ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા, ભારતે બૅન કેમ લાદ્યો?

    • લેેખક, પીટર હોસકિન્સ
    • પદ, બીઝનેસ સંવાદદાતા

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમતમાં વધારો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતા ઘઉંની કિંમત શિકાગોમાં 5.9 ટકા સુધી વધી ગઈ છે, જે ગત બે મહિનામાં સૌથી વધારે છે.

ઘઉં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘઉં

ભારતમાં હીટ વેવના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે અને તેના કારણે ભાવ વધ્યા છે, જેના પછી નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ વર્ષે વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમતમાં અંદાજે 60 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. જેના કારણે બ્રેડથી લઈને નૂડલ્સ સુધીની કિંમતમાં વધારો થયો છે.

ભારત સરકારે કહ્યું છે કે જે દેશોની સાથે પહેલાં કરાર થઈ ગયા છે અને જે દેશ પોતાના ત્યાં ‘ખાદ્ય સુરક્ષા’ને પૂર્ણ કરવા માટે માગ કરશે તેમને ઘઉંની નિકાસ કરાશે.

સરકારી અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ પ્રતિબંધ કાયમ માટે નથી અને સ્થિતિ સામાન્ય થશે ત્યારે તેને હઠાવી દેવાશે.

જોકે ભારત સરકારના આ નિર્ણયની જી-7ના કૃષિ મંત્રીઓએ ટીકા કરી છે.

line

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ

ઘઉં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘઉં

જર્મનીના ખાદ્ય અને કૃષિ મંત્રી સૅમ ઓઝ્ડેમિરે કહ્યું, "જો તમામ લોકો નિકાસ પર પ્રતિબંધ મૂકશે કે માર્કેટ બંધ કરી દેશે તો સ્થિતિ વધારે ખરાબ થશે."

જી7 એ વિશ્વની સાત સૌથી મોટી કહેવાતી "ઉન્નત" અર્થવ્યવસ્થાઓનું સંગઠન છે, જે વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા પર પ્રભુત્વ ધરાવે છે.

આ સમૂહમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશ સામેલ છે.

ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે, તે અગાઉ મોટો નિકાસકાર ન હતો કારણ કે તેનો મોટાભાગનો પાક સ્થાનિક બજારોમાં વેચાઈ જતો હતો.

યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતા યુક્રેનની ઘઉંની નિકાસમાં ઘટાડો થયો. આ સિવાયના બીજા મુખ્ય ઉત્પાદક દેશોમાં દુષ્કાળ અને પૂરના કારણે પાક જોખમમાં છે, આ સ્થિતિમાં વેપારીઓ પુરવઠાની અછતને પહોંચી વળવા માટે ભારત તરફ નજર દોડાવી હતી.

પ્રતિબંધ પહેલાં, ભારતે આ વર્ષે રેકોર્ડ 10 મિલિયન ટન ઘઉં મોકલવાનું લક્ષ્ય રાખ્યું હતું.

line

રશિયા યુક્રેન યુદ્ધને કારણે મોંધવારી રેકૉર્ડ સ્તરે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યુનાઈટેડ નેશન્સ (યુએન)ના જણાવ્યા અનુસાર, યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ માર્ચમાં ખૂબ જ રેકૉર્ડ કિંમતે પહોંચ્યા હતા.

સૂર્યમુખી તેલની સૌથી વધુ નિકાસ યુક્રેનમાંથી થાય છે. રશિયા અને યુક્રેનના સંઘર્ષના કારણે તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે, તેનો અર્થ એ થાય છે કે વિકલ્પોના ખર્ચમાં પણ વધારો થયો છે.

યુક્રેન મકાઈ અને ઘઉં જેવા અનાજનો પણ મોટો ઉત્પાદક છે, જેની કિંમતમાં પણ તીવ્ર વધારો થયો છે.

સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે એપ્રિલમાં વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તે અંદાજે 30 ટકા વધારે છે.

ઊર્જા ખર્ચમાં વધારો થવાથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેનાથી સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે.

આ કારણોને લીધે યુએસ ફેડરલ રિઝર્વ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સહિતની મુખ્ય સેન્ટ્રલ બૅન્કોને વધતા ભાવ પર લગામ લગાવવા માટે વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી છે.

ઉધારની ઊંચી કિંમતોને કારણે દુનિયામાં ચિંતા છે કે તેનાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિને અસર થશે, કેટલાક નિષ્ણાતો મંદીની ચેતવણી આપી રહ્યા છે.

રવિવારે વૉલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ જાયન્ટ ગોલ્ડમૅન સાક્સના અધ્યક્ષ લૉયડ બ્લૅન્કફેને જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીનું " ખૂબ જ ઊંચું જોખમ" છે.

CBS ના ફેસ ધ નેશન પર મિસ્ટર બ્લૅન્કફેઈનની ટિપ્પણીઓ તે જ દિવસે આવી જ્યારે ગોલ્ડમૅન સાક્સના અર્થશાસ્ત્રીઓએ આ વર્ષ અને આગામી વર્ષ માટે તેમના યુએસ આર્થિક વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો