You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત દુષ્કર્મ કેસ : 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર તાળાની મદદથી કઈ રીતે પકડાયો?
સુરત જિલ્લામાં રવિવારે સાંજે બે પાડોશીઓ દ્વારા એક 11 વર્ષીય સગીરા પર કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને હત્યા કરી દેવાઈ હતી. આ મામલે પોલીસે શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ કેસમાં એક આરોપીએ ગુનો કર્યાની કબૂલાત કરી છે.
પલસાણા પોલીસસ્ટેશન દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે રવિવારે બપોરે રોજમદાર તરીકે કામ કરતાં સગીરાનાં માતાપિતા ઘરે હાજર ન હતાં. સગીરા તેમના સાત વર્ષના ભાઈ સાથે એકલાં હતાં.
સગીરા પર કથિત રીતે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, આ બાદ બંને યુવાન રૂમને તાળું મારીને નાસી છૂટ્યા હતા.
પોલીસે વધુમાં કહ્યું કે આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી, જ્યારે સગીરાનાં માતાપિતા ઘરે આવ્યાં અને તે હાજર ન હતી. આસપાસમાં તપાસ કરતાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે યુવકોના રૂમમાંથી છોકરીના રડવાનો અવાજ આવ્યો હતો.
રૂમ બંધ હોવાથી તેમણે દરવાજો તોડ્યો હતો અને અંદર જઈને જોયું તો સગીરા મૂર્છિત અવસ્થામાં હતાં.
ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જોકે હૉસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
એક તાળાની મદદથી કઈ રીતે આરોપીની ઓળખ થઈ?
સુરતના રેન્જ આઈજી ડૉ. એસ. પાંડ્યા રાજકુમારે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું કે આ કેસ જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે પોલીસ પાસે પ્રત્યક્ષદર્શી કે સાક્ષી નહોતા.
તેમના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન પોલીસનું ધ્યાન એક નવા તાળા પર ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "એ બાદ અમે આ વિસ્તારની એવી દુકાનોમાં તપાસ શરૂ કરી, જ્યાં તાળાં વેચાતાં હતાં."
આ દુકાનોમાં પણ પૂછતાછ કરતી વખતે પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી એક ક્લિપ મળી આવી હતી, જેના આધારે આરોપી કેટલા વાગ્યે આ તાળું ખરીદવા ગયો હતો તેની ચોક્કસ માહિતી મળી ગઈ હતી.
આઈજીનું કહેવું છે કે એ બાદ પોલીસ આરોપીની પૂછતાછ કરી હતી અને આરોપીએ ગુનાની કબૂલાત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો