કર્તવ્યપથ : રાજપથનો ઇતિહાસ કેટલો ભવ્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિવેક શુક્લા
- પદ, વરિષ્ઠ પત્રકાર

- રાજપથ પરથી ગણતંત્રદિવસની પરેડ યોજાય છે, આ નામને સાંભળી-સાંભળીને સ્વતંત્ર ભારતની ઘણી પેઢીઓ મોટી થઈ છે
- સેન્ટ્રલ વિસ્ટાને રિડેવલપ કરવાના ક્રમમાં આશરે સાડા ત્રણ કિલોમિટર લાંબા રાજપથનો ચહેરો પણ બદલી દેવામાં આવ્યો છે
- નવી દિલ્હી જ્યારે બનીને તૈયાર થયું હતું ત્યારથી અત્યાર સુધી જે રસ્તો રાજપથ તરીકે ઓળખાતો હતો, તેને કિંગ્સવે નામ મળ્યું હતું
- અગાઉનું રાજપથ શરૂ થાય છે રાયસીના હિલ પર સ્થિત રાષ્ટ્રપતિ ભવનથી. 'કર્તવ્યપથ'થી ઇન્ડિયા ગેટની વચ્ચે વિજય ચોક આવે છે. આ ગણતંત્રદિવસની પરેડનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેની વચ્ચે પરેડ રાષ્ટ્રપતિને સલામી આપતા નવી દિલ્હીના રસ્તાઓ પરથી પસાર થતાં લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે
- રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરાયું છે, તેના પર લાગેલાં અઢળક જાંબુ અને બીજી પ્રજાતિઓનાં 90 વર્ષ જૂનાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, જ્યારે તે બની રહ્યું હતું ત્યારે તેની આસપાસ એડવિન લુટિયન અને તેના બાગવાની મામલાના મુખ્ય સલાહકાર ડબ્લ્યૂ. આર. મુસ્ટો ઝાડ લગાવી રહ્યા હતા

નવી દિલ્હી જ્યારે બનીને તૈયાર થઈ તો જે રસ્તાને અત્યાર સુધી જે રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવતો, જે રાજપથ પરથી ગણતંત્રદિવસની પરેડની શરૂઆત થાય છે, તેના કરતાં વધારે ખાસ રસ્તો કયો હોઈ શકે? આ નામને સાંભળી-સાંભળીને સ્વતંત્ર ભારતની ઘણી પેઢીઓ મોટી થઈ છે.
અહીંથી બેસીને ગણતંત્રદિવસની પરેડ જોવા જેવું બીજું કોઈ સુખ ના હોઈ શકે. હવે એ જ રાજપથનું નામ કર્તવ્યપથ કરાઈ દેવાયું છે.
સેન્ટ્રલ વિસ્ટાને રિડેવલપ કરવાના ક્રમમાં આશરે સાડા ત્રણ કિલોમિટર લાંબા કર્તવ્યપથનો ચહેરો પણ બદલી નાખવામાં આવ્યો છે.
નવી દિલ્હી જ્યારે બનીને તૈયાર થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે રસ્તાને રાજપથ તરીકે ઓળખાવવામાં આવતો હતો, તેને કિંગ્સવે નામ મળ્યું હતું પણ દેશને આઝાદી મળ્યા બાદ 1961માં એ નામ બદલી દેવામાં આવ્યું.
આ જાણકારી નવી દિલ્હી નગરપરિષદના પૂર્વ સૂચના નિદેશક મદન થપલિયાલે આપી છે.

કોની સલાહ પર રાખ્યું નામ?

ઇમેજ સ્રોત, Getty Images
કિંગ્સવે નામ સેન્ટ સ્ટીફન્સ કૉલેજના ઇતિહાસના પ્રોફેસર પર્સિવલ સ્પિયરે આપ્યું હતું. નવી દિલ્હીના તમામ રસ્તાના નામ તેમની જ સલાહ પર અંગ્રેજ સરકારે રાખ્યા હતા.
ઇતિહાસકાર પર્સિવલ સ્પિયર સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં 1924-1940 સુધી ભણાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે નવી દિલ્હી બની તો અંગ્રેજોની સરકારે તેમની સલાહ પર અહીંના રસ્તાઓનાં નામ રાખ્યાં હતાં. એટલે કે અકબર રોડ, પૃથ્વીરાજ રોડ, શાહજહાં રોડ જેવાં નામ તેમની સલાહ પરથી જ રાખવામાં આવ્યાં હતાં.
સ્પિયર સાહેબે ભારતના ઇતિહાસ પર અનેક મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. તેઓ વિશુદ્ધ અધ્યાપક અને સંશોધક હતા.
તેમણે ભારતના સ્વાધીનતા આંદોલનને નજીકથી જોયું હતું પરંતુ તેઓ તેની સાથે કે તેના વિરોધમાં ઊભા નહોતા.
સેન્ટ સ્ટીફન્સ કૉલેજ છોડ્યા બાદ તેઓ બ્રિટિશ સરકારના ભારત મામલાના ઉપ-સચિવ બન્યા. તેમણે ભારત છોડ્યા બાદ 'ઇન્ડિયા, પાકિસ્તાન ઍન્ડ ધી વેસ્ટ' (1949),'ટ્વલાઇટ ઑફ ધ મુઘલ્સ' (1951), 'ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' (1966) સહિત મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં હતાં. આ બધાનું હજુ પણ મહત્ત્વ છે.

ક્યાંથી ક્યાં સુધી કર્તવ્યપથ?

ઇમેજ સ્રોત, Getty Images
કર્તવ્યપથ શરૂ થાય છે રાયસીના હિલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનથી. કર્તવ્યપથથી ઇન્ડિયા ગેટની વચ્ચે વિજયચોક આવે છે.
આ ગણતંત્રદિવસની પરેડનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેની વચ્ચે પરેડ રાષ્ટ્રપતિને સલામી આપતાં નવી દિલ્હીના રસ્તાઓ પરથી પસાર થઈ લાલ કિલ્લા ખાતે પૂરી થાય.
સામાન્ય રીતે નવી દિલ્હીની ખાસમખાસ બિલ્ડિંગોના ડિઝાઇનરોની વાત થઈ જાય છે, પણ કોઈને યાદ રહેતું નથી એ અજ્ઞાત વ્યક્તિનું નામ જેની દેખરેખ હેઠળ કર્તવ્યપથ (અગાઉનું રાજપથ) સહિત નવી દિલ્હીના પહોળા-પહોળા સુંદર રસ્તા તૈયાર કરવામાં આવ્યા હતા.
તેમનું નામ હતું સરદાર નારાયણસિંહ. જ્યારે નવી દિલ્હીની પ્રમુખ ઇમારતોની ડિઝાઇન બનવા લાગી તો સવાલ થયો કે અહીં બનતી ઇમારતો અને રસ્તાઓના નિર્માણ માટે કૉન્ટ્રેક્ટર ક્યાંથી આવશે?
આ વાતો 1920ના દાયકાની છે.
એ વખતે આખા દેશમાં સરકારે કૉન્ટ્રેક્ટરનું કામ કરતાં પ્રમુખ કૉન્ટ્રેક્ટરોનો સંપર્ક કર્યો હતો. સરદાર નારાયણસિંહે નવી દિલ્હીના રસ્તાઓને બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
તેમના દાવાને માનવામાં આવ્યો. નવી દિલ્હીના ચીફ ડિઝાઇનર ઍડવિન લુટિયન્સ અને તેમના સાથી હરબર્ટ બૅકરે જ સરદાર નારાયણસિંહને રાજપથના નિર્માણની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી.
તે સમયને ધ્યાનમાં રાખતા તેમણે નવી દિલ્હીને બેજોડ રસ્તા આપ્યા. ત્યારે રસ્તાઓની નીચે ભારે પથ્થર નાખી દેવામાં આવતા અને પછી સ્ક્રૅપ તથા ડામરથી રસ્તા બનતા હતા. નારાયણસિંહના હિસાબે રસ્તાઓ વીસેક વર્ષ સુધી બનતી રહ્યા.
હવે માત્ર કર્તવ્યપથ જ નહીં, આખા દેશના શહેરી વિસ્તારોમાં બિટુમિનસ ટેકનિકથી રસ્તા બની રહ્યા છે. આ ટેકનિકના ઉપયોગથી રસ્તા સસ્તા અને ટકાઉ બની જતા અને વાયુપ્રદૂષણ પણ ફેલાતું નહોતું.

કર્તવ્યપથની મહત્તા

ઇમેજ સ્રોત, Getty Images
ગણતંત્રદિવસની પરેડમાં ઘોડા, હાથી, મોટર સાઇકલ, સેનાના ટ્રકથી લઈને ભારી ટૅન્ક પણ નીકળે છે. પણ કર્તવ્યપથને કોઈ મોટું નુકસાન થતું નથી. જ્યાંથી તે શરૂ થાય છે તેની બંને તરફ હરબર્ટ બૅકરના ડિઝાઇન કરેલા ભવ્ય અને રાજસી સાઉથ બ્લૉક અને નોર્થ બ્લૉક છે.
જંતર-મંતરનો ઉલ્લેખ આવતાં જ મનમાં બે છબિ સામે આવે છે. પહેલી જંતર-મંતરના ધરણાં પર બેઠેલા પ્રદર્શનકારીઓની. બીજી, એ જંતર-મંતર નામની એ ખગોળીય વેધશાળાની જેનું નિર્માણ મહારાજા જયસિંહ દ્વિતીયએ વર્ષ 1724માં કરાવ્યું હતું.
પણ જંતર-મંતરનો આ જ પરિચય નથી. આ નાના એવા રસ્તાની આમને-સામે ભવ્ય અને વિશાળ બંગલા બનાવ્યા હતા એ મુખ્ય રૂપે પાંચ કૉન્ટ્રેક્ટરોને જેઓ નવી દિલ્હીની મહત્ત્વપૂર્ણ ઇમારતોના નિર્માણ માટે પાછલી સદીના આરંભમાં રાજધાનીમાં આવ્યા હતા.
તેમાં ધરમસિંહ સેઠી, સોભાસિંહ, બૈસાખાસિંહ, નારાયણસિંહ પણ હતા. નારાયણસિંહનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે. ધરમસિંહે પોતાના માટે જે ઘરને બનાવ્યું હતું તે આગળ કૉંગ્રેસનું મુખ્યાલય બન્યું હતું.
જોકે, ત્યાંથી પણ કૉંગ્રેસનું મુખ્યાલય 1970ના દાયકામાં અકબર રોડ જતું રહ્યું હતું. ધરમસિંહને કૉન્ટ્રેક્ટ મળ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ભવન, સાઉથ અને નૉર્થ બ્લૉક માટે રાજસ્થાનના ધૌલપુર તથા યુપીના આગ્રાથી પથ્થરોની નિયમિત સપ્લાય રાખે. સોભાસિંહે ધરમસિંહના નજીકના પ્લૉટ પર પોતાનો બંગલો બનાવ્યો હતો. ત્યાં પછી કેરળ હાઉસ બની ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
કર્તવ્યપથની આસપાસ લીલા લીલા રેશમી ઘાસ પર બેસીને દિલ્હીની કેટલીય પેઢીઓએ શિયાળાની મજા માણી છે. અહીં શાસ્ત્રીભવન, નિર્માણભવન, રેલભવન વગેરેમાં કામ કરનારા સરકારી બાબુ લંચના સમયે પત્તાં રમીને કે આડા પડીને સૂરજની કિરણોનું સુખ પ્રાપ્ત કરતા હતા. ઘણાં ઝાડની પાછળ પ્રેમી-પ્રેમિકાઓ એકબીજાની સાથે વાયદો કરે છે.
રાજપથ હવે કર્તવ્યપથ બની ચૂક્યો છે, તેના પર લાગેલા અઢળક જાંબુ અને બીજી પ્રજાતિઓનાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે. આ લગભગ 90 વર્ષ જૂનાં ઝાડ હતાં. અહીંનાં જાંબુ ખાવાનું સુખ દિવ્ય હોતું. જ્યારે રાજપથ બની રહ્યું હતું ત્યારે તેની આસપાસ એડવિન લુટિયન અને તેના બાગવાની મામલાના મુખ્ય સલાહકાર ડબ્લ્યૂ આર. મુસ્ટો ઝાડ લગાવી રહ્યા હતા.
ડબ્લ્યૂ આર. મુસ્ટોએ નક્કી કર્યું હતું કે આ બાજુ પાનખરવાળાં ઝાડ લગાવવાથી બચવામાં આવે. આ સિલસિલો હજુ પણ યથાવત્ છે. અહીંનાં ઝાડ અને સુગંધથી મહેકતાં ફૂલોની ક્યારીઓને મુખ્ય રૂપે રાજસ્થાનના માળીઓએ તૈયાર કર્યાં હતાં. એ માળીઓને આગામી પેઢીઓ હજુ પણ સક્રીય છે. છેલ્લા કેટલાક દાયકાથી ઉત્તર પ્રદેશના આઝમગઢ અને ફૈઝાબાદના માળી પણ અહીં આવવા લાગ્યા છે. આ બધા કેન્દ્રીય લોક નિર્માણવિભાગના કર્મચારી છે. તેઓ મોટાભાગે રાષ્ટ્રપતિ પરિસરમાં અથવા નવી દિલ્હીના કોઈ વિસ્તારમાં રહે છે. કેટલાકના પિતા અને દાદા પણ અહીં કામ કરતા આવ્યા છે.

ક્યારે લાગશે નવાં ઝાડ

ઇમેજ સ્રોત, Getty Images
હવે કર્તવ્યપથ પર નવેસરથી કયાં ઝાડ લાગશે અને તેમાં ક્યારે રસદાર જાંબુ આવશે. આ સવાલનો જવાબ કોણ આપી શકે છે. અહીંનાં જાંબુનાં ઝાડોથી દિલ્હીનાં લોકો અને વાનરોનું મોઢું મીઠું થતું હતું. વાંદરાં પણ તેના પર હાથ સાફ કર્યા કરે છે. સૌને ખબર છે કે રાજપથની આસપાસની સરકારી ઇમારતો સેંકડો વાંદરાંનું ઘર છે.
અગાઉના રાજપથનું રૂપ બદલાઈ રહ્યું છે. રાજપથની નજીક શાસ્ત્રીભવન, ઉદ્યોગભવન, રેલભવન, વિજ્ઞાનભવન પણ હવે યાદો અને તસવીરોમાં જ રહી જશે. આ ભવનોમાં કામ કરતા ઘણા બાબુ દરરોજ લંચના સમયે રાજપથના એક ખૂણામાં રામકથાનું આયોજન કરે છે.
શું નવા બનેલા કર્તવ્યપથ પર ફરી રામકથા માટે સ્પેસ બચશે? શું આગળ ચાલીને અહીંનાં ગાઢ વૃક્ષોની પાછળ છિપાઈને પોતાના ઉજ્જવળ ભવિષ્યની યોજનાઓ બનાવનારા યુવાન જોડીઓને પણ કોઈ જગ્યા મળશે? એ હવે જોવાનું બાકી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













