વેદાંતા : ગુજરાતમાં શરૂ થનાર 1.54 લાખ કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ જે ચીન માટે માથાનો દુખાવો બની શકે

ઇમેજ સ્રોત, Facebook/ Bhupendra Patel
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી હિંદી સંવાદદાતા
"ભારત હવે પોતાની સિલિકૉન વૅલીની નજીક પહોંચી ગયું છે. ભારત ન માત્ર પોતાના લોકોની ડિજિટલ જરૂરિયાતોને પૂરી કરી શકશે પરંતુ કેટલાક દેશોને પણ સેવાઓ આપી શકશે. ચિપ મગાવવાથી ચિપ બનાવવા સુધીની સફર હવે આધિકારિક રીતે શરૂ થઈ ગઈ છે."
વેદાંતા ગ્રૂપના ચૅરમૅન અનિલ અગ્રવાલે મંગળવારના તાઇવાનની કંપની ફૉક્સકૉન સાથે જૉઇન્ટ વેન્ચરની જાહેરાત કર્યા બાદ આ ટ્વીટ કર્યું છે.
અમદાવાદ પાસે બનનાર આ પ્રોજેક્ટમાં 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. સંયુક્ત ઉપક્રમમાં વેદાંતાનો ભાગ 60 ટકા હશે જ્યારે તાઇવાનની કંપનીની 40 ટકા ભાગીદારી હશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં થનાર સૌથી મોટા રોકાણમાંથી એક છે.
પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં થનાર આ વિશાળકાય રોકાણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ સહમતી પત્ર (એમઓયુ) ભારતની સેમિકંડક્ટર બનાવવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે.1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અર્થતંત્રને વેગ અને નોકરીઓ આપશે."
ગુજરાત સરકારે તાજેતરમાં સેમિકંડક્ટર પૉલીસી જાહેર કરી હતી. ત્યાર બાદ મંગળવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે વેદાંતા ગ્રૂપ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો.

સેમિકંડક્ટર કેટલાં મહત્ત્વપૂર્ણ?

ઇમેજ સ્રોત, Getty Images
મોબાઇલ, રેડિયો, ટીવી, વૉશિંગ મશીન, કાર, ફ્રિજ, એસી...આજના જમાનામાં કદાચ જ કોઈ ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ હશે જેમાં સેમિકંડક્ટરનો ઉપયોગ ન થતો હોય. એટલે સેમિકંડક્ટર દરરોજના જીવનનો ભાગ બની ગયા છે અને તેની કમી થાય તો દુનિયાભરમાં ખલબલી મચી જશે.
સેમિકંડક્ટર, કંડક્ટર (વાહક) અને નૉન-કંડક્ટર (બિનવાહક) અથવા ઇન્સ્યુલેટર્સની વચ્ચેની કડી છે. આ ન તો પૂરી રીતે કંડક્ટર હોય છે અને ન ઇન્સ્યુલેટર. આની કંડક્ટિવિટી અથવા કરંટ દોડાવાની ક્ષમતા મેટલ અને સિરામિક જેવા ઇન્સ્યુલેટર્સની વચ્ચેની હોય છે. સેમિકંડક્ટર કોઈ પ્યૉર એલિમેન્ટ જેમકે સિલિકૉન, જરમેનિયમ અથવા કોઈ કંપાઉન્ડ જેમકે ગેલિયમ આર્સેનાઇડ અથવા કૅડમિયમ સેલેનાઇડમાંથી બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેમિકંડક્ટર અથવા ચિપને બનાવવાની ખાસ વિધિ હોય છે જેને ડોપિંગ કહે છે. આમાં પ્યૉર સેમિકંડક્ટરમાં કેટલાં મેટલ નાખવામાં આવે છે અને ધાતુની વાહકતા (કંડક્ટિવિટી)માં ફેરફાર કરાય છે.
ચિપ અને ડિસ્પ્લે ફૅબ્રિકેશનમાં હજી ચીનનો દબદબો છે. ચીન, હૉંગકૉંગ, તાઇવાન અને દક્ષિણ કોરિયા જ દુનિયાના તમામ દેશોને ચિપ અને સેમિકંડક્ટરની સપ્લાય કરે છે.
ચીનના અર્થતંત્રમાં ચિપના નિકાસનો જેટલો ભાગ છે તેનાથી સ્પષ્ટ છે કે કેવી રીતે ડ્રૅગને અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોને સિલિકૉન ચિપ વેચીને પોતાનો ખજાનો ભર્યો છે.
ચીન અને ભારત દુનિયાની સૌથી મોટી વસતી ધરાવતા દેશ છે. આવું જ હાલ સ્માર્ટફોન મૅન્યુફૅક્ચરિંગમાં પણ છે. ચીન આ રેસમાં પ્રથમ સ્થાને છે અને ભારત બીજા. પરંતુ આશ્ચર્યની વાત નથી કે ભારત પણ સેમિકંડક્ટરનો 100 ટકા આયાત કરે છે. એટલે ભારત વાર્ષિક 1.90 લાખ કરોડ રૂપિયાના સેમિકંડક્ટર મગાવે છે જેમાં બહુ મોટો ભાગ ચીનથી આવે છે.

વેદાંતા-ફૉક્સકૉનને કેવી સુવિધાઓ મળશે?

- પ્રોજેક્ટ માટે અમદાવાદ પાસે 400 એકર જમીન
- કૂલ મૂડી પર સરકાર 25 ટકા સબસિડી આપશે
- પ્રોજેક્ટ માટે વીજળી ત્રણ રૂપિયા પ્રતિ યુનિટ પર મળશે

વેદાંતા સેમિકંડક્ટર્સના પ્રબંધ નિદેશક આકર્ષ હેબ્બારે જૉઇન્ટ વૅન્ચર માટે સહમતી પત્ર પર હસ્તાક્ષર થયા બાદ કહ્યું, " પ્રસ્તાવિત નિર્માણ એકમમાં 28 નૅનોમિટર ટેકનૉલૉજી નોડ્સનું ઉત્પાદન થશે, સ્માર્ટફોન, આઈટી ટેકનૉલૉજી, ટેલિવિઝન, નોટબુક્સ અને ઇલેક્ટ્રિક વાહનોમાં આનો ઉપયોગ થાય છે. દુનિયામાં આની બહુ માગ છે."
એટલે આ પ્રોજેક્ટ ભારતના ઇલેક્ટ્રોનિક બજારની જરૂરત તો પૂરી કરશે જ, અહીંયા બનેલી ચિપ્સની નિકાસ પણ કરાશે.
ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટના એક મોટા ઉપભોક્તા દેશ તરીકે ઊભરેલા ભારત માટે માઇક્રોચિપના ક્ષેત્રમાં બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવી કોઈ નાની વાત નથી.
દેશમાં પેટ્રોલ અને સોના બાદ સૌથી વધારે આયાત ઇલેક્ટ્રોનિક સામાનની થાય છે.
ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2022 વચ્ચે આના 550 અબજ ડૉલરનું આયાત-બિલમાં એકલા ઇલેક્ટ્રોનિક સામાનની ભાગીદારી 62.7 અબજ ડૉલરની હતી.
ભારતના ઍન્જિનિયરો ઇંટેલ, ટીએસએમસી અને માઇક્રોન જેવી દિગ્ગજ કંપનીઓ માટે ચિપ ડિઝાઇન કરે છે. સેમિકંડક્ટર પ્રોજેક્ટની પૅકેજિંગ અને ટેસ્ટિંગ કરે છે. પરંતુ ચિપનું નિર્માણ અમેરિકા, તાઇવાન, ચીન અને યુરોપના દેશોમાં થાય છે.

ચીન પર નિર્ભરતા ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
તો શું વેદાંતા અને તાઇવાન વચ્ચે આ કરારથી ભારતના ઇલેક્ટ્રોનિક સામાનોને આયાતના મામલામાં ચીન પરની નિર્ભરતા ઘટશે?
વ્યાપારિક સંગઠન પીએચડી ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના ગત મહિને આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારત ચીનથી 40 ટકા ઇલેક્ટ્રોનિક આયાત ઘટી શકે છે..પરંતુ તેના માટે આ શરતો છે.
મોદી સરકાર પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ મળનારી સબ્સિડી ઈમાનદારીથી લાગુ કરે.
ભારતીય ઉત્પાદકોની આ ભાવનાઓ ખ્યાલ રાખે કે તેઓ કંપિટેટિવ (પ્રતિસ્પર્ધાત્મક) કિંમતો પર ઉત્પાદન કરી શકે.
કૅમિકલ્સ, ઑટોમોટિવ પાર્ટ્સ, સાઇકલ, કૉસ્મેટિક, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું ઉત્પાદન વધારવામાં આવશે.
સંગઠનના અધ્યક્ષ પ્રદીપ મુલ્તાની અનુસાર ચીનથી આવતો સસ્તો સામન જ ભારત માટે બાધા છે. ચીન'લો કૉસ્ટ લો વૅલ્યૂ' ની ફૉર્મ્યુલા પર કામ કરે છે અને આ જ કારણ છે કે ભારતની નાની કંપનીઓ ચીનને આવતી ઓછી લાગત સામે ટકી શકતી નથી. જો સરકાર આ કંપનીઓને ઇન્સેન્ટિવ પૅકેજ આપે તો તેઓ પ્રતિસ્પર્ધામાં રહી શકે છે.
જોકે સેમિકંડક્ટર સપ્લાય ચેઇનમાં મોટી શક્તિ બનવાના ભારતના સપના સામે પડકાર ઓછા નથી.
સેમિકંડક્ટરના દિગ્ગજ દેશોને મોટી ચિપમેકર કંપનીઓને ઇન્સેન્ટિવ આપવા માટે જે રીતે પોતનો ખજાનો ખોલી નાખ્યો છે, તેમાં ભારત જેવા નવા ખેલાડી માટે રમત મુશ્કેલ બની છે.

આત્મનિર્ભરતાના દાવામાં કેટલો દમ?

ઇમેજ સ્રોત, Getty Images
વેદાંતાના ચૅરમૅન અનિલ અગ્રવાલે એમઓયુ સાઇન કર્યા બાદ કહ્યું કે ચિપ બનાવવાના મામલામાં ભારત આત્મનિર્ભર બનવા તરફ વધી રહ્યું છે.
જોકે ઇન્ડયન ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ સેમિકંડક્ટર એસોસિએશનના સલાહકાર ડૉક્ટર સત્યા ગુપ્તા 'આત્મનિર્ભરતા' ના દાવા સાથે અસહમત છે. તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "તકનીકના ક્ષેત્રમાં કોઈ પણ દેશ સમગ્ર રીતે આત્મનિર્ભર ન બની શકે અને સેમિકંડક્ટર્સના મામલામાં તો બિલકુલ જ નહીં કારણ કે આ સેક્ટરમાં કોઈ સૅગમેન્ટ છે. આ પ્રોજેક્ટમાં જે કંઈ બનશે, તેની ભારતમાં ખપત થશે અને કેટલોક ભાગ નિકાસ પણ થશે."
સત્યા ગુપ્તા કહે છે, "સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન દુનિયાભરના અલગઅલગ વિસ્તારોમાં જુદીજુદી કંપનીઓ કરે છે. ચિપની ડિઝાઇન મુખ્ય રૂપથી અમેરિકામાં તૈયાર કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં તાઇવાનમાં ઉત્પાદન થાય છે તો અસેમ્બલિંગ અને ટેસ્ટિંગ ચીન અથવા દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે."
જોકે તેમનું માનવું છે કે આ ડીલ એટલે મહત્ત્વપૂર્ણ છ કારણ કે ભારત આનાથી ગ્લોબલ ચેઇન સપ્લાયમાં સામેલ થઈ શકશે.
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં આ પ્રોજેક્ટ આવવું મહત્ત્વપૂર્ણ છે અને પૂર્ણ સંભાવના છે કે અમદાવાદની પાસે આ વિસ્તાર સિલિકૉન વૅલી માટે તૈયાર થઈ જાય. કેટલી વધુ કંપનીઓ પણ અહીં આવી શકે છે. "

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













