કાશ્મીર ફાઇલ્સ વચ્ચે ગુજરાતનાં 2002નાં હુલ્લડોની ચર્ચા કેમ થઈ રહી છે?

શું કાશ્મીરી પંડિતોને ફરી પોતાના ઘર કાશ્મીર જવાનો મોકો મળશે?

ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ'નો એક ડાયલૉગ આખી ફિલ્મની વાર્તા રજૂ કરે છે. સોશિયલ મીડિયા, રાજકીય વર્તુળો, ફિલ્મ-મનોરંજન ઉદ્યોગ અને આપણા ઘરમાં પણ આ ફિલ્મનું નામ લેવામાં આવે છે.

કાશ્મીરી પંડિતોના કાશ્મીરથી પલાયન થવા અંગે વિવેક અગ્રિહોત્રીની આ ફિલ્મ 11 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવી હતી. કેટલાંય થિયેટરોમાં આ ફિલ્મ હાઉસફૂલ ચાલી રહી છે.

દેશનાં ચાર રાજ્યોએ આ ફિલ્મને ટૅક્સ ફ્રી કરી છે. સંજોગવશાત્ આ ચાર રાજ્યો (ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ અને કર્ણાટક) ભાજપશાસિત છે. ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલ છે.

'ધ કશ્મીર ફાઇલ્સ'ની રિલીઝ પહેલાં આલિયા ભટ્ટ- સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ હતી અને આ બાબત 'ધ કશ્મીર ફાઇલ્સ' માટે પડકાર ગણવામાં આવતી હતી.

બીજો પડકાર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ છે, જે 'ધ કશ્મીર ફાઇલ્સ' સાથે રિલીઝ થઈ છે. તેની સામે મોટી ફિલ્મો હોવા છતાંય આ ફિલ્મે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે.

કોરોના બાદ મોટા પડદે રિલીઝ થનારી અમુક જ ફિલ્મો પોતાની છાપ છોડી શકી છે. શરૂઆતના દિવસોમાં આ ફિલ્મને પ્રતિસાદ મળ્યા બાદ ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો પણ આ ફિલ્મને લઈને મોટી આશાઓ રાખી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સાથે વિવેક અગ્રિહોત્રીની ફોટો

આ ફિલ્મ 11 માર્ચના રોજ રિલીઝ થઈ અને 12 માર્ચના રોજ વિવેક અગ્રિહોત્રીનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો વાઇરલ થયો હતો.

ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે નરેન્દ્ર મોદી સાથેના વાઇરલ ફોટો સાથે લખ્યું હતું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું સૌભાગ્ય મળ્યું, અને ખાસ એ કહ્યું કે #TheKashmirFiles માટે તેમના તરફથી પ્રશંસા મળી. ધન્યવાદ મોદીજી.

અભિષેકના આ ટ્વીટને રીટ્વી કરતાં વિવેક અગ્રિહોત્રીએ લખ્યું કે "હું તમારાથી ખૂબ જ ખુશ છું. અભિષેક તમે ભારતના સૌથી પડકારજનક સત્યને પ્રોડ્યુસ કરવાનું સાહસ કર્યું. #TheKashmirFilesની અમેરિકામાં સ્ક્રીનિંગ થવું એ સાબિત કરે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાનો મૂડ બદલાઈ રહ્યો છે.

આ ફોટો વાઇરલ થયા બાદ ઘણા પ્રકારની પ્રતિક્રિયા આવી. અમુકે ફિલ્મોનાં વખાણ કરવામાં આવ્યાં, તો અમુકે આ ફિલ્મને રાજનીતિથી દૂર રાખવાનું કહ્યું.

'કપિલ શર્મા શો' પર ફિલ્મને લગતો વિવાદ

ફિલ્મને લઈને એક વિવાદ ત્યારે શરૂ શયો જ્યારે કૉમેડી શોના હોસ્ટ કપિલ શર્મા પર આરોપ લાગ્યો કે તેમણે 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મનું પ્રમોશન પોતાના શોમાં કરવાની ના પાડી દીધી.

સોશિયલ મીડિયામાં લોકોએ કપિલ શર્મા પર આક્ષેપ કર્યા કે કપિલ શર્મા ગભરાયેલા હતા એટલે તેમણે આ ફિલ્મ પ્રમોટ કરવા ના પાડી દીધી છે.

ત્યાર પછી કપિલ શર્મા તરફથી જવાબ આપવામાં આવ્યો. તેમણે રિટ્વીટ કરીને લખ્યું, આ સત્ય નથી.

આ જ ટ્વીટની એક કૉમેન્ટમાં કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિવેક અગ્નિહોત્રીને તેના શોમાં આવવા માટે આમંત્રણ આપશે? જોકે કપિલ શર્માએ આનો જવાબ આપ્યો નહોતો, પરંતુ વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે, 'ના'.

કપિલ શર્માને પણ ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

સુરેશ રૈના ટ્રોલ થયા

ક્રિકેટર સુરેશ રૈનાએ 11 માર્ચના રોજ એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે "આ ફિલ્મ અત્યારે તમારા હવાલે છે. જો આ ફિલ્મ તમારા દિલને સ્પર્શી જાય છે તો હું તમને વિનંતી કરું છું કે તમે ન્યાય માટે આવાજ ઉઠાવો અને કાશ્મીરમાં થયેલા નરસંહારમાં પીડિતોનું દર્દ ઓછું કરવામાં મદદ કરો. "

સુરેશ રૈનાના આ ટ્વીટ પર અમુક લોકોએ તેમના સમર્થનમાં ટ્વીટ કર્યાં, તો અમુક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા.

અમુક લોકોએ ટ્વીટ કર્યું કે શું આપણે ગુજરાતના નરસંહારને ભૂલી જવો જોઈએ?

અન્ય એક યૂઝરે કંઈક આવું લખ્યું છે-

અમુક લોકોએ દિલ્હીનાં રમખાણો પર ચર્ચા કરવાની વાત કરી.

એક અન્ય ટ્વીટમાં કહેવામાં આવ્યું.

કાશ્મીરની સાથે ગુજરાત રમખાણોની પણ ચર્ચા

ધ કશ્મીર ફાઇલ્સની રિલીઝ સાથે જ ગુજરાતનાં રમખાણોની ચર્ચા શરૂ થઈ ગઈ.

અભિનેતા અને ફિલ્મ વિવેચક કેઆરકેએ ટ્વીટ કર્યું કે વિવેક અગ્નિહોત્રી ચોક્કસ આગળની ફિલ્મ ગોધરા પર બનાવશે.

અન્ય એક ટ્વિટર હૅન્ડલ દ્વારા લખવામાં આવ્યું કે જેવી રીતે વિવેક અગ્રિહોત્રીએ એક સારી ફિલ્મ બનાવી છે અને કાશ્મીરી પંડિતોનું દર્દ દર્શાવ્યું છે, તો અત્યારે હું આશા રાખું છું કે ગુજરાતનાં રમખાણો પર પણ ફિલ્મ બનાવો અને દર્શાવો કે ખરેખર શું થયું હતું.

સોશિયલ મીડિયામાં લોકો જૂથમાં વહેંચાઈ ગયા

ફિલ્મને લઈને સોશિયલ મીડિયામાં લોકો બે જૂથમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ ફિલ્મને સત્ય દર્શાવનાર કહી છે, તો કેટલાક લોકો આ બહાને ગોધરા અને અયોધ્યા જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે.

ભાજપના મોટા ભાગના નેતાઓએ આ ફિલ્મને શાનદાર ગણાવી છે અને લોકોને ફિલ્મ જોવા અપીલ કરી છે.

દિલ્હી રમખાણો દરમિયાન પોતાનાં ભડકાઉ ભાષણોને કારણે ચર્ચામાં આવેલા કપિલ મિશ્રાએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

તેમણે ફિલ્મને લઈને અન્ય પણ ટ્વીટ પણ કર્યાં.

મહિલા અને બાળવિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, "જુઓ, જેથી માસૂમ લોકોનાં મોતથી રંગાયેલો આ ઇતિહાસ પુનરાવર્તિત ન થાય.

પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ પણ ટ્વીટ કર્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે આ ફિલ્મ વધુમાં વધુ સંખ્યામાં જોવી જોઈએ, માટે તેને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.

ફિલ્મ કલાકારોએ પણ ટ્વીટ કરીને ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અક્ષયકુમારે લખ્યું, "આશા છે કે ટૂંક સમયમાં ફિલ્મ જોવા મળશે."

અભિનેતા આર માધવને પણ ટ્વીટ કરીને ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યાં અને ફિલ્મ જોવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

મૂવી રેટિંગ સાઇટ IMDbએ ફિલ્મને 10માંથી 10 સ્ટાર આપ્યા છે. આનો સ્ક્રિનશૉટ શૅર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું, "IMDb રેટિંગ પર થ્રેડ..."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો