તમારાં નામ, નંબરથી લઈને સરનામા સુધી, આ રીતે કરી ચેક શકાય ઓનલાઇન ખાનગી માહિતી

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
- લેેખક, થૉમસ જર્મેન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
શું તમે જાણો છો કે ઘણી કંપનીઓ તમારું નામ, સરનામું, ફોન નંબર અને અન્ય માહિતી ઑનલાઇન વેચે છે?
ડેટા બ્રૉકર તરીકે ઓળખાતા આ લોકો તમારી માહિતી કોઈ પણ ખરીદનારને ખૂબ જ ઓછી કિંમતે વેચી મારી છે. આ લોકોમાં ટેલિમાર્કેટર, પૂર્વ ઈર્ષાળુ મિત્રો અને ઓળખચોર સામેલ હોઈ શકે છે. આ તમારી સુરક્ષાને જોખમમાં મૂકે શકે છે.
જોકે, એક એવું પણ સાધન છે જે આ પ્રકારની વ્યક્તિગત માહિતીને શોધવાનું મુશ્કેલ બનાવી શકે છે. આ મફત સ્વચાલિત ટૂલનો ઉપયોગ કરીને તમે Google શોધ પરિણામોમાંથી તમારી વ્યક્તિગત માહિતી દૂર કરી શકો છો.
આ 'Results About You' નામની એક મફત સેવા છે. પરંતુ મુશ્કેલી એ છે કે ઘણા લોકોને આ વાતની ખબર નથી હોતી.
ગૂગલ તેના સર્ચ એન્જિન માટે ઇન્ટરનેટ પરથી સતત માહિતી એકઠી કરે છે, જેમાં સંવેદનશીલ માહિતી પણ હોઈ શકે છે, જે તમે ખાનગી રાખવા માગતા હો.
આ પ્રક્રિયામાં કંપની ઘણી વાર અજાણતા ડેટા ચોરી જેવાં જોખમો પેદા કરે છે. જોકે, આપણે 'Results About You' બટનનો ઉપયોગ કરીને ગૂગલને આપણી માહિતી કાઢી નાખવાની વિનંતી કરી શકીએ છીએ.
તે ખૂબ જ સરળ છે. કંપનીએ તાજેતરમાં આ સેવાને વધુ ઉપયોગી બનાવવા માટે અપડેટ પણ કરી છે.
અમેરિકાના ડિજિટલ રાઇટ્સ ગ્રૂપ ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન (ઇએફએફ)ના સુરક્ષા અને ગોપનીયતા કાર્યકર થોરીન ક્લોસોવસ્કી કહે છે કે તે ખૂબ જ સરળ કામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોરીન કહે છે કે 'Results About You' એ બજારમાં ઉપલબ્ધ સૌથી મહત્ત્વપૂર્ણ અને ઉપયોગમાં સરળ ગોપનીયતા સાધનો પૈકીનું એક છે.
તેમણે કહ્યું કે "તે નંબર-વન હોઈ શકે છે."
આ ટૂલ સેટ કર્યા પછી જ્યારે ગૂગલ તમારું નામ, ઇમેઇલ સરનામું, ફોન નંબર અથવા સરનામું ઓળખી લેશે તો તે તમને ઇમેઇલ મોકલશે.
તમે એક ક્લિકથી તે વેબસાઇટ્સ જોઈ શકો છો જ્યાં આ માહિતી ઉપલબ્ધ છે. આ ટૂલ તમારા પાસપૉર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી વ્યક્તિગત માહિતી ઓળખીને તમારી ગોપનીયતાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
આ ટૂલ કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ એક સ્વચાલિત સેવા માટે ગૂગલ એકાઉન્ટની જરૂર પડે છે. જોકે જો તમને સર્ચ પરિણામોમાં સંવેદનશીલ માહિતી મળે, તો તેને મેન્યુઅલી દૂર કરવાની એક રીત હોય છે. તેના માટે કોઈ એકાઉન્ટની જરૂર નથી હોતી.
જોકે આ લિંક પર ક્લિક કરતાં પહેલાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો સમજવી જરૂરી છે.
જેમ કે ગુનેગારો સતત હેકિંગ અથવા ડેટા લિક દ્વારા મેળવેલી સંવેદનશીલ માહિતી ખરીદી અને વેચી રહ્યા હોય છે. ગૂગલ આ બાબતમાં કશી મદદ કરી શકતું નથી.
એ સમજવું પણ મહત્ત્વનું છે કે 'Results About You' અન્ય વેબસાઇટ્સમાંથી માહિતી દૂર કરતું નથી. તે ફક્ત ગૂગલ સર્ચમાંથી તે વેબસાઇટ્સની લિંક્સ દૂર કરે છે.
આ ટૂલ સંપૂર્ણ વ્યક્તિગત ગોપનીયતા પ્રદાન કરતું નથી, પરંતુ તે આપણી માહિતીની સરળ ઍક્સેસમાં અવરોધો પેદા કરી છે.
"જો કોઈ પૂરતો પ્રયાસ કરે છે, તો તે આપણી માહિતી પકડી શકે છે," એમ ક્લોસોવસ્કી કહે છે.
તેઓ વધુમાં કહે છે, "પણ આપણે ઘણી જગ્યાએ ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે આપણી સરળતાથી ઓળખી શકાય તેવી માહિતી દૂર કરી શકીએ છીએ. તે પ્રથમ સ્તરને દૂર કરી નાખે, જેથી આપણી માહિતી શોધવાનું સરળ બની જાય છે."
શું બધી માહિતી સર્ચ એન્જિનમાંથી દૂર કરાશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ટૂલ વાપરવું ખૂબ જ સરળ છે. તમે ફક્ત 'Results About You' હબ પર જાઓ અને ફૉર્મ ભરો. તમે ગૂગલ દ્વારા ઓળખાયેલી કોઈ પણ સમસ્યારૂપ સામગ્રી મેન્યુઅલી પણ સબમિટ કરી શકો છો.
સર્ચ પરિણામોમાં લિંકની બાજુમાં ત્રણ-ડોટ મેનુ ખોલો અને "પરિણામ દૂર કરો" અથવા "આ પૃષ્ઠનો ઉપયોગ કરો" પર ક્લિક કરો.
જોકે આ સર્ચ એન્જિનમાંથી બધું દૂર કરતું નથી. તે સરકારી અને અન્ય વેબસાઇટ્સમાંથી માહિતી દૂર કરતું નથી.
ઘણા લોકો માને છે કે જો માહિતી હવે ગૂગલ પર ઉપલબ્ધ નથી, તો તે અસ્તિત્વમાં નથી. જોકે ઇન્ટરનેટ પરથી આ ડેટાને સંપૂર્ણપણે દૂર કરવું વધુ મુશ્કેલ જણાય છે.
તમે સીધા ડેટા બ્રૉકરોનો સંપર્ક કરી શકો છો અને તેમને માહિતી દૂર કરવા માટે કહી શકો છો. કેટલીક કંપનીઓ ફી માટે આ સેવા પૂરી પાડે છે.
ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સંબંધિત સ્વ-બચાવ વિશે વધુ માહિતી માટે ઇએફએફ સર્વેલન્સ સ્વ-બચાવ માર્ગદર્શિકા પણ જોઈ શકો છો.
2022માં લૉન્ચ થયા પછી એક કરોડથી વધુ લોકોએ 'Results About You' ટૂલનો ઉપયોગ કર્યો છે. આ એક નોંધપાત્ર સંખ્યા છે, પરંતુ લગભગ 1.8 અબજ ગૂગલ એકાઉન્ટની તુલનામાં આ એક નાની સંખ્યા છે.
બીજું એ કે ગોપનીયતા સાધન શોધવું મુશ્કેલ છે જે આટલું સરળ અને આટલું રક્ષણ પૂરું પાડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











