Monsoon 2022: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થશે?

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું 'અસાની' હવે વિખેરાઈ ગયું છે, પરંતુ હવે દેશમાં ચોમાસાને લઈને એક નવા સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે દેશમાં તેના સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે.

ચોમાસુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યાંથી આગળ વધીને તે કેરળ સુધી પહોંચે છે. દેશમાં કેરળમાં વરસાદ શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત ગણાય છે.

ત્યારે ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવી શકે છે? દેશમાં ક્યારે ચોમાસું શરૂ થવાની શક્યતા છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

line

ભારતમાં ચોમાસું કેટલું વહેલું શરૂ થશે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે. તેમાં એકાદ-બે દિવસ વહેલું કે મોડું ચોમાસું શરૂ થતું હોય છે. ભારતમાં ચોમાસાની સૌપ્રથમ શરૂઆત આંદામાન-નિકોબાર ટાપુઓ પર થાય છે.

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યાંથી આગળ વધીને તે કેરળ સુધી પહોંચે છે. દેશમાં કેરળમાં વરસાદ શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત ગણાય છે.

હવે હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશમાં ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું 15 મેની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે. એટલે કે ચોમાસું તેના સમય કરતાં એક અઠવાડિયું વહેલું પહોંચે તેવી શક્યતા છે.

જેથી હવામાન નિષ્ણાતો એવી ધારણા કરી રહ્યા છે કે કેરળમાં પણ ચોમાસું વહેલું બેસી જશે અને આ વર્ષે વહેલો વરસાદ શરૂ થઈ જશે.

line

ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવશે?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની 9-10 જૂનના રોજ શરૂઆત થઈ ગઈ હતી.

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 15 મેના રોજ આંદામાન-નિકોબાર બાદ ચોમાસું આગળ વધી ભારતના મુખ્ય ભૂ-ભાગ તરફ આવશે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂનના રોજ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે.

જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે.

નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની 9-10 જૂનના રોજ શરૂઆત થઈ ગઈ હતી.

જોકે, આ વર્ષે તેનાથી પણ વહેલું રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જો વહેલું ચોમાસું શરૂ થાય તો ખેડૂતોએ એ પ્રમાણે વહેલી વાવણી કરવાની પણ શરૂઆત કરવાની રહેશે.

line

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

ચોમાસુ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIAY

ઇમેજ કૅપ્શન, અહીં મહત્ત્વપૂર્ણ છે કે હાલ રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યો છે.

બંગાળની ખાડીમાં હાલમાં જે સર્જાયેલું અસાની વાવાઝોડું હવે દરિયામાં નબળું પડી ગયું છે અને તે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. આ લો પ્રેશર હજી આંધ્ર પ્રદેશના દરિયાકિનારાની આસપાસ છે.

'સ્કાયમેટ'ના એક અહેવાલ અનુસાર આ વેધર સિસ્ટમને કારણે દેશમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં ચોમાસા માટે તેનું એક અનુમાન જાહેર કર્યું હતું.

હવામાન વિભાગે લાંબા ગાળાના અનુમાનમાં કહ્યું હતું કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. એટલે કે દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ' પણ પોતાના અનુમાનમાં જણાવે છે કે દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

અહીં મહત્ત્વપૂર્ણ છે કે હાલ રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યો છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો