KGFનો અસલી રૉકી કોણ હતો અને એ 'જુનિયર વીરપ્પન' કેમ ગણાતો?
"દુનિયા કી સબસે બડી યોદ્ધા માં હોતી હૈ..."
તમને KGF ચેપ્ટર-1નો આ ડાયલૉગ યાદ હશે. પોતાની માતાના સ્નેહને યાદ કરતો એ ડૉન બધાને યાદ રહી ગયો છે. અત્યારે KGF-2ની બોલબાલા છે. KGF-2એ ફિલ્મની રજૂઆતના પ્રારંભે થતી કમાણીના બધા રેકૉડ તોડી નાખ્યા છે.

આ લેખની શરૂઆતમાં લખેલા માતા વિશેના ડાયલૉગ અને KGFના રૉકી અને જેને KGFનો અસલ રૉકી કહેવામાં આવે છે તે થંગમ રાઉડી વચ્ચે શું સંબંધ એવો સાહજિક સવાલ તમને થાય તો તેનો જવાબ એ છે કે આ ફિલ્મમાં રૉકીને માતૃભક્ત દર્શાવવામાં આવ્યો છે તેવો જ માતૃભક્ત થંગમ રાઉડી પણ હોવાનું કહેવાય છે.
થંગમ રાઉડી જ KGFનો રૉકી છે કે કેમ એવા સવાલ અનેક લોકો પૂછી રહ્યા છે. KGFની કહાણી કાલ્પનિક હોવાની સ્પષ્ટતા ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કરી ચૂક્યા હોવા છતાં ચાહકો માને છે કે રૉકીનું પાત્ર કોઈ અસલી વ્યક્તિના જીવન પર આધારિત છે અને ઘણા લોકો ફિલ્મના રૉકી અને અસલી રૉકી વચ્ચેનું સામ્ય શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.
વળી થંગમ રાઉડીનાં માતાએ KGFના નિર્માતાઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરતાં ચાહકોની ઉપરોક્ત થિયરીને બળ મળ્યું છે. આ ફિલ્મમાં પોતાના પુત્ર થંગમનું પાત્ર નકારાત્મક દર્શાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ થંગમ રાઉડી કોણ છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ થંગમ 90ના દાયકામાં સોનાની લૂંટ કરવા બદલ કુખ્યાત હતો. તેની ગૅન્ગ કોલારમાં કામ કરતી હતી અને થંગમ જૂનિયર વીરપ્પન તરીકે ઓળખાતો હતો.
'ઈન્ડિયા ટૂડે' સામયિકે 1997માં તેના વિશેનો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે 25 વર્ષનો થંગમની ખાસિયત સોનું ચોરવાની હતી. થંગમ ટાટા સુમો મોટરકારની ચોરી કરતો હતો અને દિવસ દરમિયાન લૂંટ કરતો હતો.
માત્ર ચાર વર્ષમાં તેની વિરુદ્ધ 42 ગુના દાખલ થયા હતા, પણ થંગમને લોકો ટેકો હોવાથી તેણે તેની રૉબિનહૂડની ઈમેજ જાળવી રાખી હતી. તે તેના લૂંટના દલ્લાના કેટલાક હિસ્સાનું ગરીબોમાં દાન કરતો હતો. એ થંગમને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1997માં પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં થંગમ માર્યો ગયો હતો.

થંગમનાં માતાએ શું દાવો કર્યો છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/YASH
થંગમનાં માતા પોલી કહે છે કે KGF ફિલ્મ થંગમના જીવન પર આધારિત છે.
KGF ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી ત્યારે થંગમનાં માતાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. થંગમના પાત્રનું નકારાત્મક ચિત્રણ ફિલ્મમાં કરવામાં આવ્યું હોવાનું તેમણે તેમની અરજીમાં જણાવ્યું હતું. નિર્માતાઓએ થંગમના જીવન વિશે ફિલ્મ બનાવવા પોલીની પરવાનગી લીધી ન હોવાનું પણ અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, KGFના નિર્માતા પ્રશાંત નીલેએ થંગમની માતાના બધા દાવાને ફગાવી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે KGF ફિલ્મને થંગમના જીવન સાથે કોઈ સંબંધ નથી.
આ અગાઉ કન્નડ ભાષામાં 'કોલાર' નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. એ ફિલ્મમાં પણ થંગમની કથા દર્શાવવામાં આવી હતી.
'ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ' અખબારને આપેલી એક મુલાકાતમાં પ્રશાંતે જણાવ્યું હતું, "કોલારના નિર્માતાઓએ અમારો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે થંગમની સ્ટોરીના અધિકાર તેમની પાસે છે. અમને તેમને વચન આપ્યું હતું કે અમે થંગમના જીવન વિશે ફિલ્મ બનાવીશું નહીં. ખરેખર તો મને થંગમની કથા શું છે તે ખબર જ નથી. "

થંગમ અને રૉકી વચ્ચે શું સામ્ય છે?

ઇમેજ સ્રોત, K.G.F: CHAPTER 2, TRAILER/YOUTUBE
થંગમના જીવનમાં મહત્વની વ્યક્તિ તેમનાં માતા હતાં. અનેક લોકો થંગમની ગૅન્ગને 'પોલી ગૅન્ગ' કહેતા હતા.
KGF ફિલ્મમાં રૉકી નાનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પોતે વિશ્વમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશે તેવું વચન રૉકીએ માતાને આપ્યું હતું.
ફિલ્મમાં રૉકીને કોઈ ભાઈ-બહેન નહોતાં તેવું દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં થંગમને ત્રણ ભાઈ હતા અને ચારેય ભાઈ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારે આપેલા સમાચાર અનુસાર, 1997માં આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં પોલીસે થંગમની ગળું દબાવીને હત્યા કરી હતી.
એ પછી તેના બન્ને ભાઈ દોપી અને જયકુમાર પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. ત્રણ ભાઈઓનાં મૃત્યુ પછી ચોથો ભાઈ સગાયમ જીવતો રહ્યો હતો અને તે પોતાના ભાઈઓના મોતનો બદલો લેવા આતુર હતો.
પોલીસે સગાયમને બેંગલુરુના ઉપનગર ગણાતા રામમૂર્તિનગરમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસે તેને શરણે થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સગાયમે ગોળીબાર શરૂ કરતાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો અને તેમાં સગાયમનું મૃત્યુ થયું હતું. આ રીતે એક પરિવારના ચાર ભાઈઓ છ વર્ષમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












