રામનાથ કોવિંદ : સરદાર પટેલ, ગાંધીજી વિશે વિધાનસભામાં રાષ્ટ્રપતિ શું બોલ્યા?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે અને તેમણે ગુજરાત વિધાનસભાને સંબોધી હતી. આ નિમિત્તે તેમણે આઝાદીની લડાઈમાં ગુજરાતના યોગદાન અને ગાંધીજી તથા સરદાર પટેલની ભૂમિકા વિશે વાત કરી હતી.

'આઝાદી કા અમૃત મહોત્સવ' પર આ સંબોધનમાં રાષ્ટ્રપતિએ વિશેષ ભાર મૂક્યો હતો. આઝાદીની લડાઈમાં ગુજરાતના યોગદાન વિશે તેમણે વાત કરી હતી.

દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભામાં કરાયેલું આ પ્રથમ સંબોધન છે. જેથી આ સંબોધન ઐતિહાસિક છે.

રામનાથ કોવિંદના સંબોધનના મહત્ત્વના મુદ્દા

  • ગુજરાતનું વિકાસ મૉડલ પણ ઉદાહરણરૂપ છે.
  • બાપુની જન્મભૂમિ ગુજરાત આવવાની મને અનેક વખત તક મળી છે, જે બદલ હું ખુશ છું.
  • આઝાદીના અમૃતમહોત્સવ અંગે વાત થતી હોય ત્યારે ગુજરાતથી સાંપ્રત રાજ્ય બીજું કોઈ ન હોઈ શકે.
  • તેમણે કહ્યું કે દાદાભાઈ નવરોજીથી માંડીને ગાંધીજી સુધી અનેક લડવૈયાઓએ ભારતની આઝાદીમાં યોગદાન આપ્યું છે.
  • બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ વિશે વાત કરતી વખતે રાષ્ટ્રપતિએ સરદાર પટેલને યાદ કર્યા હતા અને કહ્યું કે તેમણે આઝાદીની લડાઈની સાથે રાષ્ટ્રનિર્માણ માટે પણ અપૂર્વ કામ કર્યું છે.
  • તેમણે કહ્યું કે ગુજરાતના લોકોની ઉદારતા પણ નોંધપાત્ર બાબત છે. અહીંનાં મંદિરો વિશે પણ તેમણે વાત કરી હતી.
  • સોમનાથ પર હુમલા હોય કે કચ્છના ભૂકંપની ઘટના હોય, ગુજરાત પડકારો સામે લડીને ફરી ઊભું થયું છે.
  • ગુજરાતે ભારતને બે વડા પ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો