ગુજરાત રમખાણો : ઝકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, નરેન્દ્ર મોદીને મળેલી SITની ક્લીનચિટ બહાલ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝકિયા જાફરીની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં હુલ્લડોમાં એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહીત 59 લોકોને એસઆઈટીમાંથી મળેલી ક્લીનચિટ પડકારવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

જસ્ટીસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો.

ગુજરાત હુલ્લડોની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી.

ઝકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં ગત 9 ડિસેમ્બર, 2021ના રોજ અરજી દાખલ કરી હતી. ઝકિયા કૉંગ્રેસના દિવંગત નેતા એહસાન જાફરીનાં પત્ની છે.

એસઆઈટીએ 8 ફેબ્રુઆરી 2012માં સંબંધિત કેસ બંધ કરવા માટે રિપોર્ટ દાખલ કર્યો હતો.

એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સહીદ 59 લોકોને ક્લિનચીટ આપતાં કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી.

એ સાથે જ નીચલી કોર્ટે એસઆઈટીના રિપોર્ટના આધારે તેમને ક્લીનચિટ આપી દીધી હતી.

line

શું હતો સમગ્ર મામલો?

અહેસાન જાફરી ગુલબર્ગ

ઇમેજ સ્રોત, Tanvir Jafri

ઇમેજ કૅપ્શન, ઝકિયા જાફરી અને અહેસાન જાફરી

માર્ચ 2008માં જાકિયા જાફરી અને બિન-સરકારી સંગઠન 'સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ' દ્વારા સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રશાંત ભૂષણની અદાલત મિત્ર (એમાઇકસ ક્યૂરી) તરીકે નિયુક્તિ કરી હતી.

એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાતનાં રમખાણોની તપાસ માટે પહેલેથી જ નિમાયેલી એસઆઈટીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા.

એસઆઈટીએ વર્ષ 2010ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવ્યા અને મે 2010માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. ઑક્ટોબર 2010માં પ્રશાંત ભૂષણ આ કેસથી છૂટા પડ્યા અને સુપ્રીમ કોર્ટે રાજૂ રામચંદ્રનને અદાલત મિત્ર નિયુક્ત કર્યા. રાજૂ રામચંદ્રને જાન્યુઆરી 2011માં સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો.

માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે તપાસદળને વધુ તપાસ કરવાના આદેશ આપ્યા કારણ કે એસઆઈટીએ આપેલા પુરાવા અને તેના નિષ્કર્ષ વચ્ચે કોઈ તાલમેલ નહોતો.

મે 2011માં સુપ્રીમ કોર્ટે અદાલત મિત્રને સાક્ષીઓ અને એસઆઈટીના અધિકારીઓને મળવાનો આદેશ કર્યો.

સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે મોદીની સામે એફઆઈઆર કરવાનો આદેશ તો ન આપ્યો અને એસઆઈટીને નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.

આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો.

જેની સામે જાકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. જાકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી.

ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટીન કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને ક્લિનચીટ આપી.

આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો.

જેની સામે જાકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. જાકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી.

ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટીન કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને ક્લિનચીટ આપી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન