મનીષ સિસોદિયા : દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સહિત અન્યો સામે CBIએ કેસ દાખલ કર્યો - પ્રેસ રિવ્યૂ

મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

સીબીઆઈએ શરાબનીતિ કૌભાંડને લઈને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા, દિલ્હીના જીએનસીટીડી અને અન્યો સામે કેસ નોંધ્યો છે.

તત્કાલીન કમિશનર (એક્સાઇઝ) અર્વા ગોપી કૃષ્ણ, ડેપ્યુટી કમિશનર (એક્સાઇઝ) આનંદ તિવારી, ડેપ્યુટી કમિશનર (એક્સાઇઝ), દિલ્હી જીએનસીટીડી (એક્સાઇઝ)ના ડેપ્યુટી કમિશનર પંકજ ભટનાગર, 10 લાઇસન્સ ધારકો, તેમના સહયોગીઓ અને અજ્ઞાત લોકો સામે પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

આ કેસમાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત 10 ઠેકાણે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.

ગત દિવસોમાં દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હીની શરાબ નીતિ સાથે જોડાવાના મામલે મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ વિશે સિસોદિયાએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

તેમણે લખ્યું કે સીબીઆઈ આવી છે અને તેમનું સ્વાગત છે. તેમની સરકારને ઈમાનદાર ગણાવતા તેમણે પોતાની સરકારને કટ્ટર ઈમાનદાર જણાવતા કહ્યું કે "જે સારું કામ કરે છે તેને આ રીતે પરેશાન કરવામાં આવે છે એટલે દેશ હજી સુધી નંબર-1 નથી બની શક્યો."

કહેવામાં આવે છે કે એક્સાઇઝ પૉલિસીમાં અનિયમિતતાઓ વર્તવામાં આવી હતી, લાઇસન્સધારકોને અવૈધ રીતે ફાયદા પહોંચાડ્યા છે, લાઇસન્સ ફીમાં ઘટાડો કરવા અને પરવાનગીવગર એલ-1 લાઇસન્સ આપવામાં આવ્યાં.

એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ રીતે મેળવવામાં આવેલો અવૈધ ફાયદો ખાનગી પાર્ટી દ્વારા સંબંધિત સરકારી અધિકારીઓને પહોંચાડવામાં આવ્યો અને એકાઉન્ટમાં ખોટી એન્ટ્રી કરવામાં આવી હતી.

દિલ્હી, ગુરુગ્રામ, ચંડીગઢ, મુંબઈ, હૈદરાબાદ, લખનૌ અને બંગલુરુમાં 21 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ગુનાહિત દસ્તાવેજ અને ચીજો, ડિજિટલ રેકર્ડ મળ્યા હોવાનો દાવો કરાયો છે.

આ કેસની તપાસ ચાલુ છે.

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘરે CBI કેમ પહોંચી?

સીબીઆઈના દરોડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સીબીઆઈના દરોડા

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી છે. આ અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

સિસોદિયાએ કહ્યું હતું કે સીબીઆઈ આવી છે અને તેમનું સ્વાગત છે. સિસોદિયાએ પોતાની સરકારને કટ્ટર ઇમાનદાર ગણાવતાં કહ્યું છે કે "જે લોકો સારું કામ કરે તેમને આ જ રીતે પરેશાન કરવામાં આવે છે અને એથી જ દેશ અત્યાર સુધી નંબર-1 બની શક્યો નથી."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે લખ્યું, "અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું. જેથી સત્ય સામે આવી શકે."

"અત્યાર સુધી મારા પર ઘણા કેસ કર્યા પણ કશું મળ્યું નથી. આમાં પણ કંઈ નહીં મળે. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાશે નહીં."

તેમણે આગળ લખ્યું કે "આ લોકો દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કરાયેલા જોરદાર કામથી પરેશાન છે. તેથી દિલ્હીના આરોગ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પકડ્યા છે. જેથી તેમણે કરેલા કામને રોકી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય સામે આવી જશે."

મનીષ સિસોદિયાના ઘરે પાડવામાં આવેલા દરોડાને લઈને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમણે ટ્વીટ કરીને કહ્યું, "જે દિવસે અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના ફ્રન્ટ પેજ પર દિલ્હીના શિક્ષણ મૉડલ અને મનીષ સિસોદિયાનાં વખાણ છપાયાં, તે જ દિવસે કેન્દ્રે મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ મોકલી."

"સીબીઆઈનું સ્વાગત છે. અમે પૂરેપૂરો સહકાર આપીશું. પહેલાં પણ ઘણા દરોડા પાડ્યા, કંઈ ન મળ્યું. હવે પણ કંઈ નહીં મળે."

ઉલ્લેખનીય છે કે મની લૉન્ડરિંગ મામલે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન છેલ્લા કેટલાક સમયથી ઈડીની કસ્ટડીમાં છે.

જ્યારે તાજેતરમાં જ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હીની ઍક્સાઇઝ નીતિ અંગેના મામલે મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગ કરી હતી.

line

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુઆંક સત્તાવાર આંકડાથી બમણો

ગુજરાત કોરોના અપડેટ

ઇમેજ સ્રોત, ANI

હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સંશોધનનાં તારણો અનુસાર, માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી 90માં કોરોનાના સત્તાવાર મૃત્યુઆંક કરતા હકીકતમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો બમણો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, હાર્વર્ડ યુનિવર્સિટીની ટી. એચ. ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ અને અન્ય સંશોધકોએ ભેગા મળીને ગુજરાતની 162માંથી 90 નગરપાલિકામાંથી આંકડા મેળવીને તેના પર સંશોધન કર્યું હતું.

આમ ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર રીતે 10,098 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સરકારના આંકડા સૂચવે છે. ત્યારે માત્ર 90 નગરપાલિકાઓમાં જ સત્તાવાર આંકડાથી 21,300 વધુ મૃત્યુ થયા હોવાનું આ સંશોધન સૂચવે છે.

આ સંશોધન માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીમાં તંત્ર દ્વારા રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અને આ સમયગાળા દરમિયાન કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના આંકડાને આધારે કરાયું છે.

સંશોધન મુજબ, રાજ્યની 90 નગરપાલિકામાં સરકારી મૃત્યુઆંક કરતાં 21,300 વધુ મૃત્યુ નોંધાયા છે. જે સત્તાવાર આંકડાથી 44 ટકા વધુ છે.

રાજ્યમાં એપ્રિલ 2021 દરમિયાન મૃત્યુમાં 678 ટકા વધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ મૃત્યુ 40થી 65 વર્ષ વયજૂથમાં નોંધાયો હતો.

હાર્વર્ડ યુનિવર્સિટી સિવાય આ સંશોધનમાં ન્યૂ દિલ્હીસ્થિત નેશનલ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા, સ્ટૅનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન અને યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના સંશોધકોએ ભાગ લીધો હતો.

line

ગુજરાત હાકોર્ટે ગુજરાત ઓર્ગન ડોનેશન પૉલિસીને બંધારણની કલમ 14 વિરુદ્ધ કેમ ગણાવી?

ગુજરાત ઑર્ગન ડોનેશન પૉલિસી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે ગુરુવારે પોતાના ચુકાદામાં ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે રાજ્ય દ્વારા જે ઓર્ગન ડોનેશન પૉલિસી બનાવવામાં આવી છે. તે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, છેલ્લાં છ વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયેલા અને કિડનીની બીમારી ધરાવતા હિમાંશુ શેખરને ગુજરાતમાં 10 વર્ષ પૂરાં ન થયાં હોવાથી ડૉમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવતું ન હતું.

જેના કારણે તેઓ ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે તેમ નહોતા.

જેથી તેમણે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સિંગલ જજની બૅન્ચ દ્વારા સત્તાધીશોને આ વ્યક્તિનું નામ અંગ મેળવવાની યાદીમાં નોંધવાનો હુકમ કર્યો હતો. જેને સરકારે ડિવિઝન બૅન્ચ સમક્ષ પડકાર્યો હતો.

હિમાંશુ શેખર છ વર્ષથી ગુજરાતમાં રહે છે અને કિડનીની એક ગંભીર સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાના કારણે તેમને અઠવાડિયામાં બે વખત હિમોડાયાલિસિસ કરાવવું પડે છે. આ કારણથી ડૉક્ટરે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી.

ગુજરાત ઓર્ગન ડોનેશન પૉલિસી અનુસાર ઑર્ગનન ડ્રાન્સપ્લાન્ટેશન માટે દર્દી પાસે ફરજિયાત ડૉમિસાઇલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ સર્ટિફિકેટ એક રાજ્યમાં 10 કે તેથી વધુ વર્ષ સુધી રહી ચૂકેલાં વ્યક્તિઓને જ આપવામાં આવે છે.

હાઈકોર્ટમાં સિંગલ જજની બૅન્ચ દ્વારા સરકારને હિમાંશુભાઈનું નામ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટેની યાદીમાં ઉમેરવાનો હુકમ કરતા સરકાર ડિવિઝન બૅન્ચ સમક્ષ ગઈ હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ડિવિઝન બૅન્ચ સરકારની નીતિથી નાખુશ હતી. ચીફ જસ્ટિસે સરકારી વકીલને સ્થાનિક દર્દીઓને પ્રાથમિકતા આપવા પાછળનું કારણ પણ પૂછ્યું હતું.

કોર્ટે કહ્યું હતું કે ભારતનાં બંધારણની કલમ 14 મુજબ 'રાજ્ય કોઈ પણ વ્યક્તિને સમગ્ર ભારતમાં કાયદા સમક્ષ સમાનતા અથવા સમાન રક્ષણથી વંચિત રાખી શકે નહીં.'

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન