ગુજરાતમાં ભારે વરસાદથી આઠ જિલ્લામાં રેડ ઍલર્ટ, 24 કલાકમાં સાતનાં મોત

ગુજરાત વરસાદ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વલસાડમાં પસાર થતી કાવેરી નદી
લાઇન
  • ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
  • રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધી કુલ 56 મૃત્યુ થયાં
  • સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં નોંધાયો
  • રાજ્યભરમાંથી 3 હજાર જેટલા લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા
લાઇન

ગુજરાતમાં ભારે વરસાદનો સિલસિલો સોમવારે પણ ઘણાં સ્થળોએ ચાલુ રહેવા પામ્યો હતો.

જોકે, ઘણા જિલ્લાઓમાં બપોરે સતત વરસાદનું જોર ઘટવાથી થોડી રાહત જરૂર મળી હતી.

ગુજરાત સરકારના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાછલા અમુક સમયથી રાજ્યભરમાં ચાલી રહેલ અનારાધાર વરસાદને પગલે સર્જાયેલ પરિસ્થિતિ અંગે પત્રકારપરિષદમાં માહિતી આપી હતી.

અમદાવાદમાં પાણી ભરાયાં

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, છોટાઉદેપુરમાંથી 400, નવસારીમાંથી 550 અને વલસાડમાંથી 470 લોકોને રાહતકાર્યની ટીમો દ્વારા બચાવીને સુરક્ષિતસ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, "રાજ્યમાં ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ ,નવસારી અને વલસાડમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે."

આ સિવાય સમગ્ર રાજ્યમાં પડેલ ભારે વરસાદની વધુ વિગતો શૅર કરતાં તેમણે જણાવ્યું હતું કે, "પાછલા 24 કલાકમાં શુક્રવારે ચાર વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 442 મિલિમિટર સુરતના ઉમરપાડામાં 345 મિલિમિટર અને નર્મદાના તિલકવાડામાં 270 મિલિમિટર વરસાદ પડ્યો હતો."

આ સિવાય તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારે વરસાદની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાંથી કૂલ 10,674 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 6,853 લોકો પોતાના નિવાસસ્થાને વરસાદ ધીમો પડતાં પરત ફર્યા છે.

વરસાદની સમગ્ર સિઝનમાં રાજ્યમાં થયેલ મૃત્યુના આંકડા જણાવતાં તેમણે કહ્યું કે પાછલા 24 કલાકમાં વરસાદથી સાત સહિત કુલ 56 મૃત્યુ થયાં છે. તેમજ આ દરમિયાન 264 પશુનાં મૃત્યુ પણ થયાં હતાં.

ભારે વરસાદને પગલે સંપૂર્ણ અને અંશત: નુકસાન પામ્યાં હોય તેવાં આવાસોની વિગતો જણાવતાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, "વરસદાને પગલે પાછલા 24 કલાકમાં સાત સહિત કુલ 18 મકાન બિલકુલ ધ્વસ્ત થયાં હતાં, જ્યારે કુલ 11 ઝૂંપડાં પણ સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં."

આ સિવાય રાજ્યમાં ભારે વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા.

રાજ્યમાં એનડઆરએફ અને એસડીઆરએફની કુલ 18-18 ટુકડીઓ કાર્યરત્ કરાઈ હતી. જે સમયાંતરે નાગરિકોને પડી રહેલ હાલાકીમાં વહીવટી તંત્રના સંકલન સાથે લોકોને મદદ કરી રહી હતી.

ભારે વરસાદને લીધે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ને બચાવ અને રાહતકામગીરી માટે લગાવાઈ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર તેમણે કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતનાં કમસે કમ 174 ગામોમાં ભારે વરસાદને કારણે રવિવારે વિજળીની આપૂર્તિ બાધિત થઈ હતી. સોમવારે અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી મોટાં ભાગનાં ગામો છોટા ઉદેપુરમાં આવેલા છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર છોટા ઉદેપુરમાં છેલ્લા 24 કલાકમાં 166 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. ત્યાર બાદ સોમવાર સવાર સુધીમાં 24 કલાકમાં નર્મદા જિલ્લામાં 168 મિલીમીટર વરસાદ પડ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાત કરતા એક અધિકારીઓ જમાવ્યું કે, "સોમવાર સુધી ગુજરાતમાં 173 ગામોમાં વિજળીની આપૂર્તિ બાધિત થઈ હતી. તેમાં 164 ગામ મધ્ય ગુજરાતમાં આવેલાં છે."

ગુજરાત રાજ્યના માહિતીખાતા અનુસાર, આ દરમિયાન છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં રવિવાર આઠ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે 388 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે અને ત્રણ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

માહિતીખાતા અનુસાર, છોટાઉદેપુરમાંથી 400, નવસારીમાંથી 550 અને વલસાડમાંથી 470 લોકોને રાહતકાર્યની ટીમો દ્વારા બચાવીને સુરક્ષિતસ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સ્કાયમૅટ વેધરના અહેવાલ પ્રમાણે, 1 જૂનથી 9 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં 59 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસું 'સામાન્ય' શ્રેણીમાં છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં આવેલી પૂરને કારણે ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કલેક્ટરની વિનંતી પર ચેતક હેલિકૉપ્ટર થકી રેસ્ક્યૂ મિશન લૉન્ચ કરાયું હતું જે અંતર્ગત ઓછી વિઝિબિલિટી, ભારે પવન અને વરસાદવાળી કપરી પરિસ્થિતિમાં પણ 16 લોકોના જીવ બચાવ્યા હતા."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર ગુજરાતમાં વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું હતું કે, "રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં સર્જાયેલ પૂર જેવી પરિસ્થિતિ અંગે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી. મેં મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદનો વાયદો કર્યો છે. ગુજરાતનું વહીવટી તંત્ર, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે સતત કાર્ય કરી રહી છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

ભારે વરસાદને કારણે 388 રસ્તાઓ બંધ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પીટીઆઈ અનુસાર રાજ્યમાં ચોતરફ વરસાદને કારણે 388 રસ્તાઓ જેમાં રાજ્યકક્ષાના રાજમાર્ગો અને પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે. ટ્રાફિક માટે રસ્તાઓ ખોલવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગુજરાત સરકારનું કહેવું છે કે ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધતાં રાજ્યમાં 13 ડૅમને હાઈ એલર્ટ અને આઠને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગે આવનારા પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને ક્યાંક અતિભયંકર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં રવિવાર રાતના 219 એમએમ વરસાદ નોંધાયો છે.

line

'આવો વરસાદ છેલ્લાં 20 વર્ષમાં ક્યારેય નથી પડ્યો'

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લીધે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કપરી પરિસ્થિતિની નિર્માણ થયું છે. છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ અને પંચમહાલમાં કેટલાય વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 13 ટીમો અને SDRFની 16 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.

SDRFની એક પ્લાટુન છોટા ઉદેપુરમાં મોકલાઈ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયેલા જિલ્લામાં છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં છેલ્લાં 20 વર્ષથી રહેતા અલતમસ પઠાણનું કહેવું છે કે તેમણે બોડેલીમાં ક્યારેય આવો વરસાદ જોયો નથી.

તેઓ કહે છે, "રાત્રે અચાનક જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો અને ગણતરીના કલાકોમાં પાણી ભરાઈ ગયાં. વરસાદ કે પાણી ભરાવા અંગે અમને કોઈએ જાણ પણ કરી નહોતી."

તેમણે આગળ કહ્યું, "તંત્ર દ્વારા બચાવકાર્ય કરવામાં આવ્યું હતું પણ તેઓ મેઇન રોડ સુધી જ આવ્યા હતા અને ત્યાંથી લોકોને લઈ ગયા હતા. અમે લોકો રાત્રે ભૂખ્યા ઘરે બેસી રહ્યા હતા. દસેક વાગે સરકારી સ્કૂલમાં ગયા તો ત્યાં ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યાં જમ્યા અને બાદમાં ઘરે આવ્યા."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ખુદને થયેલા નુક્સાન વિશે તેઓ કહે છે, "અમારા ઘરનો તમામ સામાન તણાઈ ગયો. ઘરમાં જમવાનું બનાવવા સામાન અને શરીર પર પહેરવા માટે એકેય કપડું રહ્યું નથી. આ બજારમાંથી માગીને લાવેલાં કપડાં પહેર્યાં છે."

બોડેલીનાં અન્ય એક રહેવાસી કવિતાબહેન કહે છે કે દરવર્ષે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમના પણ ઘરનો તમામ સામાન તણાઈ ગયો છે.

અલતમસ પઠાણ અને કવિતાબેન બંનેની માગ છે કે સરકાર તેમની સહાય કરે.

છોટા ઉદેપુરમાં પડેલા ભારે વરસાદને પગલે કેટલીય જગ્યાએ બચાવકામગીરી હાથ ધરવી પડી છે.

બોડેલી વિસ્તારના નીચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ અહીં પહોંચી છે.

line

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ કેમ?

ગુજરાત વરસાદ અપડેટ

ઇમેજ સ્રોત, ARUN SANKAR

આ દરમિયાન હવામાનવિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે હજી પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોને વરસાદ વિરામ લે એવી શક્યતા ઓછી છે.

આવનારા ત્રણેક દિવસ સુધી હજી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

12 જુલાઈ સુધી ગુજરાતમાં હજી પણ મૂશળધાર વરસાદ પડતો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ જ રહેશે.

મુંબઈ સહિતના અરબી સમુદ્રના કાંઠાવાળા વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ભારતમાં ચોમાસાના વરસાદનો આધાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી વરસાદી સિસ્ટમો પર આધારીત છે.

બંગાળની ખાડીમાંથી બનેલું લૉ પ્રેશર ગુજરાત તરફ આવ્યું અને હાલ કચ્છ અને પાકિસ્તાનના વિસ્તારો ઉપર સ્થિત થયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

ઉપરાંત એક ઑફ શોર ટ્રફ ગુજરાતથી કર્ણાટકના દરિયાકિનારા સુધી લંબાયેલી છે અને બીજી મોન્સુન ટ્રફ રેખા દક્ષિણમાં તેની સામાન્ય સ્થિતિમાં છે.

અરબી સમુદ્રમાંથી ગુજરાત પર આવતા પવનો પણ ભેજ લઈને આવે છે, જેથી વરસાદી સિસ્ટમને પણ મદદ મળે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન