'ભાજપે 27 વર્ષથી ગુજરાતને લૂંટ્યું', અરવિંદ કેજરીવાલ પાટીલ અંગે શું બોલ્યા?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે.

અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભા સંબોધતા ગુજરાત ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અંગે પણ નિવેદન આપ્યું હતું.

કેજરીવાલની આ મુલાકાત સૌરાષ્ટ્રના પાટીદારોને આકર્ષવા માટે યોજાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ ગુજરાતમમાં

ઇમેજ સ્રોત, Bipin Tankaria

અરવિંદ કેજરીવાલે કહ્યું કે "મુખ્ય મંત્રી કોઈ પણ બને, સરકાર તો સી.આર. પાટીલ જ ચલાવે છે એવું કહેવાય છે. 27 વર્ષમાં ભાજપ શાળાઓ સુધારી નથી શક્યો. 5 વર્ષમાં દિલ્હીની સરકારી શાળાઓને અમે શાનદાર બનાવી દીધી."

કેજરીવાલે કહ્યું કે ભાજપે 27 વર્ષથી ગુજરાતને લૂંટ્યું છે. દિલ્હીમાં પાંચ વર્ષમાં શાળાઓ સુધરી તો હવે લાગે છે કે આખા દેશમાં શાળાઓ સુધારી શકાય છે.

"ખાનગી શાળાઓ લાઇબ્રેરી ફી, પિકનિક ફીના નામે ગમે ત્યારે ફી વધારે છે. દિલ્હીમાં સાત વર્ષમાં અમે ખાનગી શાળાઓને ફી નથી વધારવા દીધી."

"દિલ્હીમાં ખાનગી શાળાઓને સુધારી શકાય તો 27 વર્ષમાં ગુજરાતની ભાજપ સરકાર પણ ખાનગી શાળાઓ સુધારી શકતી હતી. પરંતુ તેઓ તેમની સાથે મળેલા છે. ગરીબોની શાળાઓ બંધ કરી રહી છે. અમીરોની શાળાઓ બાંધી રહી છે."

કેજરીવાલે કહ્યું કે એક ભાષણમાં તેમણે કહ્યું કે કેજરીવાલ ઠગ છે. કોઈ ઠગ શાળા સુધારે? કોઈ ઠગ આરોગ્યની સ્થિતિ સુધારે? સી.આર. પાટીલ કહે છે કે આ આતંકવાદી છે. એ કેવો આતંકવાદી જે શાળાઓ સુધારે. વૃદ્ધોને તીર્થયાત્રા કરાવે."

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી, પંજાબના લોકો મને બહુ પ્રેમ કરે છે. મને એ વાતની ખુશી છે કે ગુજરાતના લોકો પણ મને પ્રેમ કરે છે.

તેમણે કહ્યું કે એક વૃદ્ધાએ મને ધીમેથી કહ્યું, મારે અયોધ્યા જવું છે. મારી બહુ ઇચ્છા છે. મેં કહ્યું કે અમે મોકલીશું. હોટલમાં રહેવાની પણ વ્યવસ્થા કરીશું. મેં વૃદ્ધાને કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરજો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતે, ગુજરાતના વૃદ્ધોને અમે તીર્થયાત્રા કરાવીશું.

કેજરીવાલે સભામાં દાવો કર્યો હતો કે દિલ્હીના વૃદ્ધોને અમે 12 સ્થળોએ તીર્થયાત્રા કરાવીએ છીએ. છેલ્લાં 3 વર્ષમાં મેં 50,000 વૃદ્ધોને મફતમાં તીર્થયાત્રા કરાવી છે.

line

'ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે'

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @AAPGujarat

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. વીજળી ફ્રીવાળી સરકાર જોઈએ છે કે પૈસા ખાઈ જવાવાળી સરકાર જોઈએ છે.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે. હું પાટીલજીને કહેવા માગું છું કે તમારાથી એક પેપરનું આયોજન ઠીક નથી થતું. તમે સરકાર કેવી રીતે ચલાવશો. ભાજપનો અહંકાર બહુ વધી ગયો છે. એમને એવું થયું કે 27 વર્ષથી અમે સત્તામાં છીએ, અમને કોઈ નહીં હરાવી શકે.

તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા 6 મહિના કમર કસીને મહેનત કરજો. હું ધારાસભ્ય હતો અને વિધાનસભામાં જતો અને જોતો કે અહીં બોલવાનો કોઈ અર્થ જ નથી. એટલે બે વર્ષ ઘરમાં જ બેસી રહ્યો હતો.

"કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે"

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કેજરીવાલને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવતા ટ્વીટ કર્યું છે, "ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ "દિલ્હી મૉડલ"ના મથાળા સાથે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયો દિલ્હીમાં પાણીની સમસ્યા અંગેનો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.

રાજકીય નેતાઓની મુલાકાત વહેલી ચૂંટણીના સંકેત આપે છે, પણ સત્તા પક્ષ ભાજપ આ વાતને સતત નકારી રહ્યો છે.

અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ કાર્યકરોને કહ્યું હતું કે કામ લાગી જજો.

નોંધનીય છે કે કેજરીવાલ દસ દિવસમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો