સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે અને કેવી રીતે દીકરીના ભવિષ્ય માટે 71 લાખ રૂપિયા મળે?

ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરતાં કહ્યું હતું કે 'દીકરી પ્રકાશમય દીવડા જેવી હોય છે.' આ નાની બચત યોજના માત્ર નાની છોકરીઓ માટે જ છે.

છોકરી 21 વર્ષની થાય પછી આ યોજનાના લાભ મળે છે. દીકરીનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે આ યોજનાનો લાભ મળે, એવો આ યોજનાનો ઉદ્દેશ છે.

છોકરી 21 વર્ષની થાય પછી આ યોજનાના લાભ મળે છે, દીકરીનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે આ યોજનાનો લાભ મળે, એવો આ યોજનાનો ઉદ્દેશ છે

ઇમેજ સ્રોત, Anthony Asael/Art in All of Us

ઇમેજ કૅપ્શન, છોકરી 21 વર્ષની થાય પછી આ યોજનાના લાભ મળે છે, દીકરીનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે આ યોજનાનો લાભ મળે, એવો આ યોજનાનો ઉદ્દેશ છે

આ યોજનામાં ખાતાધારક ચૂક્યા વિના નાણાં જમા કરાવતા રહે તો યોજનાની મુદ્દત પૂર્ણ થયા પછી 71 લાખ રૂપિયા મળી શકે છે. એ ઉપરાંત મુદ્દત પૂર્ણ થયા પછી મળતાં નાણાં કરમુક્ત હશે.

line

શું છે આ યોજના?

ઘર નજીકની પોસ્ટ ઑફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય
ઇમેજ કૅપ્શન, ઘર નજીકની પોસ્ટ ઑફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય

છોકરીઓ સંદર્ભે સમાજની માનસિકતા આજે પણ બદલાઈ નથી. એ માનસિકતા બદલવા અને છોકરીઓના ભવિષ્યનો વિચાર કરીને કેન્દ્ર સરકારે 2015ના જાન્યુઆરીમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' નીતિ રજૂ કરી હતી.

આ નીતિનો એક ભાગ છે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના.

છોકરીઓ સંબંધી આર્થિક બોજો તેમનાં માતા-પિતા કે વાલીઓ પર ન પડે એ સુનિશ્ચિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.

દીકરીઓના ભાવિને ધ્યાનમાં રાખીને તેમનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચનો વિચાર આ યોજનામાં કરવામાં આવ્યો છે.

line

કોણ-કોણ આ યોજનાનો લાભ લઈ શકે?

સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.

સિંગલ પૅરન્ટ અથવા કાયદેસરનાં માતા-પિતા દીકરીનાં નામે બે ખાતાં ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે.

આ યોજના માટે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. એ પછી પ્રત્યેક વર્ષે તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછીનાં 15 વર્ષ સુધી ક્યારેય ચૂક્યા વિના ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળશે.

આ વાત ઉદાહરણથી સમજીએ.

  • તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરાવતા રહો તો મૅચ્યૉરિટી સમયે પાંચેક લાખ રૂપિયા મળે.
  • તમે ચૂક્યા વિના દર મહિને 12,500 રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવતા રહો તો મેચ્યોરિટી વખતે તમને 71 લાખ રૂપિયા મળી શકે.
  • તમે ચૂક્યા વિના પ્રતિ વર્ષ કુલ 60,000 રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવતા રહો તો મૅચ્યૉરિટી વખતે 28 લાખથી વધુ રૂપિયા મળે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દેશની કોઈ પણ પોસ્ટ ઑફિસ કે સરકારી અને કૉમર્શિયલ બૅન્કમાં ખાતું ખોલાવી શકાય છે.
line

આ યોજનાથી શું ફાયદો થાય?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

આ યોજનામાં કરાતું રોકાણ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.

ગરીબ પરિવારો ઉપરાંત, નીચલા મધ્યમવર્ગના, મધ્યમવર્ગના અને અન્ય સામાજિકવર્ગના પરિવારોને ફાયદો થશે. આ લાંબા ગાળાની યોજના છે. આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. તેને લીધે મૅચ્યૉરિટી વખતે મળતાં નાણાંમાં પણ વધારો થાય છે.

આ ખાતામાં જમા કરાવવામાં આવેલાં નાણાં છોકરી લગ્ન માટે કાયદેસરની વયની થઈ જાય પછી ખર્ચી શકાય છે.

દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાંની ડિપૉઝિટ પર વ્યાજ જમા થતું રહે છે. એ ઉપરાંત આ ખાતામાં તમે મહિનામાં કે વર્ષ દરમિયાન ઇચ્છો તેટલી વખત નાણાં જમા કરાવી શકો છો.

દીકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજિત દરે વ્યાજ મળતું રહે છે.

છોકરીનાં માતા-પિતા કે વાલી બીજાં ગામ-શહેરમાં સ્થળાંતર કરે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.

line

આ યોજનામાં ખાતું કઈ રીતે ખોલાવવું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઘર નજીકની પોસ્ટ ઑફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય. પોસ્ટ ઑફિસના કર્મચારીઓની મદદથી આવું ખાતું ખોલાવી શકાય. ખાતું ખોલાવતા પહેલાં સરકારની વેબસાઇટ પરથી એ સંબંધી ફોર્મ ડાઉનલોડ કરવું પડે છે.

અરજી ફોર્મ સંપૂર્ણપણે ભર્યા પછી તેની સાથે મહત્ત્વના જરૂરી દસ્તાવેજો જોડવા પડે છે. ઓળખપત્ર અનિવાર્ય છે. દીકરીના આધારકાર્ડ, જન્મના દાખલાને રહેણાંકના પુરાવા તરીકે દર્શાવી શકાય છે.

આ બધા દસ્તાવેજો સાથેની અરજી પોસ્ટ ઑફિસને સુપરત કરવાની હોય છે.

અરજીની સાથે ખાતું ખોલવા માટેની લઘુતમ રકમ આપવાની હોય છે. એ નાણાં રોકડ, ચેક કે ડ્રાફ્ટના સ્વરૂપે આપી શકાય છે.

અહીં ઇન્ટરનેટ બૅન્કિંગના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. પોસ્ટ ઑફિસ અને ખાનગી તથા સરકારી બૅન્કોમાં આ બધી માહિતી ઉપલબ્ધ છે.

આ યોજના હેઠળનું બચત ખાતું સત્તાવાર બૅન્કોમાં ખોલાવી શકાય છે. એ સિવાય ખાતું એક બૅન્કમાંથી બીજી બૅન્કમાં ટ્રાન્સફર કરવા માટેનાં ફોર્મ ઓનલાઇન તેમજ ઓફલાઇન ઉપલબ્ધ છે.

line

કેવા નિયમો અને શરતો છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના ખાતામાં કમસે કમ 250 રૂપિયા જમા ન હોય તો એવા ખાતાને ડિફોલ્ટ અકાઉન્ટ ગણવામાં આવે છે. 250 જમા કરાવીને તે ખાતું ફરી શરૂ કરાવી શકાય છે, પણ એ માટે 50 રૂપિયા વધારે ભરવા પડે છે.

જે છોકરીના નામનું ખાતું ખોલાવવામાં આવ્યું હોય એ છોકરી 18 વર્ષની થાય પછી પોતાનું અકાઉન્ટ હૅન્ડલ કરી શકે છે. 18 વર્ષ પછી અને મુદ્દત પૂર્ણ થાય એ પહેલાં ખાતું બંધ કરાવી શકાય છે.

અત્યંત અનિવાર્ય અને મહત્ત્વના કારણસર ખાતામાંથી ઉપાડ કરી શકાય છે, પરંતુ એ માટે કેટલાંક ચોક્કસ કારણોને જ ધ્યાનમાં લેવામાં આવે છે.

ગંભીર બીમારી કે તબીબી કારણ હોય તો જ મુદ્દત પૂર્ણ થયા પહેલાં ખાતું બંધ કરાવી શકાય છે.

line

લોકોનો પ્રતિસાદ કેવો છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. ખાસ કરીને પોસ્ટ ઑફિસો મારફત આ યોજનાનો સારો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

આ પ્રચાર-પ્રસાર પોસ્ટ ઑફિસ પૂરતો મર્યાદિત નથી. તે આંગણવાડી સેવિકા, શિક્ષક અને સરપંચના માધ્યમથી પણ સર્વત્ર કરવામાં આવે છે.

હૈદરાબાદની વિભાગીય પોસ્ટ માસ્તર જનરલ પી વિદ્યાસાગર રેડ્ડીએ કહ્યું હતું, "અમે આંગણવાડી સેવિકાઓ મારફત આ યોજનાના લાભ લોકોને સમજાવીએ છીએ."

આ યોજના વિશે પોતાનાં માતા-પિતાને માહિતગાર કરવા શાળાઓમાં વિદ્યાર્થિનીઓને જણાવવામાં આવે છે. ગ્રામસભા દરમિયાન સરપંચ વિભાગીય પોસ્ટ માસ્ટર દ્વારા આ યોજનાની માહિતી ગામેગામ પહોંચાડવામાં આવે છે.

વિદ્યાસાગર રેડ્ડીના જણાવ્યા મુજબ, "ગામડાંમાં ઘણા ગરીબ પરિવારો હોય છે. તેમના માટે દીકરીને શિક્ષણ અપાવવાનું બહુ મુશ્કેલ હોય છે ત્યારે દીકરીના લગ્નના ખર્ચનો વિચાર તેમની ચિંતા વધારવાનું કારણ બને છે. એ ઉપરાંત ગરીબ પરિવારની ભણતી દીકરીએ ઉચ્ચ શિક્ષણ લેવું હોય તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના આ બધી સમસ્યાઓના નિરાકરણની યોજના છે."

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જાન્યુઆરી, 2015થી જાન્યુઆરી 2021 સુધીમાં માત્ર તેલંગણામાં જ 33,507 ખાતાં ખોલવામાં આવ્યાં છે.

line

દીકરીઓને 'શિક્ષિત' કરવાની યોજના

વીડિયો કૅપ્શન, 8 વર્ષની બાળાએ જ્યારે ચરમપંથી હુમલામાં બહાદુરી બતાવી ઍવૉર્ડ જીત્યો

દાદી મલ્લેશે કહ્યું હતું, "હું મંચિરયાલ જિલ્લાના જન્નરામમાં સરકારી શિક્ષક તરીકે કામ કરું છું. હું બે દીકરીઓનો પિતા છું. મોટી દીકરી પાંચમા ધોરણમાં છે. તેના નામે મેં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવ્યું છે."

"વડા પ્રધાને 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો ત્યારે મને લાગ્યું હતું કે આ યોજના મારી દીકરીઓ માટે યોગ્ય છે. તેમાં જમા કરાવવામાં આવતાં નાણાં કરમુક્ત છે. વ્યાજનો દર પણ સારો છે. દીકરીઓના શિક્ષણ માટે આ સારી યોજના છે."

આ યોજનાની વધારે માહિતી 1800 266 6868 નંબર પર મફતમાં ફોન કરીને મેળવી શકાય છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો