સુરતના ડભોલીની બિલ્ડિંગમાં ભીષણ આગ, 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા - પ્રેસ રિવ્યૂ
સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી એમ સ્કવેર બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી અને તેના કારણે ત્રીજા માળે લગભગ 20 બાળકો ફસાઈ ગયાં હતાં.

ઇમેજ સ્રોત, dharmesh amin
જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયરના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ લઈને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી હતી અને ત્રીજા માળે ફસાયેલા 20 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ઑફલાઇન યોજાશે, તારીખો જાહેર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
બોર્ડની અખબારી યાદી પ્રમાણે ધોરણ 10 તથા 12ની પરીક્ષા 18 માર્ચ 2022થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે.
ધોરણ 10 બોર્ડ પરીક્ષા ટાઇમટેબલ
- 28 માર્ચ 2022 - પ્રથમ ભાષા
- 30 માર્ચ 2022 - બેઝિક ગણિત
- 31 માર્ચ 2022 - સ્ટાન્ડર્ડ ગણિત
- 04 એપ્રિલ 2022 - વિજ્ઞાન
- 06 એપ્રિલ 2022 - સામાજિક વિજ્ઞાન
- 07 એપ્રિલ 2022 - દ્વિતીય ભાષા (ગુજરાતી)
- 08 એપ્રિલ 2022 - દ્વિતીય ભાષા (અંગ્રેજી)
- 09 એપ્રિલ 2022 - દ્વિતીય ભાષા (અન્ય)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ : બોર્ડ પરીક્ષા ટાઇમટેબલ
28 માર્ચ 2022 - ભૌતિક વિજ્ઞાન
30 માર્ચ 2022 - રસાયણ વિજ્ઞાન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
01 એપ્રિલ 2022 - જીવ વિજ્ઞાન
04 એપ્રિલ 2022 - ગણિત
06 એપ્રિલ 2022 - અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા
08 એપ્રિલ 2022 - તમામ પ્રથમ ભાષા, ગુજરાત અને હિન્દી દ્વિતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યુટર ઍૅજ્યુકેશન

ધોરણ 12 સામાન્ય પ્રવાહ : બોર્ડ પરીક્ષા ટાઇમટેબલ
- 28 માર્ચ 2022 - સહકાર પંચાયત, નામાનાં મૂળતત્ત્વો
- 29 માર્ચ 2022 - ઇતિહાસ, આંકડાશાસ્ત્ર
- 30 માર્ચ 2022 - તત્ત્વજ્ઞાન, કૃષિવિદ્યા, ગૃહજીવન વિદ્યા, વસ્ત્રવિદ્યા, પશુપાલન અને ડેરીવિજ્ઞાન, વનવિદ્યા અને વનઔષધીવિદ્યા
- 31 માર્ચ 2022 - અર્થશાસ્ત્ર
- 01 એપ્રિલ 2022 - સેક્રેટરિયલ પ્રૅક્ટિસ, ભૂગોળ
- 04 એપ્રિલ 2022 - સામાજિક વિજ્ઞાન, વાણિજ્ય વ્યવસ્થા
- 05 એપ્રિલ 2022 - દ્વિતીય ભાષા ગુજરાત અને અંગ્રેજી, સંગીત સૈદ્ધાંતિક
- 06 એપ્રિલ 2022 - મનોવિજ્ઞાન
- 07 એપ્રિલ 2022 - પ્રથમ ભાષા
- 08 એપ્રિલ 2022 - દ્વિતીય ભાષા હિન્દી
- 09 એપ્રિલ 2022 - ચિત્રકામ સૈદ્ધાંતિક, ચિત્રકામ પ્રાયોગિક, કમ્પ્યુટર પરિચય
- 11 એપ્રિલ 2022 - સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
- 12 એપ્રિલ 2022 - રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર

ગુજરાતમાં કોલસાકૌભાંડ?

ઇમેજ સ્રોત, divyabhaskar.co.in
ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, ગુજરાતમાં મોટા પાયે કોલસાકૌભાંડ આચરવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર, કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે.
દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લાં 14 વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળાબજારીમાં વેચી દઈ 6 હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે.
ડમી નામથી ચાલતી અથવા જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા છે એવો અખબારનો દાવો છે.
આ અંગે કોલ ઇન્ડિયાના ડિરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે એજન્સીઓની નિમણૂક કરવી એ જે-તે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની જવાબદારી છે. આ અંગે કોઈ પણ બાબત ધ્યાનમાં આવી હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ધ્યાન દોરવું જોઈએ, જેમાં જે કોઈ પણ પુરાવા હોય એ પણ સામેલ કરવા જોઈએ. રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અમને જે માહિતી આપશે એના આધારે સંબંધિત કોલસા કંપની સામે જરૂરી પગલાં ભરીશું.

માનવતસ્કરીનો ભોગ બનેલા આઠ લોકોને ગુજરાતથી રેસ્ક્યુ કરાયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સશસ્ત્ર સીમા બળ અને પોલીસના સંયુક્ત ઑપરેશનમાં આસામથી ગુજરાત લાવવામાં આવેલા આઠ લોકોને છોડાવીને તેમના વતન પાછા મોકલવામાં આવ્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ તમામ લોકો આસામના દરંગા કાલિપુર વિસ્તારના રહેવાસી છે અને તેમને કામ કરવા માટે ત્યાંથી ગુજરાતમાં ગીર-સોમનાથ જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મંજના નામનાં એક મહિલા આ લોકોને એક કંપનીમાં કામ કરવાના બહાને ગુજરાત લાવ્યા હતા અને તેમની પાસે કામ કરાવ્યા બાદ તેમનો પગાર પણ લઈ લીધો હતો.
આ આઠ લોકોમાં ચાર મહિલા, એક પુરુષ અને ત્રણ સગીરોનો સમાવેશ થાય છે. મંજના દ્વારા આ લોકોનો અંદાજે પાંચ લાખ રૂપિયા પગાર અને તમામ લોકોના મોબાઇલ ફોન જપ્ત કરી લેવાયા હતા.
આ લોકોનો પરિવારજનો સાથે સંપર્ક તૂટી જતા તેમણે આસામના તમુલપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ અને સીમા સશસ્ત્ર બળ દ્વારા સંયુક્ત કામગીરી કરીને તમામને છોડાવી લેવાયા હતા.

ગુજરાતમાં ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં અમદાવાદ-ભાવનગર રૂટ પર ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, એક કર્મચારીની સૂચકતાથી આ પ્રયાસ નિષ્ફળ થયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અમદાવાદ-ભાવનગર ટ્રેક પર મટોડા અને મોરૈયા વચ્ચે ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એક કર્મચારીને રેલવે ટ્રેક પાસેથી ટ્રેકને જકડી રાખવા માટે વપરાતી 234 ક્લિપ મળી આવી હતી. આ ક્લિપો ટ્રેકની આસપાસનાં ઝાડીઝાંખરામાં મળી આવી હતી.
રેલવે સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, આ રૂટ પર હાલ કોઇ પેસેન્જર ટ્રેન ચાલતી નથી અને ટ્રેક પરથી ક્લિપો હઠાવીને તે નજીકમાંથી જ મળી આવતા તે ચોરીનો મામલો પણ જણાઈ રહ્યો નથી.

યુક્રેનથી 242 મુસાફરોને લઈને ભારત પહોંચ્યું ઍર ઇન્ડિયાનું વિમાન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અને એએનઆઈ પ્રમાણે, યુક્રેનથી 242 મુસાફરોને લઇને ઍર ઇન્ડિયાનું એક વિશેષ વિમાન ગત રાત્રે નવી દિલ્હી પહોંચ્યું હતું.
ઍર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાને સાંજે છ વાગ્યે યુક્રેનથી ઉડાન ભરી હતી, જે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યું હતું.
હિલ્હી ઍરપૉર્ટ પર ઊતર્યા બાદ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરનારા એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે, "ખૂબ રાહત અનુભવી રહ્યો છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વળી, એમબીબીએસના એક અન્ય વિદ્યાર્થી શિવમ ચૌધરીએ કહ્યું કે, "ત્યાં (યુક્રેનમાં) સ્થિતિ સામાન્ય છે. કૉલેજે અમને પાછા જવાનું નથી કહ્યું. મીડિયા રિપોર્ટ્સના કારણે ઉદ્ભવેલી દહેશતની અસર અમારા અભ્યાસ પર પડી રહી છે."
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર રાજ્યની માન્યતા આપ્યા બાદ યુક્રેન સાથે રશિયાના વધી રહેલા તણાવ વચ્ચે ભારત સહિત ઘણા દેશ યુક્રેનથી પોતાના લોકોને બહાર કાઢી રહ્યા છે.




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













