લાલુપ્રસાદ યાદવને 'ચારા કૌભાંડ'માં પાંચ વર્ષની કેદ, 575 સાક્ષીઓની મદદથી કઈ રીતે ઉકેલાયો કેસ?
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી ગુજરાતી માટે
બિહારના પૂર્વ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને ઝારખંડની સીબીઆઈ અદાલતે ચારા કૌભાંડના પાંચમા કેસમાં સોમવારે પાંચ વર્ષની સજા સંભળાવી. કોર્ટે તેમની પર 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે તેમને 15 ફેબ્રુઆરીના દોષી ઠેરવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
લાલુપ્રસાદ યાદવ સોમવારે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કોર્ટ સામે રજૂ થયા પરંતુ કોર્ટ પરિસરમાં ભારે ભીડ જામી હતી. સુરક્ષાનાં કારણોસર પોલીસે અતિરિક્ત બંદોબસ્ત કરવો પડ્યો હતો.
લાલુપ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે બીબીસી હિંદીને જણાવ્યું કે, "લાલુપ્રસાદ યાદવની ઉંમર, અન્ય કેસમાં કાપેલી સજાની અવધિને જોતાં કોર્ટ તેમને ઓછામાં ઓછી સજાની માગ કરી હતી."
લાલુ યાદવના વકીલે કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં સજાની વિરુદ્ધ અરજી કરશે.
લાલુપ્રસાદ યાદવના પુત્ર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, "આ છેલ્લો નિર્ણય નથી. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય. આશા છે કે હાઈકોર્ટનો નિર્ણય લાલુજીની તરફેણમાં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અદાલતે જગદીશ શર્મા સહિત 38 દોષિતોને મંગળવારે (15 ફેબ્રુઆરી)ના સજા સંભળાવી હતી. તેમને ત્રણ વર્ષ સુધીની સજા આપવામાં આવી અને તેમને જામીન પણ મળી ગયા.
વર્ષ 2017માં ઘાસચારા અને પશુપાલન કૌભાંડના અન્ય કેસાં સજ મળ્યા બાદ લાલુ યાદવ કુલ આઠ મહિના જેલમાં રહ્યા છે અને 31 મહિના હૉસ્પિટલમાં. તેઓ આઠ મહિના રાંચી સ્થિત હોટવારની બિરસા મુંડા જેલમાં રહ્યા.
આની પહેલાં 15 ફેબ્રુઆરીના દોષિત જાહેર કર્યા બાદ લાલુ યાદવને રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા અને ત્યાંથી તેઓ રિમ્સ હૉસ્પિટલ લાવવામાં આવ્યા. તેમણે ત્યાંના પેઇંગ વૉર્ડમાં એડમિટ કરવામાં આવ્યા જેથી ડૉક્ટરનો ટીમ તેમના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાલુ યાદવના વકીલોએ તેમની ખરાબ તબિયતની વાત કરતાં સીબીઆઈ કોર્ટને આવેદન કર્યું હતું જે કોર્ટે માન્ય રાખ્યું હતું.

લાલુ યાદવ વિરુદ્ધ કેસ

ઇમેજ સ્રોત, Hindustan Times
90ના દશકનાં ચર્ચિત કરોડો રુપિયાનાં ઘાસચારા કૌભાંડમાં સીબીઆઈએ તે સમયે કુલ 66 કેસ દાખલ કર્યા હતા.
તેમાંથી છ મામલામાં બિહારના તત્કાલિન મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. બિહાર વિભાજન બાદ તેમાંથી પાંચ મામલા ઝારખંડમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા.
આરસી 47-એ/96 અહીં ચાલી રહેલો પાંચમો અને અંતિમ કેસ હતો. તેમાં વર્ષ 1990-91 અને 1995-96 વચ્ચે નકલી બિલ પર ગેરકાયદે વેચાણનો આરોપ છે. પૈસાના મામલે પણ આ સૌથી મોટો ગોટાળો હતો.
તેમાં લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ આઇપીસીની ધારા 120-બી અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદો-1998ની ધારાઓ 13(2), આર ડબલ્યૂ 13 (1), (ડી) અંતર્ગત આરોપો લગાવવામાં આવ્યા હતા.
તેમના પર આરોપ છે કે તેઓ મુખ્ય મંત્રી હતા તે દરમિયાન આ મામલે કોઇ ઍક્શન લીધા ન હતા. જ્યારે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ ક્રમશઃ વિધાન પરિષદ અને લોકસભામાં આ મામલો ઊઠાવતા કહ્યું હતું કે, પશુપાલન વિભાગમાં ગડબડ ચાલી રહી છે.

575 સાક્ષી, 15 ટ્રંક પુરાવા
વિશેષ પબ્લિક પ્રોસિક્યૂટર બીએમપી સિંહ મુજબ આ મામલામાં સીબીઆઈએ 575 સાક્ષી અને 15 ટ્રંક પુરાવા અદાલત સામે રજૂ કર્યા હતા. બચાવ પક્ષે માત્ર 25 લોકોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા.

કેવી રીતે નોંધાયો પહેલો કેસ

ઇમેજ સ્રોત, Ravi Prakash
વર્ષ 1996માં કૌભાંડનાં પર્દાફાશ બાદ તત્કાલિન બિહારનાં ડોરંડા પોલીસમથકે 17 ફેબ્રુઆરીએ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તે જ વર્ષે 11 માર્ચે પટના ઉચ્ચ ન્યાયાલયે તેની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સીબીઆઈએ 8 મે 2001ના રોજ 102 આરોપીઓ વિરુદ્ધ પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી.
ત્યાર બાદ 7 જૂન 2003ના રોજ અન્ય 68 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 26 સપ્ટેમ્બર 2005ના રોજ કોર્ટે કુલ 170 દોષિતો પર આરોપો નક્કી કર્યા હતા.
તેમાંથી 55 આરોપીઓનાં મૃત્યુ ટ્રાયલ દરમિયાન જ થઇ ગયા હતા. અન્ય આઠ આરોપીઓ સીઆરપીસીનાં પ્રાવધાનો પ્રમાણે સરકારી સાક્ષી બની ગયા. બે આરોપીઓએ પહેલેથી ગુનો સ્વીકારી લીધો હતો.

છ આરોપીઓની ભાળ ન મેળવી શકી સીબીઆઈ

ઇમેજ સ્રોત, Ravi Prakash
આ કેસની સૌથી રસપ્રદ બાબત એ છે કે સીબીઆઈ આ કેસને 25 વર્ષ થઈ ચૂક્યા હોવા છતાં છ આરોપીઓની હજુ સુધી ભાળ મેળવી શકી નથી. તેઓ કોર્ટમાં ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
સીબીઆઈના વકીલ બી. એમ. પી. સિંહે મીડિયા સાથે વાત કરતાં આ સ્વીકાર્યું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













