RR vs GT IPL 2022 : હાર્દિક પંડ્યાની એ કમાલ જેણે ગુજરાત ટાઇટન્સને નંબર વન બનાવી, રાજસ્થાન રૉયલ્સને હરાવી

ગુજરાત ટાઇટન્સે કૅપ્ટન હાર્દિક પંડ્યાના કમાલથી IPL 2022 માં રાજસ્થાન રૉયલ્સને હરાવી દીધી છે. આ સાથે ગુજરાત ટાઇટન્સ પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, IPL/BCCI

ઇમેજ કૅપ્શન, હાર્દિક પંડ્યા

આઈપીએલ 2022માં ગુજરાત ટાઇન્સનું શાનદાર ફોર્મ રાજસ્થાન રૉયલ્સ સામે પણ ચાલુ રહ્યું, જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી રાજસ્થાનની ટીમને 37 રનોથી હરાવી દીધી.

આ તમામમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી, તેણે એક સાઇડ સંભાળી રાખાવની સાથે મેદાનમાં સિક્સ-ફોરનો જાણે વરસાદ કર્યો હતો.

line

ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, IPL/BCCI

આ મૅચમાં ટૉસ જીતીને સંજુ સેમસને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. જેથી ગુજરાત ટાઇટન્સ બૅટિંગ કરવા ઊતરી.

શરૂઆતની ઓવરોમાં સંજુ સેમસનનો આ નિર્ણય સાચો પડતો પણ દેખાયો. જ્યારે ગુજરાત ટાઇટન્સે બે વિકેટ માત્ર 15 રનમાં જ ખોઈ દીધી.

ઑપનિંગમાં આવેલા મેથ્યુ વાડે 12 રન બનાવીને આઉટ થઈ ગયા. જે બાદ બૅટિંગ માટે ઊતરેલા વિજય શંકર માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા.

ગુજરાત ટાઇટન્સના ફોર્મમાં ચાલી રહેલા બેટર શુભનમ ગિલ પણ માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

line

હાર્દિકે કરી કમાલ

ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, IPL/BCCI

ગુજરાત ટાઇટન્સની ખરાબ શરૂઆતને કપ્તાન હાર્દિક પંડ્યાએ સંભાળી. બીજી તરફ તેમનો સાથ આપ્યો અભિનવ મનોહરે. બંનેએ રાજસ્થાન રૉયલ્સની ગણતરીઓ ઊંધી પાડી દીધી.

હાર્દિક પંડ્યાએ 52 બૉલમાં 87 રન કર્યા જેમાં તેણે 8 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જ્યારે અભિનવ મનોહરે 28 બૉલમાં 43 રન કર્યા.

અભિનવના આઉટ થયા બાદ આવેલા ડેવિડ મિલરે 14 બૉલમાં 31 રન કર્યા. જેની સાથે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 192 રન કર્યા.

હાર્દિક પંડ્યાની કપ્તાની ઇનિંગ્સને કારણે ગુજરાત ટાઇન્સ એક મોટો સ્કૉર કરવામાં સફળ રહી. હાર્દિક પંડ્યાને તેમના ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે મૅન ઑફ ધી મૅચ પણ જાહેર કરવામાં આવ્યા.

line

રાજસ્થાનમાં બટલરની તોફાની ઇનિંગ્સ

જૉસ બટલર

ઇમેજ સ્રોત, IPL/BCCI

ઇમેજ કૅપ્શન, જૉસ બટલર

192 રનનો પીછો કરવા ઊતરેલી રાજસ્થાનની ટીમ તરફથી ઑપનિંગ બેટર જોસ બટલરે ઝડપથી રન કરવાનું શરૂ કર્યું. જોકે, ફોર્મમાં રહેલા દેવદત્ત પડ્ડિકલ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા. જોકે, બટલરની તોફાની બૅટિંગ ચાલુ રહી.

બટલરની બૅટિંગનો અંદાજ એ રીતે લગાવી શકાય કે એક સમયે તેમનો સ્કૉર ટીમના સ્કૉર કરતાં માત્ર એક રન ઓછો હતો.

બટલરે 24 બૉલમાં 54 રન કર્યા ત્યારે ટીમનો સ્કૉર 65 રન હતો. જોકે, તેમના આઉટ થયા બાદ રાજસ્થાનની ટીમમાંથી કોઈ લાંબી ઇનિંગ્સ રમી શક્યું નહીં. શિમરૉન હેટમાયરના 29 રન સિવાય કોઈ બેટર 20થી વધારે રન બનાવી શક્યો નહીં.

રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ પર 155 રન બનાવ્યા અને ગુજરાત ટાઇટન્સે આ મૅચ 37 રનથી જીતી લીધી. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસન અને યશ દયાલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

line

પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર ગુજરાત

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, IPL/BCCI

આ જીત સાથે જ આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ પૉઇન્ટ ટેબલમાં સૌથી ટૉપ પર પહોંચી ગઈ છે.

આ મૅચ પહેલાં 10 ટીમોને એક સરખા 6 પૉઇન્ટ હતા. જોકે, નેટ રન રેટના આધારે પૉઇન્ટ ટેબલમાં રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ તો ગુજરાતની ટીમ પાંચમા સ્થાન પર હતી.

હવે ગુજરાતના 8 પૉઇન્ટ થઈ ગયા છે જ્યારે રાજસ્તાન રૉયલ્સ 1 નંબરથી નીચે ઊતરીને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો