ગુજરાતમાં વરસાદ : CM ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, અસરગ્રસ્તોને મદદ પહોંચાડાય તે સુનિશ્ચિત કરવા સૂચન

ગુજરાતમાં વરસાદ
લાઇન
  • ગુજરાતના કેટલાય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂર જેવી પરિસ્થિતિ
  • રાજ્યભરમાંથી 10,674 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
  • વરસાદના કારણે 56 લોકો અને 264 પશુઓનાં મૃત્યુ થયાં
  • 24 કલાકમાં 18 મકાનો અને 11 ઝૂંપડા ધ્વસ્ત
  • એનડીઆરએફ અને એસડીઆરએ દ્વારા રાહતકાર્ય ચાલુ
  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શક્ય તમામ મદદ માટે સૂચના આપી
લાઇન

રાજ્યમાં પાછલા અમુક દિવસોમાં પડેલ વરસાદના કારણે ઘણાં સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

મંગળવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી ગ્રસ્ત નર્મદા અને છોટા ઉદેપુરના વિસ્તારોની મુલાકાત લીધી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

નોંધનીય છે કે છોટા ઉદેપુર, વલસાડ, નર્મદા અને નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં ઘણા લોકોને જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

મુખ્ય મંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન સ્થિતિનો અંદાજ મેળવવા માટે અધિકારીઓ અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી.

અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય પહોંચાડવા અને જરૂરી કામગીરી કરવાની સૂચના આપી હતી.

નોંધનીય છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પછી હવે કચ્છમાં મંગળવાર સવારથી ભયંકર વરસાજ જામ્યો છે.

સવારે છ વાગ્યા પછી ચાર કલાકમાં કચ્છના અંજાર અને ગાંધીધામમાં 137 મિલીમિટર અને 120 મિલીમિટર વરસાદ પડ્યો છે, નખત્રાણામાં 49 એમએમ વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્રના રાજકોટમાં મંગળવાર સવારે છથી 10 વાગ્યા સુધીમાં 81 મિલીમિટર વરસાદ થયો છે. ભાવનગર, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.

ભારતના હવામાન વિભાગે દક્ષિણ પૂર્વના સૂરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યો હતો.

ભારતીય હવામાન વિભાગે મંગળવાર સવારે નવેસરથી 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો જામં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચનો સમાવેશ થાય છે.

ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે, મંગળવાર સવારે ચાર કલાકમાં 64 મિલીમિટર, તાપી જિલ્લાના ડોલવનમાં 59, નવસારીના વાંસદામાં 47, મોરબીમાં 39 અને નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 37 મિલીમિટર વરસાદ ખાબક્યો છે.

line

'વરસાદમાં મારાં છોકરાં તણાઈ ગયાં, હું બરબાદ થઈ ગયો', દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી આફત વરસી

ગુજરાતમાં વરસાદ

કોઈ રડતાંરડતાં કહી રહ્યું છે, "હું બરબાદ થઈ ગયો અને મારાં છોકરાં પણ તણાઈ ગયાં. મારા પૈસા પણ ગયા અને મારું આખું ઘર બરબાદ થઈ ગયું."

તો કોઈ વરસાદમાં તૂટેલા ઘર તરફ ઇશારો કરીને જણાવે છે, "પેલું સામે દેખાય એ મારું ઘર હતું. એ પડી ગયું. અનાજપાણી, અમારો સામાન, બધું જ તણાઈ ગયું."

છોટા ઉદેપુરમાં આકાશે વરસાદના રૂપે વરસાવેલા કેરનો ભોગ બનનારા લોકોના આ શબ્દો છે.

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. પાણી શહેરો અને ગામોમાં ઘૂસી ગયાં છે અને પરિસ્થિતિ હજુ પણ કપરી બને એવા અણસાર દેખાઈ રહ્યા છે.

ભારે વરસાદને પગલે નવસારીના કેટલાય વિસ્તારમાં પુરની પરિસ્થિતિ સર્જાયેલી છે અને જનજીવનને ભારે અસર પહોંચી છે. પૂર્ણા નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 1700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે લોકોને બહાર ન નીકળવા અપીલ કરી છે. ભારે વરસાદને પગલે ડભોઈ અને એકતાનગર રેલવે સ્ટેશનના પાટા ધોવાઈ ગયા છે અને રેલવ્યવહારને અસર પડી છે.

વેર્સ્ટર્ન રેલવેએ જણાવ્યું છે કે ભારે વરસાદને લીધે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત 24 કલાકમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. હવામાનખાતાએ હજુ આગામી પાંચ દિવસ સુધી ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

છોટા ઉદેપુરના બોડેલી વિસ્તારમાં વરસાદે સર્જેલી આફતનો ચિતાર મેળવવા માટે બીબીસી ગુજરાતીની ટીમ પહોંચી હતી. વરસાદના 24 કલાક બાદની સ્થિતિ એવી હતી કે લોકોના ઘરમાંથી પાણી તો ઓસર્યાં પણ કાદવકીચડ બહાર કાઠતાં લોકોની આંખે પાણી આવી ગયાં હતાં.

બોડેલીનાં લગભગ ઘરોમાંથી સીધુંસામાન અને ઘરવખરી પાણીમાં તણાઈ ગયાં છે.

બોડેલી અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે તંત્રને રેડ ઍલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે.

line

પ્રભાવિત વિસ્તારોમાં રેડ ઍલર્ટ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યભરમાં અનારાધાર વરસાદને પગલે સર્જાયેલ પરિસ્થિતિ અંગે ગુજરાત સરકારના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારપરિષદમાં માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું, "રાજ્યમાં ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ ,નવસારી અને વલસાડમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે."

આ સિવાય સમગ્ર રાજ્યમાં પડેલ ભારે વરસાદની વધુ વિગતો જાહેર કરતાં તેમણે જણાવ્યું હતું કે, "પાછલા 24 કલાકમાં શુક્રવારે ચાર વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 442 મિલિમિટર, સુરતના ઉમરપાડામાં 345 મિલિમિટર અને નર્મદાના તિલકવાડામાં 270 મિલિમિટર વરસાદ પડ્યો હતો."

આ સિવાય તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારે વરસાદની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાંથી કૂલ 10,674 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 6,853 લોકો પોતાના નિવાસસ્થાને વરસાદ ધીમો પડતાં પરત ફર્યા છે.

વરસાદની સમગ્ર સિઝનમાં રાજ્યમાં થયેલ મૃત્યુના આંકડા જણાવતાં તેમણે કહ્યું કે પાછલા 24 કલાકમાં વરસાદથી સાત સહિત કુલ 56 મૃત્યુ થયાં છે. તેમજ આ દરમિયાન 264 પશુનાં મૃત્યુ પણ થયાં છે..

ભારે વરસાદને પગલે સંપૂર્ણ અને અંશત: નુકસાન પામ્યા હોય તેવા આવાસોની વિગતો જણાવતાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું, "વરસાદને પગલે પાછલા 24 કલાકમાં સાત સહિત કુલ 18 મકાન બિલકુલ ધ્વસ્ત થયાં હતાં, જ્યારે કુલ 11 ઝૂંપડાં પણ સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં."

આ સિવાય રાજ્યમાં ભારે વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં 468 લોકોનો બચાવ કરાયો હતો.

રાજ્યમાં એનડઆરએફ અને એસડીઆરએફની કુલ 18-18 ટુકડીઓ કાર્યરત્ કરાઈ છે. જે સમયાંતરે નાગરિકોને પડી રહેલ હાલાકીમાં વહીવટી તંત્રના સંકલન સાથે લોકોને મદદ કરી રહી છે.

line

રાજ્યના મોટાભાગના ડૅમ ભરાયા, રેલ સેવા પણ પ્રભાવિત

છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના ડૅમ ભરાઈ ગયા છે. જે પૈકી કેટલાક ડૅમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે.

ડૅમોમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે અને ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે .

ગોધરા રેલવેસ્ટેશન પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં મુંબઈ-દિલ્હી રેલસેવા પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

મુખ્ય મંત્રીકાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર તેમણે કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન