ભાજપ આગામી ચૂંટણીમાં અમિત શાહને CMના ઉમેદવાર જાહેર કરશે? કેજરીવાલનો સવાલ
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન અને પહોંચ વધુ મજબૂત બનાવવા માટે કામે લાગેલી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં દસ બેઠકો પર પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આપના વધતાં જતાં પ્રભાવને કારણે ગુજરાતમાં ભાજપ ઘણા નિર્ણયો લઈ રહ્યો હોવાના અવારનવાર પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આરોપ લગાડતા રહે છે.
તાજેતરમાં તેમણે આ મામલે એક ટ્વીટ કરીને આ કડી આગળ વધારી હતી.
તેમણે લખ્યું હતું કે, "આપ ગુજરાતમાં મોટું પક્ષ બનતું જઈ રહ્યું છે. ભાજપ વ્યાકુળ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને CM ઉમેદવાર બનાવવાનો છે આ વાત સાચી છે? શું ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ નારાજ છે?"
આ મામલે, ભાજપ અને અન્ય પક્ષોની પ્રતિક્રિયા આવવાની બાકી છે.

અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી : રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
એન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટોરેટ (ઈડી) દ્વારા નેશનલ હેરાલ્ડ મામલે યંગ ઇન્ડિયન કંપનીના પરિસરને સીલ માર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે "અમે ડરતા નથી."
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું, "નેશનલ હેરાલ્ડ મામલો એ ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ છે. તેમને લાગે છે કે તેઓ દબાણ ઊભું કરીને અમને શાંત કરી દેશે પણ અમે ડરીશું નહીં. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવું હોય એ કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, બુધવારે ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે યંગ ઇન્ડિયન કંપનીનું પરિસર સીલ કર્યું હતું અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા.
યંગ ઇન્ડિયન કંપનીને સીલ માર્યા બાદ ઈડીએ કૉંગ્રેસ મુખ્યાલય અને સોનિયા ગાંધીના નિવાસસ્થાન બહાર પોલીસકાફલો તહેનાત કર્યો હતો.
નેશનલ હેરાલ્ડ મામલે મામલે ઈડી અગાઉ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂક્યું છે.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ભરડા વચ્ચે કોરોના કેસોની સંખ્યા એક હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસના નવા 1,059 કેસ નોંધાયા છે. જેની સાથે રાજ્યભરમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યા 6,407 પર પહોંચી છે.
રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા જાહેર કરાતી યાદી અનુસાર, રાજ્યમાં બુધવારે નોંધાયેલા 1,059 કોરોના કેસ પૈકી 320 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
જ્યારે વડોદરામાં 96, સુરતમાં 38, રાજકોટમાં 30, જામનગરમાં 19 તેમજ ગાંધીનગરમાં 29 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં હવે માત્ર બે જિલ્લા એવા રહ્યા છે, જ્યાં એક પણ નવો કેસ નોંધાયો ન હોય.
આ ઉપરાંત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસો પણ વધી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે બુધવારે રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી આ વર્ષનું પ્રથમ મૃત્યુ નોંધાયું છે.
સુરતના 49 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો જણાતાં સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે તેમનું મૃત્યુ થયું હતું.
અહેવાલ મુજબ, ગત જુલાઈ મહિનામાં રાજ્યમાં રોજ સરેરાશ એક નવો સ્વાઇન ફ્લૂનો દર્દી નોંધાતો હતો. આ કેસોની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે.
અન્ય એક અહેવાલ પ્રમાણે, વડોદરામાં બે એવા દર્દીઓ જોવા મળ્યા હતા, જેમને કોરોના અને સ્વાઇન ફ્લૂ બંનેનો ચેપ લાગ્યો હતો.
આ બે દર્દીઓ પૈકી એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

કૉમનવેલ્થ ગેમ્સ : ભારતીય મહિલા હૉકી ટીમ સૅમીફાઇનલમાં, બુધવારે ભારતને કેટલા મૅડલ મળ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વધુ એક બ્રૉન્ઝ મેડલ મળ્યો છે. લવપ્રીત સિંહે વેઇટલિફ્ટિંગમાં 109 કિલો ભારવર્ગમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય ભારતીય મહિલા અને પુરુષ હૉકી ટીમ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપીને ફાઇનલ તરફ આગળ વધી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
લવપ્રીત સિંહે 163 અને 192 કિલોગ્રામ મળીને કુલ 355 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આ સાથે તેમણે એક નવો નેશનલ રેકૉર્ડ બનાવ્યો હતો.
જ્યારે હૉકીની વાત કરીએ તો ભારતની મહિલા ટીમે પોતાની અંતિમ ગ્રુપ મૅચમાં કૅનેડાને 3-2થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે સૅમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ભારતની મહિલા ટીમ નવ પૉઇન્ટ સાથે બીજા નંબર પર રહી. ભારતે ત્રણ મૅચ જીતી અને ઇંગ્લૅન્ડ સામેની મૅચ હારી ગયું.
ભારતે ઘાનાને 5-0થી અને વેલ્સને 3-1થી હરાવ્યું હતું. જોકે, ઇંગ્લૅન્ડની ટીમે ભારતને 3-1થી હરાવ્યું હતું.
આ સિવાય ભારતીય પુરુષ ટીમે ગ્રુપ મૅચમાં કૅનેડાને 8-0થી હરાવીને અપસેટ સર્જ્યો છે.
મૅચમાં હરમનપ્રીત સિંહ અને આકાશદીપ સિંહે 2-2 ગોલ કર્યા. આ સાથે ટીમ 7 પૉઇન્ટ સાથે ગ્રુપ-બીમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે.
મેડલ ટૅલી અનુસાર, કુલ 18 મેડલ સાથે ભારત હાલ સાતમાં ક્રમાંકે છે. ભારતને પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રૉન્ઝ મેડલ મળ્યા છે.
જ્યારે 123 મેડલ સાથે ઑસ્ટ્રેલિયા પ્રથમ, 103 મેડલ સાથે ઇંગ્લૅન્ડ બીજા અને 57 મેડલ સાથે કૅનેડા ત્રીજા ક્રમાંકે છે.

નેશનલ હેરાલ્ડ હાઉસ મામલે યંગ ઇન્ડિયન લિમિટેડનું પરિસર સીલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ઍન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટોરેટ (ઈડી) એ હેરાલ્ડ હાઉસમાં યંગ ઇન્ડિયન કંપનીનું પરિસર અસ્થાયી રીતે સીલ કરી દીધું છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ઈડીએ આદેશમાં જણાવ્યું છે કે તેમની મંજૂરી વગર આ પરિસર ખોલી શકાશે નહીં.
આ કાર્યવાહીની સાથેસાથે દિલ્હીસ્થિત કૉંગ્રેસના મુખ્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસકાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે કૉંગ્રેસ મુખ્યાલય તરફ અવરજવરનો રસ્તો બ્લૉક કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલાં જ ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લૉન્ડરિંગ મામલે દિલ્હી અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ પહેલાં કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













