતા.જેમિમા અને રિચાએ સાથે મળીને 17મી ઓવરમાં 13, 18મી ઓવરમાં 14 અને 19મી ઓવરમાં મળેલાં 15 રન ફટકાર્યા હતા.

ભારતની આગામી મૅચ હવે 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડિઝ સામે યોજાશે.

line

પાકિસ્તાનની ઇનિંગ

ભારત પાકિસ્તાન ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના કૅપ્ટન બિસ્માહ મારુફ

પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી.

પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટના નુક્સાને 149 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાની ટીમના કૅપ્ટન બિસ્માહ મારૂફે 55 બૉલમાં 68 રન ફટકારીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

તેમની સાથે આયેશા નસીમે પણ 25 બૉલમાં 43 રન મારીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાની ક્રિકેટરો

ઇમેજ સ્રોત, Getty Images

પાંચમી વિકેટ માટે બંને વચ્ચે 46 બૉલમાં 81 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

ભારત તરફથી રાધા યાદવે બે તેમજ પૂજા વસ્ત્રાકરઅને દિપ્તી શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

બૉલિંગ દરમિયાન ભારતને 16મી ઓવર સૌથી મોંઘી પડી હતી. આ ઓવરમાં રેણુકા સિંહે ત્રણ વાઇડ નાખ્યા હતા.

આ ઉપરાંત આયેશા નસીમે આ ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 18 રન આવ્યા હતા.

line

મૅચ પહેલાં જ ભારતીય ટીમના સ્ટાર ખેલાડીને થઈ ઈજા

સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, ANI

મહિલા ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય ટીમ પ્રથમ મૅચમાં જ પોતાના ચિર હરિફ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. પરંતુ, આ મૅચ શરૂ થતાં પહેલાં જ ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો હતો.

ટીમનાં આક્રમક બેટર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત થવાથી આ મૅચમાં નહીં રમી શક્યા નહોતા.

ટીમના હેડ કોચ હૃષિકેશ કાનિટકરે શનિવારે મૅચ પહેલાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે સ્મૃતિની આંગળીમાં ઇજા થઈ છે. જોકે આ ઇજા હાડકામાં નથી થઈ, તેથી સ્મૃતિ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી મૅચમાં ભાગ લઈ શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, ANI

26 વર્ષનાં સ્મૃતિ મંધાના ડાબોડી બેટર છે અને તેમણે 16 વર્ષની ઉંમરે જ ભારતીય વનડે ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.

પોતાની રમતના સાતત્યપૂર્ણ દેખાવથી તેમણે દર્શકો અને ક્રિકેટના વિશેષજ્ઞોને પ્રભાવિત કરી દીધા હતા.

તેઓ વર્ષ 2018માં 'ICC વુમન ક્રિકેટર ઑફ ધ યર' તરીકે ચૂંટાયાં હતાં

આ ડાબોડી ખેલાડી ટીમને ઇનિંગ્સનો પ્રારંભ ઝડપી કરવાનો હોય, ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરવાની હોય અને રન પણ કરવાના હોય ત્યારે હુકમનો એક્કો સાબિત થાય છે.

મંધાના એવા ખેલાડી છે, જે પોતાની સાથે રમી રહેલી ખેલાડી આક્રમક બેટિંગ કરતાં હોય ત્યારે તેઓ એવાં ખેલાડીની ભૂમિકા નિભાવી જાણે છે જે જરૂર પડે પોતાની વિકેટ બચાવી રાખે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન