સ્મૃતિ ઈરાની દ્વારા કાનૂની કાર્યવાહી પછી પણ સવાલો કેમ નથી અટકી રહ્યા?

ઈરાની

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • કૉંગ્રેસના નેતાઓએ સ્મૃતિ ઈરાની પર સ્મૃતિ ઈરાનીની પુત્રી દ્વારા ચલાવવામાં આવતા 'રેસ્ટોરાં કમ બાર' પર નકલી લાઇસન્સ લેવાનો આરોપ લગાવ્યો
  • સ્મૃતિએ આરોપો ફગાવ્યા અને કૉંગ્રેસના નેતાઓને કોર્ટમાં ઢસડી જવાની ધમકી પણ આપી
  • સ્મૃતિ ઈરાનીની ચેતવણી બાદ પણ કૉંગ્રેસના ઘણા નેતાઓ આ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમને ભીંસમાં મૂકી રહ્યા છે
લાઇન

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પાર્ટી પર તેમની પુત્રી વિરુદ્ધ "ખોટું અભિયાન" ચલાવવાનો અને "ચારિત્ર્ય હનન"નો આરોપ લગાવ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે ગાંધી પરિવાર વિરુદ્ધ તેમના સ્પષ્ટવક્તા વલણને કારણે તેમની પુત્રીને નિશાન બનાવવામાં આવી રહી છે. શનિવારે કૉંગ્રેસે સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં "ગેરકાયદે બાર" ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા હતા. તેમણે કૉંગ્રેસના નેતાઓને કોર્ટમાં ઢસડી જવાની ધમકી પણ આપી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે કૉંગ્રેસના નેતા પવન ખેરા, જયરામ રમેશ, નેટ્ટા ડી'સોઝા અને કૉંગ્રેસને તેમનાં 18 વર્ષીય દીકરી અંગે નિવેદન આપવા મુદ્દે કાયદાકીય નોટિસ મોકલી છે અને આ નોટિસમાં માગણી કરાઈ છે કે આ તમામે તાત્કાલિક અસરથી તમામ આરોપો પાછા ખેંચવા અને બિનશરતી માફી માગવી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સ્મૃતિ ઈરાનીની પુત્રી જોઈશ ઈરાનીએ પણ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જોઈશના વકીલ કિરાત નાગરાએ એક નિવેદન જારી કરીને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. નાગરાના જણાવ્યા અનુસાર, જોઈશ "ન તો આવી કોઈ રેસ્ટોરાંની માલિક છે, ન તો તે સિલી સોલ્સ ગોવા નામની રેસ્ટોરાં ચલાવી રહી છે."

"આ બનાવટી આરોપો છે, જેનો એકમાત્ર હેતુ તેમને બદનામ કરવાનો છે."

પરંતુ કૉંગ્રેસના નેતાઓ હજુ પણ આ મુદ્દે સતત પ્રશ્નો પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ક્રીન શોટ્સ અને જૂના ઇન્ટરવ્યૂ શૅર કરી રહ્યા છે.

line

શું છે સમગ્ર મામલો?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કૉંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને મહિલા કૉંગ્રેસના વડા નેટ્ટા ડિસોઝાએ શનિવારે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા અને કેન્દ્રીય કૅબિનેટમાંથી તેમની હકાલપટ્ટીની માંગ કરી.

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના નેતાઓએ કહ્યું હતું, "ગોવામાં સ્મૃતિ ઈરાનીની પુત્રી દ્વારા ચલાવવામાં આવતા 'રેસ્ટોરાં કમ બાર' પર નકલી લાઇસન્સ લેવાનો આરોપ છે. લાઇસન્સ મે 2021માં મૃત્યુ પામનાર વ્યક્તિના નામે છે. લાઇસન્સ જૂન 2022 માં લેવામાં આવ્યું હતું, જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ એક વર્ષ પહેલાં થઈ ગયું હતું. આ રેસ્ટોરાંને બે લાઇસન્સ મળ્યાં હતાં, જ્યારે ગોવાના કાયદા અનુસાર રેસ્ટોરાંને બારનું એક જ લાઇસન્સ મળી શકે છે. સાથે જ આ રેસ્ટોરાં કમ બારને રેસ્ટોરાંનું લાઇસન્સ પણ મળ્યું ન હતું."

line

શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ?

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સ્મૃતિ ઈરાનીએ શનિવારે પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસના નેતાઓના તમામ આરોપોને ફગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તે આ મામલાને 'અદાલત અને જનતા કી અદાલત'માં લઈ જશે.

કૉન્ફરન્સમાં દીકરીનો બચાવ કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેમની દીકરી 18 વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. આજે કૉંગ્રેસ પાર્ટી દ્વારા તેમના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધું પાર્ટી નેતૃત્વના ઇશારે થઈ રહ્યું છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "મારી દીકરીની ભૂલ એ છે કે તેની માતાએ સોનિયા અને રાહુલ ગાંધીએ કરેલી પાંચ હજાર કરોડની લૂંટ પર પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેની ભૂલ એ છે કે તેની માતા 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે લડી હતી."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

સ્મૃતિ ઈરાનીએ જેના આધારે કૉંગ્રેસ નેતાઓએ તેમની પુત્રી પર ગંભીર આરોપો લગાવ્યા હતા તે કારણદર્શક નોટિસ અને આરટીઆઈ અરજી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તે કોર્ટમાં જશે.

line

કૉંગ્રેસના નેતાઓ હવે શું કહે છે?

ખેરા

ઇમેજ સ્રોત, Getty Images

જો કે, સ્મૃતિ ઈરાનીની ચેતવણી બાદ પણ કૉંગ્રેસના ઘણા નેતાઓ આ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમને ભીંસમાં મૂકી રહ્યા છે.

કૉંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઈરાની પર 'જૂઠું બોલવાનો' આરોપ લગાવી રહ્યા છે. કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનેતે એપ્રિલ 2022માં પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટને ટાંકીને ઘણાં ટ્વીટ કર્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તૃણમૂલ કૉંગ્રેસના નેતા કીર્તિ આઝાદે સ્મૃતિ ઈરાનીની કથિત ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે અને તેને 'ઓપન એન્ડ શટ કેસ' ગણાવ્યો છે.

પવન ખેરાએ પૂછ્યું છે કે, "કઈ સ્મૃતિ ઈરાની ખોટું બોલી રહી છે? એ સ્મૃતિ ઈરાની જેણે 14 એપ્રિલ, 2022ના રોજ પોતાની દીકરીના રેસ્ટોરાંનાં વખાણ કર્યાં હતાં કે પછી એ સ્મૃતિ ઈરાની જે આજે કહી રહી છે કે તેમની દીકરી પાસે કોઈ રેસ્ટોરાં નથી?"

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

યૂથ કૉંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં જોઈશ ઈરાની કથિત રીતે ફૂડ ઍન્ડ ટ્રાવેલ શોમાં પોતાના રેસ્ટોરાં વિશે વાત કરતાં જોવા મળે છે.

જોકે બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

line

જોઈશ ઈરાની પહેલાં પણ ચર્ચામાં રહી ચૂક્યાં છે

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની સત્તાવાર વેબસાઈટ અનુસાર કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની બે બાળકોનાં માતા છે. તેમના પુત્રનું નામ જોર ઈરાની છે, જ્યારે પુત્રીનું નામ જોઈશ ઈરાની છે.

સ્મૃતિ ઈરાનીના જણાવ્યા અનુસાર, તેમનાં પુત્રી 18 વર્ષનાં છે અને તે કૉલેજના પ્રથમ વર્ષમાં ભણે છે.

તેઓ તેમનાં બાળકોની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં રહે છે. વર્ષ 2019માં દીકરી જોઈશ સાથે શૅર કરેલી તેમની તસવીરે ઘણી હેડલાઇનમાં આવી હતી. ત્યાર બાદ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર જોઈશ સાથેનો એક ફોટો શૅર કર્યો અને લખ્યું કે તેની પુત્રીને તેના દેખાવના કારણે સ્કૂલમાં 'બુલી' કરવામાં આવી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન