મહારાષ્ટ્ર સંકટ : : એ પાંચ રાજ્યો જ્યાં ભાજપે મહારાષ્ટ્ર જેવો ખેલ પાડી સત્તા હાંસલ કરી

ભાજપ પર આ પ્રકારના આરોપ લાગવાની શરૂઆત કર્ણાટકના 'ઑપરેશન લોટસ'થી શરૂ થઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ પર આ પ્રકારના આરોપ લાગવાની શરૂઆત કર્ણાટકના 'ઑપરેશન લોટસ'થી શરૂ થઈ
લાઇન
  • પક્ષાંતર વિરોધી કાયદા અનુસાર જો કોઈ ધારાસભ્ય ચૂંટાયા પછી કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થઈ જાય છે, તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે
  • કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા અને આ ધારાસભ્યો ભાજપમાંથી પેટાચૂંટણી લડ્યા અને તેમાંથી પાંચ જીત્યાં
  • માર્ચ 2020માં મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાઈ ગયા
  • વર્ષ 2016માં ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારને નવ ધારાસભ્યોના વિદ્રોહે પરેશાન કરી હતી
  • અરુણાચલ પ્રદેશમાં કૉંગ્રેસના 42 ધારાસભ્યો ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન ‘પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલ’માં સામેલ થઈ ગયા હતા
લાઇન

એકનાથ શિંદેના વિદ્રોહ પછી ભાજપે મહારાષ્ટ્રમાં ‘ઑપરેશન લોટસ’ની શરૂઆત કરી કે નહીં, તેની પર ચર્ચા થઈ રહી છે.

ભાજપે પહેલાં કેટલાંક રાજ્યોમાં આ પ્રયોગ કર્યો હતો. ભાજપ પર આ પ્રકારના આરોપ લાગવાની શરૂઆત કર્ણાટકના ‘ઑપરેશન લોટસ’થી શરૂ થઈ હતી.

વર્ષ 2008માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી.

જોકે બહુમત સુધી પહોંચવા માટે તેમની પાસે ત્રણ સીટ ઓછી હતી.

તેમને કેટલાંક ધારાસભ્યોનું સમર્થન મળ્યું. પરંતુ સરકાર સ્થિર માટે એક બીજા ધારાસભ્યએ પાર્ટીની સાથે જોડવા પડ્યાં. તે વખતે ‘ઑપરેશન લોટસ’ની શરૂઆત થઈ હતી.

line

1. કર્ણાટક

ઑપરેશન લોટસથી ભાજપને સ્થિર સરકાર માટે જરૂરી તાકાત મળી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑપરેશન લોટસથી ભાજપને સ્થિર સરકાર માટે જરૂરી તાકાત મળી

કૉંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્યોએ એક પછી એક રાજીનામું આપવાનું શરૂ કર્યું.

આ રીતે કુલ આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને આ ધારાસભ્યો ભાજપમાંથી પેટાચૂંટણી લડ્યાં. એમાંથી પાંચ લોકો ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

આ પછી ભાજપને સ્થિર સરકાર માટે જરૂરી તાકાત મળી.

કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરૈશી કહે છે, ‘ઑપરેશન લોટસ ભાજપ દ્વારા કરવામાં આવેલો નવો પ્રયોગ હતો.’

’ઑપરેશન લોટસ પક્ષાંતર વિરોધી કાયદાથી બચવા માટેનો એક રસ્તો છે. આ કાયદા અનુસાર, જો કોઈ ધારાસભ્ય ચૂંટાયા પછી કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થઈ જાય છે, તો તેનું સભ્ય રદ થઈ જાય છે.’

line

2. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પડી ભાંગી

માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાઈ ગયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાઈ ગયા

વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપનાં 109 ધારાસભ્યો ચૂંટાયા, જ્યારે કૉંગ્રેસનાં 114 ધારાસભ્યો ચૂંટાયા હતા.

કૉંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી.

પરંતુ દોઢ વર્ષ પછી કમલનાથ અને જ્યોરાદિત્ય સિંધિયાની વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થયો.

આખરે માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ ગયા.

બળવાખોર ધારાસભ્યોમાં તે સમયની કમલનાથ સરકારના 14 મંત્રીઓ પણ સામેલ હતા. તે પછી ભાજપે શિવરાજસિંહ ચૌહાણને એક વખત ફરી મુખ્ય મંત્રી બનાવ્યા.

line

3. ગોવા

કર્ણાટક જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં પણ ભાજપ સમયાંતરે ધારાસભ્યોની આ પ્રકારની વ્યવસ્થા કરતો રહે છે.

ગોવામાં કૉંગ્રેસના 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા.

જોકે આ સંખ્યા બે તૃતીયાંશથી વધારે હોવાથી પક્ષાંતર વિરોધી કાયદો લાગુ ન પડ્યો.

line

4. ઉત્તરાખંડ

2016માં ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારને નવ ધારાસભ્યોના વિદ્રોહે પરેશાન કર્યા હતા
ઇમેજ કૅપ્શન, 2016માં ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકારને નવ ધારાસભ્યોના વિદ્રોહે પરેશાન કર્યા હતા

વર્ષ 2016માં ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકાર સામે નવ ધારાસભ્યોએ બળવો કર્યો હતો.

આ ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે ગેરલાયક ઠેરવ્યા છતાં કૉંગ્રેસની સરકારને બરખાસ્ત કરી નાખવામાં આવી અને રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું.

તે સમયે કૉંગ્રેસે આ બળવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. બળવાખોર ધારાસભ્યો પછી ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

line

5. અરુણાચલ પ્રદેશમાં સત્તા પરિવર્તન

અરુણાચલ પ્રદેશમાં પણ 2016માં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનમાં કૉંગ્રેસના ધારાસભ્ય જતા રહ્યા હતા જે પછી ત્યાં સત્તામાં પરિવર્તન થયું હતું.

આમાં કૉંગ્રેસના 42 ધારાસભ્ય ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન ‘પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલ’માં સામેલ થઈ ગયા હતા.

line

પક્ષાંતર વિરોધી કાયદો શું છે?

વર્ષ 1985માં બંધારણની 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી. આ બંધારણમાં 52મું સંશોધન હતું.

આ કાયદાએ ધારાસભ્યો અને સાંસદોના પાર્ટી બદલવા પર લગામ લગાવી.

આ કાયદા અનુસાર પક્ષ બદલવાને ધારાસભ્યોનું સભ્યપદ રદ થઈ શકે છે.

line

ક્યાર ક્યારે લાગુ થશે પક્ષાંતરનો કાયદો?

ધારાસભ્ય કેટલીક પરિસ્થિતિઓમાં સભ્યપદ ગુમાવવાથી બચી શકે છે

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, ધારાસભ્ય કેટલીક પરિસ્થિતિઓમાં સભ્યપદ ગુમાવવાથી બચી શકે છે

1. જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ પોતે જ પોતાની પાર્ટીનું સભ્યપદ છોડી દે છે.

2. જો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કે ધારાસભ્ય પોતાની પાર્ટીલાઈનની વિરુદ્ધમાં જાય છે.

3. જો કોઈ સભ્ય પાર્ટીનું વ્હિપ હોવા છતાં વોટ ન કરે.

4. જો કોઈ સભ્ય સંસદમાં પાર્ટીના નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે.

ધારાસભ્ય અને સાંસદ બન્યા પછી પોતે જ પાર્ટીનું સભ્યપદ છોડનારાં, પાર્ટી વ્હિપ અથવા પાર્ટીના આદેશોનું ઉલ્લંઘન થાય તો તે પક્ષાંતર વિરોધી કાયદામાં આવે છે.

જો કોઈ પાર્ટીના બે તૃતીયાંશ ધારાસભ્ય અથવા સાંસદ બીજી પાર્ટીમાં જવા માગે છે તો તેમનું સભ્યપદ ખતમ ન થાય.

વર્ષ 2003માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. જ્યારે આ કાયદો બન્યો ત્યારે તેમાં એવી જોગવાઈ હતી કે જો કોઈ મૂળ પાર્ટીમાં ભાગલા પડે છે અને એક તૃતીયાંશ ધારાસભ્ય એક નવું ગ્રૂપ બનાવે છે, તો તેમનું સભ્યપદ નહીં જાય.

પરંતુ આના પછી મોટા પ્રમાણમાં પક્ષ પરિવર્તન થયા અને એવું સામે આવ્યું કે પાર્ટીમાં તૂટની જોગવાઈનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. આમ તે જોગવાઈને હઠાવી દેવાઈ.

આ પછી બંધારણમાં 91મું સંશોધન કરવામાં આવ્યું. જેમાં વ્યક્તિગત જ નહીં, સામૂહિક પક્ષ પરિવર્તનને ગેરબંધારણીય માનવામાં આવ્યું.

ધારાસભ્ય કેટલીક પરિસ્થિતિઓમાં સભ્યપદ ગુમાવવાથી બચી શકે છે. જો એક પાર્ટીના બે તૃતિયાંશ ધારાસભ્ય મૂળ પાર્ટીથી અલગ થઈને બીજી પાર્ટીમાં ભળી જાય છે, તો તેમનું સભ્યપદ નહીં જાય.

એવી સ્થિતિમાં ન તો બીજી પાર્ટીમાં વિલય કરનારા સભ્ય અને ન મૂળ પાર્ટીમાં રહેવાવાળા સભ્યને અયોગ્ય જાહેર કરી શકે છે.

line

આ પરિસ્થિતિમાં લાગુ નહી પડે પક્ષાંતરનો કાયદો:

1. જ્યારે આખેઆખી રાજકીય પાર્ટી અન્ય રાજકીય પાર્ટીની સાથે ભળી જાય છે.

2. જો કોઈ પાર્ટીના ચૂંટાયેલાં સભ્ય એક નવી પાર્ટી બનાવી લે છે.

3. જો કોઈ પાર્ટીના સભ્ય બે પાર્ટીઓના વિલયનો સ્વીકાર કરતા નથી અને વિલયના સમયે અલગ ગ્રુપમાં રહેવાનો નિર્ણય સ્વીકારે છે તો કાયદો લાગુ ન પડે.

4. જ્યારે કોઈ પાર્ટીના બે તૃતીયાંશ સભ્ય અલગ થઈને નવી પાર્ટીમાં સામેલ થઈ જાય છે.

line

અધ્યક્ષના નિર્ણયની થઈ શકે છે સમીક્ષા

10મી અનુસૂચિના ફકરા 6 પ્રમાણે સ્પીકર અથવા ચૅરપર્સનનો નિર્ણય પક્ષપલટાને મામલે આખરી ગણાય છે.

ફકરા નંબર 7માં કહેવામાં આવ્યું છે કે કોઈ કોર્ટ આમાં દખલગીરી કરી શકે નહીં.

પરંતુ 1991માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 10મી અનુસૂચિને માન્યતા આપવાની સાથે ફકરા સાતને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે સ્પીકરના નિર્ણયની કાયદાકીય સમીક્ષા થઈ શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ